Wight loss: 105 કિલો વજન ધરાવતી લિઝલ ડિસૂજા કેવી રીતે બની ગઇ હોટ બેબ, જાણો વેઇટ લોસનું સિક્રેટ
કોરિયોગ્રાફર રેમો ડિસૂઝાની પત્ની લિઝેલ ડિસોઝા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેમણે વેઇટ લોસ જર્નિને શેર કરી હતી
Wight loss:કોરિયોગ્રાફર રેમો ડિસૂઝાની પત્ની લિઝેલ ડિસોઝા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે દરરોજ તેની સુંદર તસવીરો અને રીલ શેર કરતી રહે છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે પરફેક્ટ ફિગર ધરાવતી લિઝલનું વજન એક સમયે 105 કિલો હતું. પરંતુ તે ઘટાડીને હવે તે 65 પર આવી ગઈ છે.
લિઝલ ડિસોઝાએ તેની વજન ઘટાડવાની જર્ની વિશે જણાવ્યું કે વજન ઓછું કરવું એ શારીરિક પડકાર કરતાં માનસિક પડકાર છે. તમારે ઘણી મહેનત અને સમર્પણ બતાવવું પડે છે.
લિઝેલે 2 વર્ષમાં 40 કિલો વજન ઘટાડ્યું. આ માટે તેમણે ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગનો સહારો લીધો હતો. જે ખૂબ જ મદદરૂપ સાબિત થયા. તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર પહેલા અને પછીના ફોટા શેર કરીને તેની વજન ઘટાડવાની જર્નિ વિશે લખ્યું હતું.
લિઝેલે જાન્યુઆરી 2019માં ઇન્ટરમિટેટ ફાસ્ટિંગ શરૂ કર્યું હતું. શરૂઆતના તબક્કામાં તે દિવસમાં 15 કલાક ઉપવાસ કરતી અને પછી જમતી. આનાથી તેને વેઇટ લોસ થતાં તેને ફાસ્ટિંગના કલાકો વધાર્યા.
જૂનમાં તેણે વેઈટ ટ્રેનિંગ શરૂ કરી. પરંતુ લોકડાઉનને કારણે તે જીમમાં જઈ શકી ન હતી. એટલા માટે તે પોતે ઘરે જ વેઈટ ટ્રેનિંગ કરતી હતી. ઇન્ટરમિટેટ ફાસ્ટિંગમાં તે ઘરે બનાવેલ ભોજન ન જ ખાતી હતી.
આ સિવાય તે વોક કરવા પણ જતી હતી. તેણે કહ્યું કે રેમો અને મેં નક્કી કર્યું કે દરરોજ સાંજે અમે અમારા બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં વોકિંગ કરીશું.
તેણે જણાવ્યું કે તે લિક્વિડ ફૂડ, ઓછી કેલરી ફૂડ ખાય છે. તેણે આ ડાયટ પ્લાન દ્રારા 3 મહિનામાં તેણે 8 થી 9 કિલો વજન વધાર્યું છે. હવે તેનું વજન 65 કિલો છે.કોમેડિયન ભારતી સિંહે પણ ઇન્ટરમિટેટ ફાસ્ટિંગ દ્વારા તેનું વજન ઘટાડ્યું હતું. ઇન્ટરમિટેટે ફાસ્ટિંગમાં વ્યક્તિ દિવસભરમાં એક નિશ્ચિત સમયે ખોરાક લે છે અને બાકીના કલાકો સુધી ઉપવાસ રાખે છે.
Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓને માત્ર સૂચનો તરીકે જ લો, abp અસ્મિતા તેની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનનો અમલ કરતા પહેલા, કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )