(Source: ECI/ABP News/ABP Majha)
ત્વચાને હમંશા તરોતાજા રાખવાની આ છે કારગર ટિપ્સ, વ્યક્તિત્વ નિખાર માટે અજમાવી જુઓ
વધતી ઉંમરની અસરને ઓછી કરવા માટે પુષ્કળ પાણી પીવું જરૂરી છે કારણ કે તેના સ્કિન હાઇડ્રેઇટ રહે છે. ત્વચામાં ભેજ જાળવી રાખે છે અને શરીરમાંથી હાનિકારક તત્વને દૂર કરે છે.
વધતી ઉંમરની અસરને ઓછી કરવા માટે પુષ્કળ પાણી પીવું જરૂરી છે કારણ કે તેના સ્કિન હાઇડ્રેઇટ રહે છે. ત્વચામાં ભેજ જાળવી રાખે છે અને શરીરમાંથી હાનિકારક તત્વને દૂર કરે છે.
જ્યારે ત્વચા સંભાળની વાત આવે છે, ત્યારે મોટાભાગના લોકો સ્વચ્છ, જંતુમુક્ત અને ખીલ-મુક્ત ત્વચા ઈચ્છે છે. વધતી ઉંમર સાથે ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે.આપણે બધા જાણીએ છીએ કે દરેક વ્યક્તિની ત્વચા અલગ-અલગ હોય છે અને તેની સાથે ત્વચાની રચના પણ અલગ-અલગ હોય છે.
જ્યારે તમે તમારી ત્વચાની યોગ્ય કાળજી લેતા નથી, તો તે ત્વચાની વિવિધ સમસ્યાઓ તરફ દોરી શકે છે. પિમ્પલ્સ એટલે કે ખીલ આજે ત્વચાની એક સામાન્ય સમસ્યા બની ગઈ છે, જેના કારણે મહિલાઓ અને પુરુષો બંને ખૂબ જ પરેશાન છે. જો તમે તમારી ત્વચાની યોગ્ય કાળજી ન રાખો તો તે કોઈપણ ઉંમરે તમારી ત્વચા ખરાબ થવા લાગશે.
તણાવથી દૂર રહો
ત્વચાનો રંગ કાળો પડવો, શુષ્ક થવી અન કરચલીઓ થવી એ વધતી ઉંમરનું પ્રથમ લક્ષણ છે. જો કે કરચલીઓ સામાન્ય રીતે 30 વર્ષની ઉંમર પછી જ થાય છે, પરંતુ યોગ્ય કાળજી અને યોગ્ય જીવનશૈલી અને તણાવ પૂર્ણ જીવનના કારણે સ્કિન પર તેની વહેલી વિપરિત અસર દેખાય છે.
હસતાં રહો-ખુશ રહો
ખડખડાટ દિવસમાં એક વખત હસવાથી સ્કિનના એક્સરસાઇઝ મળે છે. તેનાથી ચહેરો હંમેશા ખીલતો રહે છે. તેથી એક્સપર્ટની સલાહ છે કે, તણાવમુક્ત અને હંમેશા ખુશમિઝાજ રહેવાથી ચહેરાની સદા જવાં રાખી શકાય છે. આ સાથે પૌષ્ટીક આહાર પણ તેટલું જ ધ્યાન આપવું જરૂરી છે.
સનસ્ક્રીનનો ઉપયોગ કરો:
આબોહવા, પ્રદૂષણ, તણાવ, ત્વચાની સંભાળ અને જીવનશૈલી આ બધું તમારી ત્વચાની સ્વાસ્થ્ય પર અસર કરે છે. તાપમાં જતાં પહેલા સનસ્ક્રીનનો ઉપયોગ કરવો એ વધુ સારો વિકલ્પ છે, પરંતુ યાદ રાખો કે તાપમાં બહાર જતાના અડધા કલાક પહેલા જો સનસ્ક્રીન લોશન લગાવસો તો જ તાપથી ત્વચાનું રક્ષણ કરી શકશે.
Disclaimer: એબીપી ન્યૂઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )