શોધખોળ કરો

Health Tips: શું તમને વારંવાર થાય છે પથરી? ડૉક્ટર પાસેથી જાણો બચાવના સરળ ઉપાયો

જો તમને વારંવાર કિડની સ્ટોન (પથરી) ની સમસ્યા થઈ રહી છે, તો તેને કંટ્રોલ કરવા માટે ડૉક્ટર દ્વારા જણાવવામાં આવેલી આ ટિપ્સને ફોલો કરો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • કિડની સ્ટોન અનિયમિત જીવનશૈલી, ખરાબ ખાનપાન, ઓછું પાણી પીવાથી થાય છે.
  • દૂધ-દહીં અને લીંબુ પાણી કિડનીને સ્વસ્થ રાખવા માટે મદદરૂપ છે.
  • ઓક્સાલેટયુક્ત ખોરાક ટાળો અને દર કલાકે એક ગ્લાસ પાણી પીઓ.
  • લાંબા સમય સુધી કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ લેવાનું ટાળવું જોઈએ.

Health Tips: કિડની સ્ટોનમાં પેટમાં દુખાવો થાય છે, ખાસ કરીને પેટના નીચેના ભાગમાં ખૂંચે તેવો દુખાવો થાય છે. આમ તો આ વાત દરેક વ્યક્તિ જાણે છે પરંતુ મોટાભાગના લોકો એ નથી જાણતા કે વારંવાર કિડની સ્ટોન બનવાથી કિડની ખરાબ થવાની શક્યતા વધી જાય છે. તેથી કિડનીને હેલ્ધી રાખવા માટે 'આપણે નિષ્ણાતો પાસેતી જાણીશું કે તેનાથી કેવી રીતે બચી શકાય.

કયા કારણોસર થાય છે કિડની સ્ટોનની સમસ્યા?

કિડનીમાં પથરીની સમસ્યા અનિયમિત જીવનશૈલી, ખરાબ ખાનપાન અને ઓછું પાણી પીવાના કારણે થાય છે. આ સિવાય જંક ફૂડનું સેવન, ઓક્સાલેટવાળા ખોરાકનું સેવન અને ડાયટમાં ખૂબ વધારે નમકનો ઉપયોગ પણ આના મુખ્ય કારણોમાંથી એક છે.

આ પણ વાંચો...Best Roti for Health: મકાઈ-જુવાર-બાજરી કે ઘઉં... સૌથી ઝડપથી શેની રોટલી પચે છે, શેમાં હોય છે સૌથી વધુ તાકાત?

કિડનીને હેલ્ધી રાખવા માટે આ ટિપ્સને ફોલો કરો:

  • દૂધ અને દહીંને ડાયટમાં સામેલ કરો: કિડનીને હેલ્ધી રાખવા માટે તમારા ડાયટમાં ડેરી પ્રોડક્ટ્સને સામેલ કરો. તમે એક વાટકી દહીં અથવા એક ગ્લાસ દૂધનું સેવન કરો. આમાં રહેલું નેચરલ કેલ્શિયમ, ફૂડના ઓક્સાલેટને બાઈન્ડ કરે છે અને કિડની સ્ટોનના રિસ્કને કંટ્રોલ કરે છે.
  • લીંબુ પાણી પીઓ: કિડનીને ડિટોક્સ કરવા માટે રોજ સવારે એક ગ્લાસ નવશેકા પાણીમાં લીંબુ નીચોવીને પીઓ. લીંબુમાં રહેલા વિટામિન C અને ડિટોક્સિફાઈંગ ગુણો કિડનીમાં જમા થયેલા વેસ્ટેજને યુરિન દ્વારા ફિલ્ટર કરવામાં મદદ કરે છે.
  • ઓક્સાલેટ રિચ ફૂડ્સ ન ખાઓ: જો તમે કિડનીમાં પથરીની સમસ્યા નથી ઈચ્છતા તો જરૂરી છે કે તમે તમારા ડાયટનું ખાસ ધ્યાન રાખો. તમે તમારા ડાયટમાં પાલક, બદામ, બીટરૂટ, ચોકલેટ, ચા અને સલગમ જેવા ઓક્સાલેટ રિચ ફૂડ્સને સામેલ ન કરો. આ ખોરાક પથરીની સમસ્યાને વધુ ઝડપથી વધારી શકે છે.
  • દર કલાકે એક ગ્લાસ પાણી પીઓ: કિડનીમાં પથરી ન થાય એટલા માટે પાણી ખૂબ પીઓ, દર કલાકે એક ગ્લાસ પાણીનું સેવન કરો. પાણી પીવાથી શરીરમાં જમા થયેલા ટોક્સિન્સ (ઝેરી તત્વો) સરળતાથી નીકળી જાય છે, જેનાથી પથરીની સમસ્યા ટળી જાય છે.
  • કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ લાંબા સમય સુધી ન લો: જો તમે કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ લો છો તો તેનો ઉપયોગ વધારે ન કરો. ડૉક્ટરની સલાહ પર જ તેનો ઉપયોગ કરો કારણ કે તેનાથી પણ પથરીની સમસ્યા વધે છે.

ડિસ્ક્લેમર: આ માહિતી સંશોધન અભ્યાસો અને નિષ્ણાતોના અભિપ્રાય પર આધારિત છે. તેને તબીબી સલાહનો વિકલ્પ માનશો નહીં. કોઈપણ નવી પ્રવૃત્તિ કે કસરત અપનાવતા પહેલા તમારા ડોક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ જરૂર લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

Frequently Asked Questions

કિડનીમાં પથરી થવાના મુખ્ય કારણો કયા છે?

અનિયમિત જીવનશૈલી, ખરાબ ખાનપાન, ઓછું પાણી પીવું, જંક ફૂડનું સેવન, ઓક્સાલેટવાળા ખોરાક અને ડાયટમાં વધુ નમક આના મુખ્ય કારણો છે.

કિડનીને સ્વસ્થ રાખવા માટે આહારમાં શું સમાવવું અને શું ટાળવું જોઈએ?

કિડનીને હેલ્ધી રાખવા માટે દૂધ અને દહીંનો આહારમાં સમાવેશ કરો. પાલક, બદામ, બીટરૂટ, ચોકલેટ અને સલગમ જેવા ઓક્સાલેટ રિચ ફૂડ્સ ટાળો.

કિડની સ્ટોનથી બચવા માટે પાણી અને લીંબુ પાણીનું શું મહત્વ છે?

દર કલાકે એક ગ્લાસ પાણી પીવાથી ટોક્સિન્સ સરળતાથી નીકળી જાય છે. લીંબુ પાણી પીવાથી કિડનીમાં જમા થયેલા વેસ્ટેજ યુરિન દ્વારા ફિલ્ટર થાય છે.

કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ લેવા અંગે શું કાળજી રાખવી જોઈએ?

કેલ્શિયમ સપ્લિમેન્ટ્સનો ઉપયોગ લાંબા સમય સુધી ન કરવો જોઈએ. ડોક્ટરની સલાહ પર જ તેનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે તેનાથી પથરીની સમસ્યા વધી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
Advertisement

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
Embed widget