શોધખોળ કરો

હવે સિગારેટની જેમ સમોસા અને જલેબી પર હશે 'વોનિંગ', કેમ સરકાર ઉઠાવી રહી છે આ પગલું?

એવું માનવામાં આવે છે કે ફાસ્ટ ફૂડ પર પ્રતિબંધ મૂકવાને બદલે સરકાર લોકોને ચેતવણી બોર્ડની મદદથી તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની સલાહ આપશે.

હવે જલેબી અને સમોસાનની સાથે આરોગ્યને લઇને ‘વોનિંગ’ આપવામાં આવશે.  ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે દેશભરની કેન્દ્રીય સંસ્થાઓને "તેલ અને સુગર બોર્ડ" લગાવવાનો આદેશ આપ્યો છે. એટલે કે, હવે વિક્રેતાઓએ જણાવવું પડશે કે તેઓ જે નાસ્તો પીરસી રહ્યા છે તે સ્વાસ્થ્યને કેટલું નુકસાન પહોંચાડે છે અથવા તેમાં કેટલી સુગર અથવા અન્ય કોઈ પદાર્થ છે.

આ પગલું જંક ફૂડને સિગારેટ જેટલું ખતરનાક જાહેર કરવાની શરૂઆત છે. ટૂંક સમયમાં લાડુ, વડાપાંવ અને પકોડા જેવા સ્વાદિષ્ટ નાસ્તા પાછળ ‘વોનિંગ બોર્ડ’ જોવા મળશે, જે તમને વિચારવા માટે મજબૂર કરશે. ઉદાહરણ તરીકે, જો તમને ખબર પડે કે સમોસામાં કેટલું તેલ છે, તો શું તમે બીજું ખાતા પહેલા બે વાર વિચારશો નહીં?

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, એઈમ્સ નાગપુરે આ આદેશની પુષ્ટી કરી છે. ટૂંક સમયમાં આ ચેતવણી બોર્ડ ત્યાંની કેન્ટીન અને જાહેર સ્થળોએ લગાવવામાં આવશે.

કાર્ડિયોલોજિકલ સોસાયટી ઓફ ઈન્ડિયાના નાગપુર ચેપ્ટરના પ્રમુખ અમર અમાલેએ જણાવ્યું હતું કે, "ફૂડ લેબલિંગને સિગારેટ ચેતવણીઓ જેટલું ગંભીર બનાવવાનું આ પહેલું પગલું છે. સુગર અને ટ્રાન્સ ફેટ હવે નવું 'તમાકુ' છે. લોકોને જાણવાનો અધિકાર છે કે તેઓ શું ખાઈ રહ્યા છે."

એવું માનવામાં આવે છે કે ફાસ્ટ ફૂડ પર પ્રતિબંધ મૂકવાને બદલે સરકાર લોકોને ચેતવણી બોર્ડની મદદથી તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની સલાહ આપશે. તેનો અર્થ એ કે હવે દરેક સ્વાદિષ્ટ નાસ્તામાં એક બોર્ડ હશે, "ખાઓ, પણ સાવચેત રહો."

ભારતમાં સ્થૂળતાનો રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એક અંદાજ મુજબ, 2050 સુધીમાં 44.9 કરોડ ભારતીયો સ્થૂળતાનો ભોગ બનશે. આ પછી ભારત આ બાબતમાં ફક્ત અમેરિકાથી પાછળ રહેશે. હાલમાં શહેરી વિસ્તારોમાં દરેક પાંચમો પુખ્ત સ્થૂળતાથી પીડાઈ રહ્યો છે. ખરાબ ખાવાની આદતો અને ઓછી શારીરિક પ્રવૃત્તિને કારણે બાળકોમાં સ્થૂળતા પણ વધી રહી છે. આ આંકડા ચિંતાજનક છે.            

આરોગ્ય મંત્રાલયનું આ પગલું ખાવા-પીવાની આદતો પર નજર રાખવાનો પ્રયાસ છે. આ બોર્ડ ફક્ત ચેતવણીઓ જ નહીં પરંતુ લોકોને તેમના સ્વાસ્થ્ય વિશે વિચારવાની તક પણ આપશે.                      

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
Embed widget