Hair Fall: ગરમીમાં આ ચાર ભૂલના કારણે ખરવા લાગે છે તમારા વાળ, જાણો વિગતે
Hair Fall: આ સીઝનમાં વાળ ખરવા લાગે છે. ઘણી વખત ઉનાળામાં વાળ ખરવાના કારણો પણ જાણતા નથી
Summer Hairfall: કાળા અને જાડા વાળ આપણા વ્યક્તિત્વને જ નિખારે છે પરંતુ આત્મવિશ્વાસમાં પણ વધારો કરે છે. પરંતુ ઉનાળો આવતા જ વાળ સંબંધિત સમસ્યાઓ વધી જાય છે. આ સીઝનમાં વાળ ખરવા લાગે છે. ઘણી વખત ઉનાળામાં વાળ ખરવાના કારણો પણ જાણતા નથી. પરંતુ સતત વાળ ખરવાને કારણે સ્કેલ્પ ખાલી થઈ જાય છે અને નવા વાળ વધવા મુશ્કેલ બની જાય છે.
જો કે સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે ઉનાળામાં વાળ ખરવાનું કારણ આપણી કેટલીક ભૂલો હોઈ શકે છે. આ લેખમાં, અમે તમને તે ભૂલો વિશે જણાવીશું જેના કારણે વાળ ખરતા વધુ વધે છે.
સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવું
કેટલાક લોકોને કામકાજના કારણે કાળઝાળ ગરમીમાં બહાર જવું પડે છે. આવી સ્થિતિમાં તેમના વાળ સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે છે. જેના કારણે સૂર્યના યુવી કિરણો વાળના ભેજને શોષી લે છે અને વાળ પણ નિર્જીવ બની જાય છે. જો તમે ક્યાંક બહાર જઈ રહ્યા હોવ તો તમારા વાળને સ્કાર્ફથી સુરક્ષિત કરો.
ડેન્ડ્રફ હોવું
આ સીઝનમાં સૌથી વધુ પરસેવો થાય છે. આ કારણે આપણા વાળમાં બેક્ટેરિયા સરળતાથી વધે છે. જેના કારણે વાળમાં વારંવાર ડેન્ડ્રફ થાય છે. જેના કારણે વાળ ધીરે ધીરે ખરવા લાગે છે.
વાળને ટાઇટ બાંધવા
ઉનાળામાં વાળને ટાઇટલ બાંધવાથી પણ વાળ ખરવા લાગે છે. વાસ્તવમાં, જ્યારે આપણે ઉનાળામાં આપણા વાળને ચુસ્ત રીતે બાંધીએ છીએ, ત્યારે પરસેવો આપણા વાળમાં ફસાઈ જાય છે. જેના કારણે માથાની ચામડી પર બેક્ટેરિયા વધવા લાગે છે અને વાળના ફોલિકલ્સ નબળા પડી જાય છે.
વાળ ધોવા
ઉનાળામાં આપણા વાળ ધૂળ, ગંદકી અને પરસેવાના કારણે ચીકણા થઈ જાય છે. તેથી સમય સમય પર વાળ ધોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ ખાસ ધ્યાન રાખો કે જો તમે દરરોજ શેમ્પૂથી વાળ ધોતા હોવ તો તેનાથી પણ વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )