શોધખોળ કરો

Hantavirus: શું બ્રેસ્ટ મિલ્ક અને સ્પર્મ દ્વારા પણ ફેલાઈ શકે છે હંતા વાયરસ? જાણો શું કહે છે એક્સ્પર્ટ

રિસર્ચમાં એવો સંકેત આપવામાં આવ્યો હતો કે એન્ડીઝ વાયરસમાં સેક્સ્યુઅલ ટ્રાન્સમિશનની શક્યતા હોઈ શકે છે, પરંતુ અત્યાર સુધી એવો કોઈ સત્તાવાર અને પુષ્ટિ થયેલો કેસ સામે આવ્યો નથી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હંતા વાયરસના સ્પર્મ અને બ્રેસ્ટ મિલ્ક દ્વારા ફેલાવાના દાવા અંગે ચિંતા.
  • વર્ષ 2023ના સંશોધનમાં સ્પર્મમાં વાયરલ RNA મળ્યું, પણ જીવંત વાયરસ નહીં.
  • માતાના બ્રેસ્ટ મિલ્કમાં વાયરસ મળ્યો, પરંતુ સંક્રમણ દુર્લભ ગણાય છે.
  • નિષ્ણાતો કહે છે કે HIV અને હંતા વાયરસમાં મોટો ફરક છે.
Hantavirus Infection:  હંતા વાયરસ અંગે આ દિવસોમાં નવી ચિંતા સામે આવી રહી છે. સોશિયલ મીડિયા અને અનેક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ખતરનાક વાયરસ બ્રેસ્ટ મિલ્ક અને સ્પર્મ દ્વારા પણ ફેલાઈ શકે છે. આ દાવાઓ પછી ખાસ કરીને નાના બાળકો અને ગર્ભવતી મહિલાઓ ધરાવતા પરિવારોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. જોકે નિષ્ણાતોનું કહેવું છે કે, આવા કેસ ખૂબ જ દુર્લભ છે અને સંપૂર્ણ માહિતી વગર ગભરાવાની જરૂર નથી.
 
આ ચર્ચાની શરૂઆત કેવી રીતે થઈ?
આ ચર્ચાની શરૂઆત વર્ષ 2023માં જર્નલ Viruses માં પ્રકાશિત થયેલી એક સ્ટડી પછી થઈ હતી. આ સંશોધનમાં જાણવા મળ્યું કે, ઉંદરોથી ફેલાતા એન્ડીઝ સ્ટ્રેનનું વાયરલ RNA માનવીના સ્પર્મમાં સાજા થયા પછી પણ ઘણા વર્ષો સુધી રહી શકે છે.
 
સ્વિટ્ઝર્લેન્ડની Spiez Laboratory ના વૈજ્ઞાનિકોએ પોતાના અભ્યાસમાં જણાવ્યું હતું કે, એન્ડીઝ વાયરસ પુરુષ પ્રજનન તંત્રમાં લાંબા સમય સુધી ટકી શકે છે, બિલકુલ એ જ રીતે જેમ Ebola અને Zika Virus Disease જેવા કેટલાક અન્ય વાયરસ રહેતા હોય છે.
 
રિસર્ચમાં એવો સંકેત આપવામાં આવ્યો હતો કે એન્ડીઝ વાયરસમાં સેક્સ્યુઅલ ટ્રાન્સમિશનની શક્યતા હોઈ શકે છે, પરંતુ અત્યાર સુધી એવો કોઈ સત્તાવાર અને પુષ્ટિ થયેલો કેસ સામે આવ્યો નથી.
 
શું સાજા થયા પછી પણ ઈન્ફેક્શન ફેલાઈ શકે?
 
Indian Medical Association રિસર્ચ સેલના કન્વીનર Dr. Rajeev Jayadevan એ HealthandMe સાથેની વાતચીતમાં જણાવ્યું કે, રિકવરી પછી સ્પર્મમાં વાયરસનું RNA મળવું કોઈ નવી વાત નથી.
તેમના જણાવ્યા મુજબ, ઓછામાં ઓછા 27 અલગ-અલગ વાયરસમાં આવું જોવા મળ્યું છે. તેમણે સમજાવ્યું કે ટેસ્ટિસ શરીરનો એવો ભાગ છે, જે ઘણી હદ સુધી ઇમ્યુન સિસ્ટમથી સુરક્ષિત રહે છે. તેથી કેટલાક વાયરસ ત્યાં લાંબા સમય સુધી ટકી શકે છે.
 
જોકે તેમણે સ્પષ્ટ કર્યું કે સંશોધનમાં ફક્ત વાયરલ RNA મળ્યું હતું, જીવંત વાયરસ નહીં. એટલે કે, હાલ સુધી એવો કોઈ પુરાવો નથી કે રિકવરી પછી પણ આ વાયરસ અન્ય લોકોને સંક્રમિત કરી શકે છે.
 
શું બ્રેસ્ટ મિલ્ક અંગે પણ ચિંતા છે?
 
બ્રેસ્ટ મિલ્કને લઈને પણ એક સ્ટડી પછી ચિંતા વધી હતી. Centers for Disease Control and Prevention ના જર્નલ Emerging Infectious Diseases માં પ્રકાશિત એક રિસર્ચ મુજબ ચિલીની એક સંક્રમિત માતાના બ્રેસ્ટ મિલ્કમાં એન્ડીઝ વાયરસનું જિનોમ અને પ્રોટીન મળ્યું હતું. રિસર્ચર્સનું માનવું હતું કે, તેનાથી માતાથી બાળકમાં વાયરસ ફેલાવાની શક્યતા હોઈ શકે છે.
 
સામાન્ય લોકોને વધુ ડરવાની જરૂર નથી
 
D. Y. Patil Vidyapeeth ના પ્રોફેસર અને એપિડેમિયોલોજિસ્ટ Dr. Amitav Banerjee એ જણાવ્યું કે, આવા કેસ અત્યંત ઓછા છે.તેમણે કહ્યું કે, બ્રેસ્ટ મિલ્ક દ્વારા હંતા વાયરસ ફેલાવાના કેસ બહુ જ દુર્લભ છે અને સામાન્ય લોકોને વધુ ગભરાવાની જરૂર નથી. ડૉ. અમિતાવના જણાવ્યા મુજબ, બીમારીના શરૂઆતના તબક્કામાં જ્યારે તીવ્ર તાવ હોય ત્યારે માતા થોડા સમય માટે બ્રેસ્ટફીડિંગ રોકી શકે છે, કારણ કે તે સમયે વાયરલ લોડ વધુ હોય છે. પરંતુ માત્ર ભયના કારણે કાયમ માટે બ્રેસ્ટફીડિંગ બંધ કરવું યોગ્ય માનવામાં આવતું નથી.
 
હંતા વાયરસ અને HIV વચ્ચે મોટો ફરક
 
નિષ્ણાતોનું કહેવું છે કે HIV/AIDS અને હંતા વાયરસ વચ્ચે મોટો તફાવત છે. HIV લાંબા સમય સુધી શરીરના પ્રવાહીઓમાં ટકી રહે છે, જ્યારે હંતા વાયરસ સામાન્ય રીતે રિકવરી પછી શરીરમાંથી સમાપ્ત થઈ જાય છે.  ડૉ. અમિતાવ બનર્જીએ વધુમાં જણાવ્યું કે RT-PCR ટેસ્ટ ખૂબ જ સંવેદનશીલ હોય છે અને ઘણીવાર વાયરસના મૃત કણોને પણ શોધી લે છે. તેથી જો કોઈ ટેસ્ટમાં વાયરલ મટીરિયલ મળી આવે, તો તેનો અર્થ હંમેશા એવો નથી કે વ્યક્તિ હજુ પણ અન્ય લોકોને સંક્રમિત કરી શકે છે. હાલમાં નિષ્ણાતો પાસે એવો કોઈ મજબૂત પુરાવો નથી જે સાબિત કરે કે રિકવરીના લાંબા સમય બાદ હંતા વાયરસ સેક્સ્યુઅલી ફેલાઈ શકે છે.
 
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

Frequently Asked Questions

શું હંતા વાયરસ બ્રેસ્ટ મિલ્ક અને સ્પર્મ દ્વારા ફેલાઈ શકે છે?

એક અભ્યાસમાં જોવા મળ્યું છે કે હંતા વાયરસનું RNA સ્પર્મમાં રહી શકે છે, પરંતુ જીવંત વાયરસ મળ્યા નથી. બ્રેસ્ટ મિલ્કમાં પણ વાયરસ મળ્યો છે, પરંતુ આ કેસ દુર્લભ છે.

શું સાજા થયા પછી પણ હંતા વાયરસ ફેલાઈ શકે છે?

રિકવરી પછી સ્પર્મમાં વાયરલ RNA મળવું સામાન્ય છે, પરંતુ જીવંત વાયરસના પુરાવા નથી. આનો અર્થ એ નથી કે વ્યક્તિ હજુ પણ સંક્રમિત કરી શકે છે.

શું બ્રેસ્ટ મિલ્ક દ્વારા હંતા વાયરસ ફેલાવાના કેસ સામાન્ય છે?

બ્રેસ્ટ મિલ્ક દ્વારા હંતા વાયરસ ફેલાવાના કેસ અત્યંત દુર્લભ છે. ગભરાવાની જરૂર નથી, પરંતુ બીમારીના શરૂઆતના તબક્કામાં થોડા સમય માટે બ્રેસ્ટફીડિંગ રોકી શકાય છે.

હંતા વાયરસ અને HIV વચ્ચે શું તફાવત છે?

HIV લાંબા સમય સુધી શરીરમાં રહે છે, જ્યારે હંતા વાયરસ સામાન્ય રીતે રિકવરી પછી શરીરમાંથી નીકળી જાય છે. RT-PCR ટેસ્ટ મૃત વાયરસના કણો પણ શોધી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
EPFO 2026 Changes: UPI-ATMથી પીએફના પૈસા ઉપાડવા, ઓટો ટ્રાન્સફર, જાણો EPFOના પાંચ મોટા ફેરફાર
EPFO 2026 Changes: UPI-ATMથી પીએફના પૈસા ઉપાડવા, ઓટો ટ્રાન્સફર, જાણો EPFOના પાંચ મોટા ફેરફાર
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
Embed widget