શું આપ સમોસા ખાવાના શોખિન છો? તો સાવધાન, આ નુકસાન જાણી લો, થઇ શકે છે આ સમસ્યા
Harmful Effects of Samosa : સમોસા ભલે ખૂબ જ સ્વાદિષ્ટ હોય પરંતુ તે હેલ્ધી ફૂડ બિલકુલ નથી. તેના સેવનથી તમારા શરીરને થોડું નુકસાન થઈ શકે છે. આવો જાણીએ આ વિશે
Harmful Effects of Samosa : સમોસા ભલે ખૂબ જ સ્વાદિષ્ટ હોય પરંતુ તે હેલ્ધી ફૂડ બિલકુલ નથી. તેના સેવનથી તમારા શરીરને થોડું નુકસાન થઈ શકે છે. આવો જાણીએ આ વિશે
વરસાદમાં સમોસાનો સ્વાદ બમણો થઈ જાય છે. પરંતુ તેના સેવનથી શરીરને ઘણું નુકસાન થાય છે. તેથી સમોસાનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઇએ. ખાસ કરીને સમોસામાં વપરાતો મેંદાનો લોટ ખૂબ જ હાનિકારક છે. તેથી શક્ય હોય મેંદાના લોટને અવોઇડ કરવો જોઇએ. તો ચાલો જાણીએ સમોસા ખાવાથી શરીરને શું નુકસાન થઇ શકે છે.
સમોસાના સેવનથી શરીરને નુકસાન થાય છે
હૃદયરોગનું જોખમ
સમોસા ઓઇલી હોવાથી ખૂબ જ ચરબી હોય છે. આ સિવાય બજારમાં મળતા સમોસા આવા તેલમાં તળવામાં આવે છે, જેને વારંવાર ગરમ કરવામાં આવે છે. આ પ્રકારના તેલનું સેવન કરવાથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું સ્તર વધી શકે છે, જેના કારણે હાર્ટ એટેક અને બ્લોકેજની સમસ્યા થઈ શકે છે.
વધુ પડતી કેલરી
સમોસામાં કેલરીની માત્રા ઘણી વધારે હોય છે. આવી સ્થિતિમાં જો તમે રોજ સમોસા ખાઓ છો તો તમારી સ્થૂળતા ઘણી વધી શકે છે. નિષ્ણાતોના મતે 1 સમોસામાં લગભગ 262 કેલરી હોય છે.
ચરબી વધારવાની સમસ્યા
વધુ પડતા સમોસા ખાવાથી શરીરની ચરબી નોંધપાત્ર રીતે વધી શકે છે. તેમાં ટ્રાન્સ ફેટ હોય છે જે હૃદય રોગ, સ્થૂળતા વગેરે જેવી અનેક સમસ્યાઓનું કારણ છે.
ત્વચાને નુકસાન પહોંચાડે છે
સમોસામાં બટેટા, મેંદા અને તેલનો ઘણો ઉપયોગ થાય છે. આ બધી વસ્તુઓ તમારી ત્વચા માટે હેલ્ધી નથી ગણાતી. તેનું વધુ પડતું સેવન કરવાથી તમારી ત્વચા પર કરચલીઓ અને પિમ્પલ્સ થઈ શકે છે. સમોસાનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી. તેથી તેનું સેવન મર્યાદિત માત્રામાં કરો. તેનું વધુ સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર, સ્થૂળતા, ચામડીના રોગો થઈ શકે છે.
વજન ઘટાડવા માટે આ ડગલા રોજ ચાલો
- વજન ઘટાડવા માટે આ ડગલા રોજ ચાલો
- બેસ્ટ વોકથી ચરબી ઘટે છે.
- હાર્ટની બીમારીનું જોખમ ટળે છે
- ઓછામાં ઓછું દસ મિનિટ વોક કરવું
- લંચ અને ડિનર બાદ વોક જરૂર કરો
- ચાલતા સમયે વધુ ભારે વજન ન ઉઠાવો
- લિફ્ટ નહિં સીઢિયો ચઢવાની આદત પાડો
- વેઇટ લોસ માટે 10 હજાર સ્ટેપ ચાલો
- વોકિંગથી અનેક રોગોથી મળે છે મુક્તિ
- ડિપ્રેશન પણ વોકિંગથી દૂર થાય છે.
Disclaimer: એબીપી ન્યૂઝ આ લેખમાં ઉલ્લેખિત પદ્ધતિઓ, અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને ફક્ત સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા નિષ્ણાંતની સલાહ અવશ્ય લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )