Beauty Care Tips: આંખોની નીચે બ્લેક સર્કલ થઇ ગયા છે? જાણો કારણો અને ઉપાય
Beauty Care Tips:આંખોની નીચે ડાર્ક સર્કલ ઘણા કારણોસર થઈ શકે છે, જેમ કે ઉંમર વધવી, મોબાઈલ-કોમ્પ્યુટરનો વધુ પડતો ઉપયોગ, ડીહાઈડ્રેશન અને ઉંઘનો અભાવ. ટામેટા, એલોવેરા જેલ અને ગ્રીન ટી જેવા ઘરેલું ઉપચાર ડાર્ક સર્કલ ઘટાડવામાં મદદ કરી શકે છે.
Beauty Care Tips: આજકાલ મોટાભાગના લોકોમાં આંખોની નીચે ડાર્ક સર્કલ જોવા મળે છે. સૂર્યપ્રકાશનો વધુ પડતો સંપર્ક તમારી આંખોની આસપાસ અંધકારનું કારણ બની શકે છે. જો કે, આ એકમાત્ર કારણ નથી, અન્ય ઘણા કારણો પણ છે. ચાલો જાણીએ આંખોની નીચે ડાર્ક સર્કલ થવા પાછળના કેટલાક કારણો.
ડાર્ક સર્કલ થવાના કારણો
1.ઉંમર વધવાની સાથે ત્વચા પાતળી થવા લાગે છે. ઉપરાંત, ચરબી અને કોલેજનની ઉણપથી આંખોની નીચે ડાર્ક સર્કલ થાય છે.
2.વધુ પડતા મોબાઈલ, કોમ્પ્યુટરના ઉપયોગથી આંખોની નીચે ડાર્ક સર્કલ થઈ શકે છે. રોજિંદા સ્ટ્રેસના કારણે, રક્તવાહિનીઓ મોટી થઈ જાય છે અને તેના કારણે આંખોની આસપાસની ત્વચા કાળી થઈ જાય છે.
3.ડિહાઇડ્રેશન એ બીજું કારણ છે. જો શરીરને યોગ્ય રીતે હાઇડ્રેટેડ રાખવામાં ન આવે તો આંખો નીચે ડાર્ક સર્કલ દેખાય છે.
4.આંખોને વારંવાર ઘસવાથી ડાર્ક સર્કલ થઈ શકે છે. આંખોની આસપાસની ત્વચા ખૂબ જ નાજુક હોય છે.
5 શરીરમાં લોહીની ઉણપને કારણે આંખો પણ થાકેલી દેખાય છે. લોહીની ઉણપને કારણે આંખોની આસપાસ ડાર્કનેસ થઇ જાય છે.
આંખો હેઠળ ડાર્ક સર્કલ કેવી રીતે અટકાવવા?
ટામેટાં
ટામેટાંનો રસ કાઢીને કોટન બોલની મદદથી આંખોની આસપાસ લગાવો. 10 મિનિટ પછી પાણીથી ધોઈ લો.
એલોવેરા જેલ
અધ્યયન દર્શાવે છે કે, એલોવેરામાં એવા ગુણધર્મો છે જે આંખની સોજા અને શુષ્કતાને ઘટાડવામાં મદદ કરે છે. અઠવાડિયામાં બે થી ત્રણ વખત આંખોની આસપાસ એલોવેરા જેલ લગાવવાથી ડાર્ક સર્કલ દૂર થઈ શકે છે.
ગ્રીન ટી
ટી બેગમાં ગ્રીન ટી ભરો અને ને તેને 20 મિનિટ માટે રેફ્રિજરેટરમાં રાખો. પછી તેને 10-15 મિનિટ માટે આંખો પર રાખો. બાદમાં ધોઈ લો. આપ બટાટાનો રસ અને એલોવ જેલ મિક્સ કરીને પણ ડાર્ક સર્કલ પર લગાવી શકો છો. આ પણ કારગર ટિપ્સ છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો
રોજ સવારે કરો આ 5 યોગ, વજનમાં થશે ઘટાડો અને બીમારીઓ રહેશે દૂર
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )