Health Tip: ઉનાળામાં વરદાન છે સાકર ટેટી,તેના ફાયદા જાણશો તો આજે કરવા લાગશો સેવન
Health Tip: ગરમીની સિઝનમાં તરબૂચ, સાકર ટેટીના સેવનને સ્વાસ્થ્ય માટે હિતકારી માનવામાં આવે છે. સાકર ટેટીમાં 95 ટકા પાણી હોવાથી તે શરીરને હાઇડ્રેઇટ રાખે છે. આ અમૃતફળના બીજા ફાયદા જાણવા જેવા છે.

Health Tip: ગરમીની સિઝનમાં સાકર ટેટીને વરદાન સમાન મનાય છે. તે શરીરને હાઇડ્રેટ રાખે છે. 100 ગ્રામ સાકર ટેટી લેવાથી 0.8 પ્રોટીન મળે છે. તેમાં 95ટકા પાણી છે. જે શરીરને હાઇડ્રેઇટ રાખવામાં મદદરૂપ થાય છે. તેમાં રહેલું પોટેશ્યિમ થકાવટને દૂર કરે છે. ગરમીની સિઝનમાં આવતી સાકર ટેટી પોષણનો ખજાનો છે. સાકર ટેટીના સેવનથી સ્વાસ્થ્ય અને સૌંદર્ય સંબંધિત અનેક ફાયદા મળે છે.
- શક્કર ટેટી પાણીની પૂર્તિ કરે છે. તેમાં મોજૂદ વિટામિન મિનરલ્સ આપને દિવસભર ઊર્જાવાન રાખે છે. શક્કર ટેટી આપની ત્વચાને પણ હાઇડ્રેઇટ રાખે છે.
- શક્કર ટેટીમાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં છે.જે વધતી ઉંમરની અસરોને ઓછી કરે છે. તણાવ ઓછો કરે છે, સ્કિનને યંગ રાખવમાં મદદ કરે છે.
- નિયમિત રીતે શક્કરટેટી ખાવાથી હાર્ટ અટેકનું જોખમ ઘટે છે. તે રક્ત નળીમાં લોહી જામવા નથી દેતું.
- શક્કર ટેટીનું સેવન જ નહી તેને ચહેરા પર લગાવવાથી પણ ફાયદો થાય છે. સ્કિન હાઇડ્રેઇટ રહેવાની સાથે સ્કિન ટેનથી પણ છુટકારો મળે છે
- શક્કર ટેટીમાં મોજૂદ વિટામિન એ, આંખો અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. જેમાં બીટા કેરોટીન પણ મળે છે. જે આંખો માટે ખૂબ જ પ્રભાવી છે.
- જો પણ વજન ઓછું કરવા ઇચ્છો છો તો શક્કર ટેટી આપના માટે ખૂબ જ ઉપયોગી ફળ છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. તેમાં પાણી પણ ભરપૂર છે ઉપરાંત શર્કરાની માત્રા ઓછી છે જે વજન વધતું રોકે છે.
આંખની રોશની
આંખો માટે સક્કર ટેટી ખૂબ ઉપયોગી છે. આંખોના મહત્વના હિસ્સા એવા રેટિનાનો ઉંમર વધતાં ઘસારો થાય છે.. સક્કર ટેટીમાં ઝેક્સેન્થીન નામનું એન્ટિ-ઓક્સિડન્ટ આવેલું છે, જે આ ઘસારાને અટકાવે છે. દિવસમાં બેથી ત્રણવાર સાકર ટેટી ખાવાથી આંખનો આ ઘસારો થતો અટકે છે. સાકર ટેટીમાં બીટા કેરાટીન છે, જે આંખોની રોશની માટે હિતકારી છે.
ગ્લોઇંગ સ્કિન
આ ફળ સ્કિને હાઇડ્રેઇટ રાખે છે. રોજ એક વાટકી સાકર ટેટી લેવાથી સ્કિન ગ્લોઇંગ બને છે. સ્કિનનું મોશ્ચર બની રહે છેત હેર માટે આ એક કુદરતી કન્ડીશનર છે. એસિડીટીની સમસ્યામાં પણ રામબાણ ઇલાજ છે.
પાચનતંત્રમાં સુધાર
સાકર ટેટી રેસાયુક્ત અને પાણીથી ભરપૂર હોવાથી પાચન સંબંધિત સમસ્યામાં પણ એક ઔષધ સમાન છે. સાકર ટેટીના સેવનથી કબજિયાતની સમસ્યા દૂર કરી શકાય છે.
Disclaimer- સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )





















