શોધખોળ કરો

Health Tips: તો શું હવે હળદર ખાવી પણ જોખમી છે? નવા રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

Health Tips: આયુર્વેદિક ગુણોથી ભરપૂર હળદર પર કરવામાં આવેલા સંશોધનમાં ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે, જેમાં જાણવા મળ્યું છે કે ભારતમાં ઉપલબ્ધ હળદરના સેમ્પલમાં લેડનું ખતરનાક સ્તર જોવા મળ્યું છે.

Health Tips: ભારતનો સોનેરી મસાલો એટલે કે હળદર (turmeric)આયુર્વેદિક ગુણોથી ભરપૂર છે અને કોઈપણ શાકભાજી હળદર વિના અધૂરી માનવામાં આવે છે. તે શાકભાજીમાં ઉત્તમ સ્વાદ અને રંગ ઉમેરે છે અને તેનો ઉપયોગ દવાઓમાં પણ થાય છે. તેમાં કર્ક્યુમિન  (curcumin) નામનું એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ જોવા મળે છે, જે શરીરમાં ઓક્સિડેટીવ તણાવ અને બળતરા ઘટાડવામાં મદદ કરે છે.

પરંતુ હળદર પર તાજેતરમાં થયેલા એક સંશોધનમાં ચોંકાવનારી બાબતો સામે આવી છે. વાસ્તવમાં, સાયન્સ ઓફ ધ ટોટલ એન્વાયરમેન્ટ મેગેઝીનમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, ભારતમાં હળદરમાં ખતરનાક લેડ (Lead) મળી આવ્યું છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. તો ચાલો અમે તમને આ અભ્યાસ વિશે જણાવીએ અને તે તમારા સ્વાસ્થ્ય પર કેવી રીતે નકારાત્મક અસર કરી શકે છે.

હળદર પર સંશોધન શું કહે છે?

તાજેતરમાં સાયન્સ ઓફ ધ ટોટલ એન્વાયરમેન્ટ મેગેઝીનમાં હળદર પર એક લેખ પ્રકાશિત થયો છે, જે મુજબ ભારતના પટના અને પાકિસ્તાનના કરાચી અને પેશાવરમાં લીધેલા હળદરના નમૂનાઓમાં લેડનું જોખમી સ્તર જોવા મળ્યું છે. FSSAI ધોરણો અનુસાર, તેમાં 10 માઈક્રોગ્રામ/ગ્રામ કરતાં 200 ગણું વધુ લેડ મળી આવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હળદરમાં લેડનો સ્ત્રોત કદાચ લેડ ક્રોમેટ છે, જેનો ઉપયોગ પેઇન્ટ, પ્લાસ્ટિક, રબર અને સિરામિક કોટિંગમાં થાય છે.

લેડવાળી હળદર ખાવાના ગેરફાયદા

નિષ્ણાતોના મતે લેડ એક એવી ધાતુ છે જે શરીરમાં કેલ્શિયમની જેમ કામ કરે છે અને હાડકામાં જમા થાય છે. લેડનું વધુ પડતું સેવન કરવાથી કિડની, હૃદય અને મગજ પર ગંભીર અસરો થઈ શકે છે. એટલું જ નહીં, તેનાથી હાર્ટ એટેક, કિડની ફેલ્યોર અને સ્ટ્રોકનું જોખમ પણ વધી શકે છે. જો લેડ ધરાવતી હળદરનો ઉપયોગ મોટી માત્રામાં કરવામાં આવે તો તે બાળકોમાં મગજના વિકાસમાં અવરોધ લાવી શકે છે અને પુખ્ત વયના લોકોમાં થાક, હાઈ બ્લડ પ્રેશર અને પાચન સંબંધી સમસ્યાઓનું કારણ બને છે.

કેવા પ્રકારની હળદર પસંદ કરવી

જો તમે તમારી જાતને લેડવાળી હળદરથી બચાવવા માંગતા હોવ તો નિષ્ણાતોનું માનવું છે કે તમારે ઓર્ગેનિક હળદરનો ઉપયોગ કરવો જોઈએ અથવા હળદરના ગાંઠીયા ઘરે લાવીને પછી તેને પીસીને ઉપયોગ કરો. આ ભેળસેળનું જોખમ ઘટાડે છે; બજારમાંથી ખરીદેલી હળદરમાં FSSAI ના પેકેજિંગ ધોરણોને ધ્યાનમાં રાખો.

Disclaimer:  સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive: 'લૈલા મજનુની જેમ...', અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર કર્યો કટાક્ષ
Exclusive: 'લૈલા મજનુની જેમ...', અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર કર્યો કટાક્ષ
મહાકુંભઃ ભાગદોડ બાદ પ્રયાગરાજમાં 5 મોટા ફેરફાર, VVIP પાસ રદ્દ, ગાડીઓની એન્ટ્રી પર પણ રોક
મહાકુંભઃ ભાગદોડ બાદ પ્રયાગરાજમાં 5 મોટા ફેરફાર, VVIP પાસ રદ્દ, ગાડીઓની એન્ટ્રી પર પણ રોક
flight crash: અમેરિકામાં મુસાફર પ્લેન સૈન્યના હેલિકોપ્ટર સાથે ટકરાયું, 19નાં મોત, 64 મુસાફરો હતા સવાર
flight crash: અમેરિકામાં મુસાફર પ્લેન સૈન્યના હેલિકોપ્ટર સાથે ટકરાયું, 19નાં મોત, 64 મુસાફરો હતા સવાર
રાશન કાર્ડ ધારકોને રાશન મળવાનું થઇ જશે બંધ, આ તારીખ સુધી પુરુ કરી લો આ કામ
રાશન કાર્ડ ધારકોને રાશન મળવાનું થઇ જશે બંધ, આ તારીખ સુધી પુરુ કરી લો આ કામ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhi Nirvan Day:આજે 77માં ગાંધી નિર્વાણ દિવસ નીમિત્તે PM મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિGujarat Rain Forecast: ગુજરાત પર ફરી માવઠાનું સંકટ, 2 અને 3 ફેબ્રુઆરી ગુજરાત માટે ભારેBJP Candidate List: નગરપાલિકા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોને લઈને સૌથી મોટા સમાચાર | Abp AsmitaSurendranagar:ચૂંટણી પહેલા કોંગ્રેસ બાદ હવે ભાજપમાં કકળાટ, મહિલા કાર્યકરને શું પડ્યો વાંધો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive: 'લૈલા મજનુની જેમ...', અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર કર્યો કટાક્ષ
Exclusive: 'લૈલા મજનુની જેમ...', અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર કર્યો કટાક્ષ
મહાકુંભઃ ભાગદોડ બાદ પ્રયાગરાજમાં 5 મોટા ફેરફાર, VVIP પાસ રદ્દ, ગાડીઓની એન્ટ્રી પર પણ રોક
મહાકુંભઃ ભાગદોડ બાદ પ્રયાગરાજમાં 5 મોટા ફેરફાર, VVIP પાસ રદ્દ, ગાડીઓની એન્ટ્રી પર પણ રોક
flight crash: અમેરિકામાં મુસાફર પ્લેન સૈન્યના હેલિકોપ્ટર સાથે ટકરાયું, 19નાં મોત, 64 મુસાફરો હતા સવાર
flight crash: અમેરિકામાં મુસાફર પ્લેન સૈન્યના હેલિકોપ્ટર સાથે ટકરાયું, 19નાં મોત, 64 મુસાફરો હતા સવાર
રાશન કાર્ડ ધારકોને રાશન મળવાનું થઇ જશે બંધ, આ તારીખ સુધી પુરુ કરી લો આ કામ
રાશન કાર્ડ ધારકોને રાશન મળવાનું થઇ જશે બંધ, આ તારીખ સુધી પુરુ કરી લો આ કામ
IND vs ENG: ચોથી T20માં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં થઈ શકે છે મોટી ફેરફાર, જુરેલ ઉપરાંત આ ખેલાડી પર લટકી તલવાર
IND vs ENG: ચોથી T20માં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં થઈ શકે છે મોટી ફેરફાર, જુરેલ ઉપરાંત આ ખેલાડી પર લટકી તલવાર
Budget 2025: બજેટમાં રેલવે મુસાફરો માટે થઇ શકે છે મોટી જાહેરાતો, જાણો શું સસ્તુ થશે ભાડુ?
Budget 2025: બજેટમાં રેલવે મુસાફરો માટે થઇ શકે છે મોટી જાહેરાતો, જાણો શું સસ્તુ થશે ભાડુ?
Health Tips: આ પીળા ફળનું કરો સેવન, છૂમંતર થઈ જશે યુરિક એસિડ, જાણો ક્યારે અને કેવી રીતે ખાવું
Health Tips: આ પીળા ફળનું કરો સેવન, છૂમંતર થઈ જશે યુરિક એસિડ, જાણો ક્યારે અને કેવી રીતે ખાવું
Cricket: 12 વર્ષ બાદ રણજી રમવા મેદાનમાં ઉતરેલા કોહલીને મળવા સુરક્ષા ઘેરો તોડી ગ્રાઉન્ડ પર પહોંચી ગયો ફેન, જુઓ વીડિયો
Cricket: 12 વર્ષ બાદ રણજી રમવા મેદાનમાં ઉતરેલા કોહલીને મળવા સુરક્ષા ઘેરો તોડી ગ્રાઉન્ડ પર પહોંચી ગયો ફેન, જુઓ વીડિયો
Embed widget