(Source: ECI/ABP News/ABP Majha)
Health Tips: શિયાળામાં ખજૂર ખાવાથી થાય છે અદભૂત ફાયદા, જાણો તેને ખાવાની સાચી રીત અને માત્રા
Health Tips: ખજૂર એક એવું ફળ છે જે તમારા સ્વાસ્થ્ય માટે ઘણું સારું ફૂડ છે. તેમાં ઘણા પોષક તત્વો મળી આવે છે અને એવું માનવામાં આવે છે કે તે ઘણા રોગોને દૂર કરી શકે છે.
Health Tips: શિયાળાની શરુઆત થઈ ગઈ છે. શિયાળામાં ખજૂર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ઋતુમાં ખજૂર ખાવાથી શરીરમાં અનેક ફાયદાઓ થાય છે. ખજૂરની પ્રકૃતિ ખૂબ જ ઠંડક આપનારી અને ખૂબ જ શાંત હોય છે. આયુર્વેદ અનુસાર ખજૂરનો સ્વાદ મીઠો હોય છે, પરંતુ તે પચવામાં થોડી ભારે હોય છે. જો કે પચ્યા પછી પણ તેની અસર મીઠી હોય છે. ખજૂર શરીરને મજબૂત બનાવવાનું કામ કરે છે. આયુર્વેદ અનુસાર સવારે ખાલી પેટ ખજૂર ખાવાના ઘણાં ફાયદા છે.
પાચનતંત્રને સુધારે છે ખજૂર
ખજૂર એક એવું ફળ છે જે તમારા સ્વાસ્થ્ય માટે ઘણું સારું ફૂડ છે. તેમાં ઘણા પોષક તત્વો મળી આવે છે અને એવું માનવામાં આવે છે કે તે ઘણા રોગોને દૂર કરી શકે છે. અહીં અમે તમને ખજૂરના આવા જ કેટલાક ચમત્કારી ફાયદાઓ વિશે જણાવી રહ્યા છીએ. ખજૂરમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે જે તમારા પાચનતંત્રને દુરસ્ત કરવામાં ઉપયોગી છે. જો પાચન બરાબર હોય તો કબજિયાતની ફરિયાદ રહેતી નથી.
એક દિવસમાં કેટલી ખજૂર ખાવી જોઈએ?
ખજૂરમાં રહેલા ફાઇબર્સ તમારા હૃદયને મજબૂત અને સ્વસ્થ બનાવવાનું પણ કામ કરે છે. ખજૂરમાં પોટેશિયમ પણ હોય છે જે હાર્ટ એટેકના જોખમને ઘણી હદ સુધી ટાળી શકે છે.ખજૂર ખાવાના યોગ્ય સમયની વાત કરીએ તો સવારે વહેલા ઉઠીને ખાલી પેટ ખજૂર ખાવાથી ઘણા ફાયદા થઈ શકે છે. તેને બપોરના નાસ્તા તરીકે પણ ખાઈ શકાય છે અને સૂતી વખતે ઘી સાથે તેનું સેવન કરવાથી પણ ફાયદો થાય છે. હવે સવાલ એ આવે છે કે એક દિવસમાં કેટલી ખજૂર ખાવી જોઈએ તો જવાબ છે કે શરુઆતમાં રોજ માત્ર 2 ખજૂર ખાવી પૂરતી રેહશે. બાદમાં તમે 4 ખજૂર સુધી ખાઈ શકો છો. આનાથી વધુ માત્રામાં ના ખાવી જોઈએ, નહીંતર આડઅસરો પણ જોવા મળી શકે છે.
ખજૂર પલાળીને ખાવાથી વધુ ફાયદો થાય છે
પલાળેલી ખજૂર ખાવાથી તેમાં રહેલા ટેનીન અને ફાઈટીક એસિડ દૂર થઈ જાય છે, જેના કારણે આપણે ખજૂરમાંથી પોષક તત્વોને સરળતાથી શોષી શકીએ છીએ. પલાળીને ખાવાથી, તેઓ પચવામાં સરળ બને છે. તેથી જો તમે ખજૂરનો સ્વાદ અને પોષણ બંને મેળવવા માંગતા હો, તો તેને ખાતા પહેલા આખી રાત એટલે કે 8-10 કલાક પલાળીને રાખો.
ખજૂર બાળકો માટે ફાયદાકારક છે.
ખજૂર ખાવાથી બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધે છે. જે બાળકોનું શરીરનું વજન ઓછું હોય, હિમોગ્લોબિન અને રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો તેમને દરરોજ ખજૂર આપવી ખૂબ જ ઉપયોગી છે. તેને 2 થી 3 મહિના સુધી ખજૂર આપવાથી ફાયદો થાય છે. હંમેશા યાદ રાખો કે ખજૂરની તાસીર ગરમ નથી પરંતુ અત્યંત ઠંડી હોય છે અને તમામ પિત્ત વિકૃતિઓ માટે તે શ્રેષ્ઠ કામ કરે છે.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
આ પણ વાંચો...
lifestyle: પરણેલા પુરુષોએ અવશ્ય ખાવી જોઈએ પલાળેલી કિસમિસ,નબળાઈ થશે દૂર, સ્પર્મ કાઉન્ટ પણ વધારશે
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )