શોધખોળ કરો

કોરોના વાયરસથી ગભરાશો નહીં, સાવચેત રહો, તાવ, થાક અને નબળાઈ અનુભવો તો કરાવો ટેસ્ટ

દેશમાં ફરી એકવાર કોરોના વાયરસની એન્ટ્રી થઈ છે. અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં કેસ (Corona virus india) નોંધાયા છે. કેરળમાં પણ કોરોનાને કારણે ત્રણ મોત થયા છે.

Corona Virus India: દેશમાં ફરી એકવાર કોરોના વાયરસની એન્ટ્રી થઈ છે. અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં કેસ (Corona virus india) નોંધાયા છે. કેરળમાં પણ કોરોનાને કારણે ત્રણ મોત થયા છે. આ વખતે કોરોના JN.1નું નવું વેરિઅન્ટ સામે આવ્યું છે. જે ભારત, અમેરિકા, બ્રિટન, આઈસલેન્ડ, સ્પેન, પોર્ટુગલ, નેધરલેન્ડ અને ચીન સહિત 40 દેશોમાં જોવા મળ્યું છે. ભારતમાં અત્યાર સુધીમાં JN.1 ના લગભગ 21 કેસ મળી આવ્યા છે. જેની સંખ્યા સતત વધી રહી છે. કોરોના ન્યૂ વેરિઅન્ટ JN.1 વિશે સૌથી મોટી ચિંતા એ છે કે તેના લક્ષણો બિલકુલ વાયરલ ફ્લૂ જેવા છે. આવી સ્થિતિમાં, આરોગ્ય નિષ્ણાતો કહે છે કે આપણે ગભરાવાની જગ્યાએ સાવચેતી રાખીને પોતાને સુરક્ષિત કરી શકીએ છીએ. જો તમને પેટની સમસ્યા, છાતીમાં જકડાઈ જવા જેવી સમસ્યાઓ દેખાય છે, તો તમારે તાત્કાલિક પરીક્ષણ માટે જવું જોઈએ. જાણો કોરોનાના નવા પ્રકારના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો...
 
કોરોનાના નવા પ્રકારના લક્ષણો

તાવ
થાક
સુકુ ગળું
નાકમાંથી પાણી પડવુ
માથાનો દુખાવો
ઉધરસ
પેટમાં દુખાવો
છાતીમાં જડતા
ઉલટી અને ઝાડા
સ્નાયુઓમાં નબળાઇ
 
કેવી રીતે સમજવું કે  JN.1 ની ચપેટમાં આવ્યો છો

હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે વાયરલ ફ્લૂના લક્ષણો અને કોરોનાના નવા પ્રકારમાં ઘણી સમાનતા હોવાથી તેને ઓળખવું ખૂબ મુશ્કેલ છે. પરંતુ જો વાયરલ લક્ષણો સાથે ઉબકા અને ભૂખ ન લાગવી જેવી સમસ્યાઓ હોય તો તમે JN.1 ની ચપેટમાં આવ્યા હોઈ શકો છો. આ લક્ષણો ચારથી પાંચ દિવસ સુધી ચાલુ રહે છે, આવી સ્થિતિમાં બેદરકાર રહેવાને બદલે તરત જ જઈને ટેસ્ટ કરાવવો જોઈએ. નિષ્ણાતોના મતે, આ પ્રકાર રોગપ્રતિકારક શક્તિ પર પણ હુમલો કરી રહ્યો છે પરંતુ તેના વિશે સાવચેત રહેવાની અને ગભરાવાની જરૂર નથી.
 
કોરોનાના નવા પ્રકારથી તમારી જાતને કેવી રીતે બચાવવી

1. સ્વચ્છતાનું ધ્યાન રાખો. બહારથી આવ્યા પછી, તમારા હાથને બરાબર ધોઈ લો અને તમારી આંખ, મોં કે નાકને સારી રીતે સાફ કરો.
2. ઉધરસ અથવા શરદીથી પીડિત વ્યક્તિથી ઓછામાં ઓછા બે મીટર દૂર રહો.
3. ફોન અથવા ગેજેટ્સને સેનિટાઇઝ કરતા રહો.
4. જ્યારે તમે ખાંસી કે છીંક કરો ત્યારે તમારું મોં ઢાંકો.
5. બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોએ ભીડમાં જવાનું ટાળવું જોઈએ.
6. જો લક્ષણો દેખાય, તો ડૉક્ટરની સલાહ લો અને બેદરકારી ટાળો.
7. રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે ચાલવાનુ રાખો. સારા વાતાવરણમાં સમય પસાર કરો.
8. તમારા આહારમાં પ્રોટીનયુક્ત ખોરાકનો સમાવેશ કરો. વિટામિન A, C, D, E થી ભરપૂર વસ્તુઓ જ ખાઓ.
9. પીવાનું પાણી ઓછું ન કરો. પાણી સતત પીતા રહેવુ જોઈએ.
 
Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિ, પદ્ધતિઓ અને સૂચનો લાગુ કરતાં પહેલાં, કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

LRD ભરતીનું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ થયું જાહેર, 11,925 ઉમેદવારોની પસંદગી
LRD ભરતીનું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ થયું જાહેર, 11,925 ઉમેદવારોની પસંદગી
હવેથી 'પ્રધાનમંત્રી કાર્યાલય' ઓળખાશે 'સેવા તીર્થ' તરીકે: સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત ઐતિહાસિક નિર્ણય
હવેથી 'પ્રધાનમંત્રી કાર્યાલય' ઓળખાશે 'સેવા તીર્થ' તરીકે: સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત ઐતિહાસિક નિર્ણય
ડૉનાલ્ડ ટ્રમ્પ ટેરિફ ઘટાડી 20 ટકા કરશે, અમેરિકા-ભારત વચ્ચે થશે ટ્રેડ ડીલ, વિદેશી ફર્મનો મોટો દાવો
ડૉનાલ્ડ ટ્રમ્પ ટેરિફ ઘટાડી 20 ટકા કરશે, અમેરિકા-ભારત વચ્ચે થશે ટ્રેડ ડીલ, વિદેશી ફર્મનો મોટો દાવો
SIR ફોર્મમાં ખોટી માહિતી આપવાથી તમે પહોંચી શકો છો જેલ ? આ વાતનું રાખો ખાસ ધ્યાન 
SIR ફોર્મમાં ખોટી માહિતી આપવાથી તમે પહોંચી શકો છો જેલ ? આ વાતનું રાખો ખાસ ધ્યાન 
Advertisement

વિડિઓઝ

Vadodara News: શિનોર તાલુકામાં કોન્ટ્રાક્ટરનું પાપ, નર્મદા નદીના પટમાં ગેરકાયદે રસ્તો બનાવવાનો આરોપ
Rajkot News: રાજકોટમાં શિક્ષણના નામે ફક્ત વાતો, અંગ્રેજી માધ્યમની એકપણ સરકારી શાળા નહીં
Gujarat BJP on Jignesh Mevani : કોંગ્રેસ MLA મેવાણી પર ભાજપના આકરા પ્રહાર
Surat News: માતા-પિતાના નામને કલંકિત કરતી ઘટના, સુરતમાં સગીરાને ધકેલી દેહવિક્રયના ધંધામાં
Gujarat Air Pollution: ગુજરાતના મહાનગરોની હવા બની ઝેરી !
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LRD ભરતીનું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ થયું જાહેર, 11,925 ઉમેદવારોની પસંદગી
LRD ભરતીનું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ થયું જાહેર, 11,925 ઉમેદવારોની પસંદગી
હવેથી 'પ્રધાનમંત્રી કાર્યાલય' ઓળખાશે 'સેવા તીર્થ' તરીકે: સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત ઐતિહાસિક નિર્ણય
હવેથી 'પ્રધાનમંત્રી કાર્યાલય' ઓળખાશે 'સેવા તીર્થ' તરીકે: સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત ઐતિહાસિક નિર્ણય
ડૉનાલ્ડ ટ્રમ્પ ટેરિફ ઘટાડી 20 ટકા કરશે, અમેરિકા-ભારત વચ્ચે થશે ટ્રેડ ડીલ, વિદેશી ફર્મનો મોટો દાવો
ડૉનાલ્ડ ટ્રમ્પ ટેરિફ ઘટાડી 20 ટકા કરશે, અમેરિકા-ભારત વચ્ચે થશે ટ્રેડ ડીલ, વિદેશી ફર્મનો મોટો દાવો
SIR ફોર્મમાં ખોટી માહિતી આપવાથી તમે પહોંચી શકો છો જેલ ? આ વાતનું રાખો ખાસ ધ્યાન 
SIR ફોર્મમાં ખોટી માહિતી આપવાથી તમે પહોંચી શકો છો જેલ ? આ વાતનું રાખો ખાસ ધ્યાન 
Weather Update: ચક્રવાત દિતવાહના કારણે તમિલનાડુમાં ભારે વરસાદ, ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડશે
Weather Update: ચક્રવાત દિતવાહના કારણે તમિલનાડુમાં ભારે વરસાદ, ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડશે
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં આજે થયો મોટો ઘટાડો, જાણો MCX પર શું છે કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં આજે થયો મોટો ઘટાડો, જાણો MCX પર શું છે કિંમત 
Post Office ની આ સ્કીમમાં મળશે  ₹44,995 રિટર્ન, તમારે કરવું પડશે આટલું રોકાણ, જાણો તમામ ડિટેલ્સ
Post Office ની આ સ્કીમમાં મળશે ₹44,995 રિટર્ન, તમારે કરવું પડશે આટલું રોકાણ, જાણો તમામ ડિટેલ્સ
8th Pay Commission: લાખો પેન્શનર્સનું સૌથી મોટું ટેન્શન સરકારે દૂર કર્યું, DA-DR પર સંસદમાં આપ્યો જવાબ ?
8th Pay Commission: લાખો પેન્શનર્સનું સૌથી મોટું ટેન્શન સરકારે દૂર કર્યું, DA-DR પર સંસદમાં આપ્યો જવાબ ?
Embed widget