Blood Pressure: શું સતત પાણી પીવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે? જાણો તેના ફાયદા
હાઈ બ્લડ પ્રેશર ઘણી રીતે જોખમી છે. તેના કારણે હૃદય રોગ, સ્ટ્રોક અને કિડનીના રોગો થઈ શકે છે. જોકે, લાઈફસ્ટાઈલ અને ખોરાકમાં સુધારો કરીને બીપીને કંટ્રોલમાં રાખી શકાય છે.
Water For Blood Pressure: આખા દિવસની દોડધામ અને કામના ચક્કરમાં આપણે યોગ્ય રીતે આપણી કાળજી લઈ શકતા નથી. જેના કારણે ઘણી સમસ્યાઓ થઈ શકે છે. બ્લડ પ્રેશર પણ દિવસમાં ઘણી વાર ઓછું વધુ થતું રહે છે. આ સામાન્ય પ્રક્રિયા છે જેનાથી હૃદય, મગજ અને ફેફસાંને પૂરતું લોહી અને ઓક્સિજન મળે છે.
શરીરની સ્થિતિ અનુસાર પણ બીપી પોતાને એડજસ્ટ કરતું રહે છે. બ્લડ પ્રેશર વધવું કે ઘટવું બંને જોખમી હોઈ શકે છે. તેનાથી હૃદય રોગ, સ્ટ્રોક, કિડનીના રોગો થઈ શકે છે. જોકે, લાઈફસ્ટાઈલ અને ખોરાકમાં સુધારો કરીને બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખી શકાય છે. આમાં પાણી પણ ફાયદાકારક હોઈ શકે છે.
શું સતત પાણી પીવાથી બીપી કંટ્રોલમાં રહે છે?
ડૉક્ટરો અનુસાર, આપણા હૃદયનો લગભગ 73% ભાગ પાણીથી બનેલો છે, તેથી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે પાણીથી વધુ સારી કોઈ વસ્તુ નથી. ઘણા અભ્યાસોમાં પણ સાબિત થયું છે કે પાણીમાં રહેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ બીપી ઘટાડવામાં અસરકારક હોઈ શકે છે, તેથી દરરોજ વધુમાં વધુ પાણી પીવું જોઈએ. હેલ્થ એક્સપર્ટ્સ કહે છે કે જો તમે વધુ પાણી નથી પી શકતા તો તેના બદલે કોઈ હેલ્ધી લિક્વિડ લઈ શકો છો. લીંબુ, કાકડી, તાજા ફળો, હર્બલ ચા, લો સોડિયમ સૂપ, દૂધ, દહીં તમારી ડાયેટમાં સામેલ કરી શકો છો. આનાથી શરીરને જરૂરિયાત મુજબ પાણી મળી જાય છે.
પાણી પીવાથી બ્લડ પ્રેશર કંટ્રોલ કેવી રીતે રહે છે:
- પાણી બ્લડ વેસલ્સને આરામ આપે છે, જેનાથી બ્લડ પ્રેશર ઘટે છે.
- પાણી લોહીને પાતળું કરી નસોમાં લોહીના પ્રવાહને સરળ બનાવે છે, જેનાથી બીપીનું જોખમ ઘટે છે.
- પાણી શરીરમાંથી ટોક્સિક પદાર્થો બહાર કાઢીને બીપીને કંટ્રોલમાં રાખે છે.
- પાણી હૃદયના સ્વાસ્થ્યને સારું રાખે છે, જેનાથી બ્લડ પ્રેશર મેન્ટેન રહે છે.
બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા માટે શું કરવું:
- વજન ઓછું રાખો
- કેલરી વાળા ખોરાકથી દૂર રહો
- રોજ ઓછામાં ઓછી 30 મિનિટ એક્સરસાઇઝ જરૂર કરો. વોકિંગ, સ્વિમિંગ, યોગ, મેડિટેશન કરો
- સ્ટ્રેસ ઘટાડવાનો પ્રયત્ન કરો
- આહારમાં ફળો, શાકભાજી, ઘઉંની વાનગીઓ અને લીન પ્રોટીન જરૂર સામેલ કરો
- વધુ મીઠું અને દારૂથી દૂર રહો
ડિસ્ક્લેમર: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ જરૂર લો.
આ પણ વાંચોઃ
શું તમારું લીવર પણ ફેટી છે? જાણો લક્ષણો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )