(Source: ECI/ABP News/ABP Majha)
Health Risk: કરવટ બદલતા બદલતા વીતી જાય છે રાત,સતત ખંજવાળ આવે છે? ક્યાંક તમારું લીવર ખતરામાં તો નથી
બગડતી જીવનશૈલીની સૌથી ખરાબ અસર લીવર પર પડે છે. આજકલ લીવર સંબંધિત અનેક રોગોનું જોખમ વધી રહ્યું છે. લિવર ડેમેજ અને લિવર સિરોસિસનું જોખમ પણ વધી જાય છે, તેથી સાવધાની રાખવી જોઈએ.
Liver Damage Signs : લીવરનું કામ ખોરાકને પચાવવાનું છે, બ્લડ સુગર લેવલને તંદુરસ્ત રાખવાનું, લોહીના જથાને કંટ્રોલ કરવાનું અને શરીરના કચરાને બહાર નીકાળવાનું છે.આ આપણાં શરીરનું એક મહત્વપૂર્ણ અને મજબૂત અંગ છે. આજકાલ બગડતી જીવનશૈલીની સૌથી ખરાબ અસર લીવર પર પડી રહી છે.લીવર સંબંધિત અનેક રોગોનું જોખમ વધી રહ્યું છે. લિવર ડેમેજ અને લિવર સિરોસિસનું જોખમ પણ વધી જાય છે, તેથી સાવધાની રાખવી જોઈએ.લીવરના નુકસાનના પ્રારંભિક સંકેતો પહળેથી જ દેખાય છે. તેમના પર ધ્યાન આપો અને સ્વસ્થ રહો.
આ દિવસોમાં ઝડપથી બદલાતી જીવનશૈલીના કારણે લોકો અનેક સમસ્યાઓનો શિકાર બની રહ્યા છે. લીવર ડેમેજ એ આ સમસ્યાઓમાંથી એક છે, જેના કારણે આજકાલ ઘણા લોકો પરેશાન છે. લીવર ડેમેજ થવાને કારણે વ્યક્તિને ઘણી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં જો સમયસર તેને જાણવામાં આવે તો ગંભીર પરિણામોથી બચી શકાય છે. તમે આ લક્ષણો દ્વારા લીવરના નુકસાનને ઓળખી શકો છો.
લીવરના નુકસાનના સંકેતો
જો તમને રાત્રે ખૂબ જ ખંજવાળ આવે છે, તો બની શકે છે કે તમારું લિવર ખરાબ થઈ રહ્યું છે. જો લીવરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો શરીરમાં તીવ્ર ખંજવાળ આવે છે, જે રાત્રે સૌથી વધુ પરેશાન કરે છે. આ સમય દરમિયાન પગમાં સૌથી વધુ ખંજવાળ આવે છે. આવી સ્થિતિમાં તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
લીવર ડેમેજ થવાની અસર આ અંગો પર થાય છે
1. લીવરની બીમારીમાં પેટમાં પ્રવાહી જમા થવાથી પેટની આસપાસ સોજો આવી શકે છે.
2. જો દર બીજા દિવસે ઉલટી થાય છે, તો સાવચેત રહેવું જોઈએ, ઉબકા એ લીવર રોગની નિશાની છે. તમારે તરત જ જઈને તપાસ કરાવવી જોઈએ.
3. જો તમને લીવર સંબંધિત સમસ્યા છે તો તમને રાત્રે યોગ્ય રીતે ઊંઘ નથી આવતી. જો તમારી ઊંઘની પેટર્ન બગડે તો તમારા ડૉક્ટર સાથે વાત કરો.
4. લીવરમાં સમસ્યા હોય તો પેશાબનો રંગ બદલાઈ જાય છે. જો આવું થાય, તો તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
લીવરના રોગોથી કેવીરીતે બચવું
1. ચરબીયુક્ત ખોરાક ખાવાનું ટાળો.
2. આલ્કોહોલ કે સિગારેટને સ્પર્શ પણ ન કરો.
3. ખોરાકને સારો બનાવો.
4. ખોરાક હાથ લગાવતા પહેલા હાથને સારી રીતે ધોઈ લો.
5. ડૉક્ટરની સલાહ વગર કોઈ પણ દવા ન લો.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )