શોધખોળ કરો

High Blood Pressure: શિયાળામાં આ કારણોથી વધી જાય છે બ્લડ પ્રેશર, જાણો કેવી કરશો બચાવ

High Blood Pressure:શિયાળાની ઋતુ આવે છે તે તેની સાથે ખાંસી, શરદી, નબળી રોગપ્રતિકારક શક્તિ, સાંધાનો દુખાવો અને અસ્થમા વગેરે જેવી અનેક બીમારીઓ લઈને આવે છે.

High Blood Pressure: શિયાળાની ઋતુ લોકો માટે ખૂબ જ આનંદદાયક હોય છે. જો કે, જ્યારે પણ શિયાળાની ઋતુ આવે છે તે તેની સાથે ખાંસી, શરદી, નબળી રોગપ્રતિકારક શક્તિ, સાંધાનો દુખાવો અને અસ્થમા વગેરે જેવી અનેક બીમારીઓ લઈને આવે છે. પરંતુ એક બીજી સ્વાસ્થ્ય સમસ્યા છે જે ઘણીવાર લોકોને શિયાળામાં પરેશાન કરે છે અને તે છે હાઇપરટેન્શન. સામાન્ય રીતે ઉનાળામાં હાઈ બ્લડ પ્રેશર ઘટે છે અને શિયાળામાં આ સમસ્યા વધી જાય છે. હાઈ બ્લડ પ્રેશર મોટાભાગે રક્ત પરિભ્રમણમાં સમસ્યાઓનું કારણ બને છે, જેના પરિણામે હાર્ટ એટેક જેવી બીમારીઓનું જોખમ પણ વધી જાય છે.

નિષ્ણાતોના મતે, ઠંડીનું વાતાવરણ અથવા આ હવામાનમાં ફેરફારની સીધી અસર બ્લડ પ્રેશર પર પડે છે. 65 અને તેથી વધુ ઉંમરના લોકો હવામાન સંબંધિત બ્લડ પ્રેશરમાં વધઘટ અનુભવે તેવી શક્યતા વધુ હોય છે.

શિયાળામાં બ્લડ પ્રેશર વધે છે તેના કારણો શું છે?

શિયાળાની ઋતુમાં શરીરની ધમનીઓ અને નસો સંકોચાઈ જાય છે. પરિણામે શરીરના અન્ય ભાગોમાં લોહી પહોંચાડવા માટે વધુ બળની જરૂર પડે છે અને તેના કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થાય છે.

વધતું વજન પણ હાઈ બ્લડ પ્રેશરનું કારણ હોઈ શકે છે. વધુમાં વધુ પડતું મીઠું ખાવાથી પણ બ્લડ પ્રેશર વધી શકે છે. સિગારેટ અને આલ્કોહોલનું સેવન પણ હાઈ બ્લડ પ્રેશરનું કારણ બની શકે છે. જો તમને પહેલાથી જ બ્લડ પ્રેશરની સમસ્યા છે તો ડૉક્ટરની સલાહ લો અને સમય-સમય પર તમારું બીપી તપાસતા રહો.

શિયાળામાં બ્લડ પ્રેશરથી પોતાને કેવી રીતે બચાવશો

  1. આહાર પર વધુ ધ્યાન આપો

સારું સ્વાસ્થ્ય જાળવવા માટે આહાર સૌથી મહત્વપૂર્ણ છે, તેથી શિયાળામાં બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે વધુ ખાવ. શિયાળામાં મોટાભાગે ફળો અને શાકભાજીનું સેવન કરો. જો તમે બ્લડ પ્રેશરની સમસ્યાથી પરેશાન છો તો ઓછી ચરબીવાળા ખોરાક, ફળો અને ડેરી ઉત્પાદનોનું વધુ સેવન કરો.

  1. કોફીનો ઓછો ઉપયોગ

નિષ્ણાતોના મતે વધુ પડતા કોફીના સેવનથી બ્લડ પ્રેશર અનિયંત્રિત થઈ જાય છે જેનાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે.

  1. ફાસ્ટ ફૂડ ન ખાવ

ફ્રોઝન પિઝામાં ચીઝ, ટોમેટો સોસ વગેરે જેવી ઘણી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં ખાંડ, સંતૃપ્ત ચરબી અને સોડિયમ વધુ માત્રામાં હોય છે. તેના બદલે તમે તમારા મનપસંદ શાકભાજી અને ઓછા સોડિયમ ચીઝનો ઉપયોગ કરીને ઘરે પિઝા બનાવી શકો છો.

  1. ટ્રાન્સ ફેટ અને પ્રોસેસ્ડ ફૂડ

ટ્રાન્સ ફેટ અને પ્રોસેસ્ડ ફૂડ્સ જેવા કે ડોનટ્સ, કૂકીઝ, કેક વગેરેથી દૂર રહેવું જોઈએ. આ વસ્તુઓમાં જોવા મળતી ટ્રાન્સ ફેટ શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું સ્તર વધારે છે અને ગુડ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે, જેનાથી બ્લડ પ્રેશર વધવાનો ખતરો વધી જાય છે.

  1. દરરોજ કસરત કરો

શિયાળામાં બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા માટે દરરોજ કસરત કરો. ઉપરાંત દરરોજ કસરત કરવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે અને તમારું વજન નિયંત્રણમાં રહે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Porbandar Drugs : અરબી સમુદ્રમાં ATS-NCBનું મોટું ઓપરેશન, 600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા
Porbandar Drugs : અરબી સમુદ્રમાં ATS-NCBનું મોટું ઓપરેશન, 600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા
રાજકોટમાં રૂપાલાની સભા રદ્દ તો ભાવનગર-જામનગરમાં વિરોધ, ક્ષત્રિય સમાજ આકરા પાણીએ
રાજકોટમાં રૂપાલાની સભા રદ્દ તો ભાવનગર-જામનગરમાં વિરોધ, ક્ષત્રિય સમાજ આકરા પાણીએ
Mahindra XUV 3XO: સોમવારે લોન્ચ થશે મહિન્દ્રાની XUV 3XO એસયૂવી, ધાંસૂ ફીચર્સ સાથે મળશે જબરદસ્ત માઈલેજ
Mahindra XUV 3XO: સોમવારે લોન્ચ થશે મહિન્દ્રાની XUV 3XO એસયૂવી, ધાંસૂ ફીચર્સ સાથે મળશે જબરદસ્ત માઈલેજ
GT vs RCB: બેંગ્લુરુએ ગુજરાતને 9 વિકેટે હરાવ્યું, વિલ જેક્સની સદી, કોહલીની ફિફ્ટી
GT vs RCB: બેંગ્લુરુએ ગુજરાતને 9 વિકેટે હરાવ્યું, વિલ જેક્સની સદી, કોહલીની ફિફ્ટી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Kshatriya Andolan | ક્ષત્રિય સમાજના આક્રોશને લઈ દ્વારકા પોલીસ એક્શનમાં, ઊભી કરી ચેકપોસ્ટRahul Gandhi controversy | શું હવે ક્ષત્રિયો રાહુલ સામે માંડશે મોરચો? | સંકલન સમિતિનું મોટું નિવેદનPriyanka Gandhi | પ્રિયંકા ગાંધીના કયા નિવેદનથી રાજકારણ ગરમાયું? સાંભળોLok Sabha Election: અમિત શાહે ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકમાં કરાયેલ કામગીરીના રિપોર્ટનો કર્યો અભ્યાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Porbandar Drugs : અરબી સમુદ્રમાં ATS-NCBનું મોટું ઓપરેશન, 600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા
Porbandar Drugs : અરબી સમુદ્રમાં ATS-NCBનું મોટું ઓપરેશન, 600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા
રાજકોટમાં રૂપાલાની સભા રદ્દ તો ભાવનગર-જામનગરમાં વિરોધ, ક્ષત્રિય સમાજ આકરા પાણીએ
રાજકોટમાં રૂપાલાની સભા રદ્દ તો ભાવનગર-જામનગરમાં વિરોધ, ક્ષત્રિય સમાજ આકરા પાણીએ
Mahindra XUV 3XO: સોમવારે લોન્ચ થશે મહિન્દ્રાની XUV 3XO એસયૂવી, ધાંસૂ ફીચર્સ સાથે મળશે જબરદસ્ત માઈલેજ
Mahindra XUV 3XO: સોમવારે લોન્ચ થશે મહિન્દ્રાની XUV 3XO એસયૂવી, ધાંસૂ ફીચર્સ સાથે મળશે જબરદસ્ત માઈલેજ
GT vs RCB: બેંગ્લુરુએ ગુજરાતને 9 વિકેટે હરાવ્યું, વિલ જેક્સની સદી, કોહલીની ફિફ્ટી
GT vs RCB: બેંગ્લુરુએ ગુજરાતને 9 વિકેટે હરાવ્યું, વિલ જેક્સની સદી, કોહલીની ફિફ્ટી
Iraq: સમલૈંગિક સંબંધ ગણાશે ગુનો, આ દેશે બનાવ્યો નવો કાનૂન, 15 વર્ષની થશે જેલ
Iraq: સમલૈંગિક સંબંધ ગણાશે ગુનો, આ દેશે બનાવ્યો નવો કાનૂન, 15 વર્ષની થશે જેલ
Akshaya Tritiya 2024:  અક્ષય તૃતીયાના દિવસે ખરીદી કરવાની સાથે કરો આ કામ, ઘરમાં ક્યારેય નહીં થાય ધનની કમી
Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયાના દિવસે ખરીદી કરવાની સાથે કરો આ કામ, ઘરમાં ક્યારેય નહીં થાય ધનની કમી
Saumya Tandon: 'ભાભીજી ઘર પર હૈં' ફેમ અભિનેત્રી સૌમ્યા ટંડન હોસ્પિટલમાં ભરતી, તસવીર જોઈ ફેન્સ થયા હેરાન
Saumya Tandon: 'ભાભીજી ઘર પર હૈં' ફેમ અભિનેત્રી સૌમ્યા ટંડન હોસ્પિટલમાં ભરતી, તસવીર જોઈ ફેન્સ થયા હેરાન
Elon Musk: ભારતનો પ્રવાસ ટાળીને ઇલોન મસ્ક ગુપચુપ ચીન પહોંચી ગયા, જાણ શું છે કારણ?
Elon Musk: ભારતનો પ્રવાસ ટાળીને ઇલોન મસ્ક ગુપચુપ ચીન પહોંચી ગયા, જાણ શું છે કારણ?
Embed widget