Rain Update: રાજ્યમાં 4 વર્ષમાં સૌથી વધુ 140 ટકા વરસાદ, 33 જિલ્લામાં 100 ટકાથી વધુ વરસ્યો વરસાદ
Rain Update:જો પ્રદેશના આધારે જોવામાં આવે તો કચ્છ વિસ્તારમાં સૌથી વધુ 187 (186.86) ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 151.25 ટકા, દક્ષિણ ગુજરાતમાં 145.83 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 134.07 ટકા અને 115.47 ટકા વરસાદ નોંધાયો છે.
Rain Update:આ ચોમાસા દરમિયાન ગુજરાતમાં કુલ વરસાદના 140 ટકાથી વધુ વરસાદ થયો છે. રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં હવે 100 ટકા વરસાદ થયો છે. હજુ સુધી માત્ર બનાસકાંઠા જિલ્લામાં 100 ટકા વરસાદ થયો નથી, જો કે, બનાસકાંઠાના વાવ તાલુકામાં હજુ પણ સૌથી ઓછો (53.38 ટકા) વરસાદ થયો છે.
આ ચોમાસા દરમિયાન ગુજરાતમાં કુલ વરસાદના 140 ટકાથી વધુ વરસાદ થયો છે. રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં હવે 100 ટકા વરસાદ થયો છે. હજુ સુધી માત્ર બનાસકાંઠા જિલ્લામાં 100 ટકા વરસાદ થયો નથી, જો કે, બનાસકાંઠાના વાવ તાલુકામાં હજુ પણ સૌથી ઓછો (53.38 ટકા) વરસાદ થયો છે. જિલ્લાના આધારે જોવામાં આવે તો દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 264 ટકા જ્યારે બનાસકાંઠા જિલ્લામાં સૌથી ઓછો 100.80 ટકા વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં છેલ્લા ત્રીસ વર્ષમાં થયેલા વરસાદ પર નજર કરીએ તો દર વર્ષે સરેરાશ 883 મીમી વરસાદ થયો છે. આ ચોમાસામાં અત્યાર સુધીમાં 1239 મીમી વરસાદ નોંધાયો છે જે સરેરાશના 140.31 ટકા છે. તમામ જિલ્લાઓ અને તમામ પ્રદેશોમાં 100 ટકાથી વધુ વરસાદ થયો છે. જો કે, 251 માંથી 35 તાલુકા એવા છે કે જ્યાં પૂરેપૂરો વરસાદ પડ્યો નથી તેમાંથી અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં 66.80 ટકા વરસાદ થયો છે. 141 તાલુકાઓમાં 1000 મીમીથી વધુ વરસાદ, 103 તાલુકાઓમાં 500 મીમીથી વધુ અને 1000 મીમીથી ઓછો વરસાદ નોંધાયો છે. માત્ર સાત તાલુકા એવા છે જ્યાં 500 મીમીથી ઓછો વરસાદ થયો છે.
કચ્છ પ્રદેશમાં સૌથી વધુ
જો પ્રદેશના આધારે જોવામાં આવે તો કચ્છ વિસ્તારમાં સૌથી વધુ 187 (186.86) ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 151.25 ટકા, દક્ષિણ ગુજરાતમાં 145.83 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 134.07 ટકા અને 115.47 ટકા વરસાદ નોંધાયો છે.
ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ વરસાદ
આ વર્ષે રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ 443 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે જુલાઈમાં 425 મીમી, સપ્ટેમ્બરમાં 232, જૂનમાં 115 અને ઓક્ટોબરમાં અત્યાર સુધીમાં સરેરાશ 25 મીમી વરસાદ નોંધાયો છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )