Health Tips: હિમોગ્લોબિનની ઉણપથી પીડિત છો તો રૂટીન ડાયટમાં સામેલ કરો આ ફૂડ
ઘણીવાર લોકો કબજિયાતની ફરિયાદને કારણે પેટ સાફ કરવા માટે દવાઓ અને પાઉડરનો સહારો લે છે, પેટ સાફ કરવાની દવાઓનો ગેરલાભ એ છે કે, તે શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ સર્જે છે, આ દવાઓ આપણા આંતરડા માટે સારી નથી તે સારા બેક્ટેરિયાને પણ નુકસાન પહોંચાડે છે.
Health Tips:જે લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર હોય છે તેમના શરીરમાં આયર્નની ઉણપ હોય છે અને પછી હિમોગ્લોબિનનું પ્રમાણ પણ ઘટી જાય છે. લાલ રક્તકણો પણ ઘટવા લાગે છે, આવા લોકોએ આ હેલ્ધી ટેવ અપનાવવી જોઈએ.
આમળા હિમોગ્લોબીનની માત્રામાં પણ વધારો કરે છે, તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ લોહીને શુદ્ધ કરવામાં પણ મદદ કરે છે, તમે તમારા આહારમાં આમળાને પણ સામેલ કરી શકો છો.
લોખંડના વાસણમાં ખોરાક રાંધો, જેના કારણે આયર્ન ખોરાકમાં ભરપૂર માત્રામાં જાય છે, તે હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે, આ રીતે રાંધવામાં આવેલો ખોરાક એનિમિયા દૂર કરવામાં પણ મદદ કરશે.
લાંબો સમય ભૂખ્યા ન રહો, જો તમે એકવાર મીલ લીધુ બાદ બહુ લાંબા સમય બાદ મીલ ન લો. લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી આયર્નનું સંશ્લેષણ ઓછું થવા લાગે છે.આયર્નની ઉણપથી શરીરમાં હિમોગ્લોબીનની માત્રામાં ઘટાડો થાય છે.
પાલક આયર્નના શ્રેષ્ઠ સ્ત્રોતોમાંથી એક છે, શરીરમાં લાલ રક્તકણોની સંખ્યા વધારવા માટે તમે દરરોજ પાલકનું સેવન પણ કરી શકો છો.તમે ઇચ્છો તો પાલકનો રસ પણ પી શકો છો.
ઘણીવાર લોકો કબજિયાતની ફરિયાદને કારણે પેટ સાફ કરવા માટે દવાઓ અને પાઉડરનો સહારો લે છે, પેટ સાફ કરવાની દવાઓનો ગેરલાભ એ છે કે, તે શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ સર્જે છે, આ દવાઓ આપણા આંતરડા માટે સારી નથી તે સારા બેક્ટેરિયાને પણ નુકસાન પહોંચાડે છે.
અખરોટના સેવનથી હિમોગ્લોબિન પણ વધે છે, તેમાં ઓમેગા-3 ફેટી એસિડ, કેલ્શિયમ મેગ્નેશિયમ ફાઈબર અને વિટામિન બી હોય છે અને આ બધી વસ્તુઓ બ્લડ સેલ્સ વધારે છે.
ટામેટાં ખાવાથી પણ શરીરમાં લોહીની ઉણપ સરળતાથી પૂરી થઈ શકે છે. મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને કોપર જેવા પોષક તત્વો હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )