શોધખોળ કરો

Health Tips: વેઇટ લોસની જર્નિ પર છો તો ડાયટિંગ દરમિયાન આ 4 નિયમને કરો ફોલો, સરળતાથી ઉતરશે વજન

Health Tips:આ પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ પગલું છે, જેના પર ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે પણ તમે કોઈપણ પ્રકારના ડાયટિંગની શરૂઆત કરો છો. તે પહેલા એકવાર બ્લડ ટેસ્ટ કરાવો. .

Health Tips:તંદુરસ્ત રહેવા માટે, તમારા આહાર પર ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ જો તમે ડાયટિંગ કરવાનું  મન બનાવી લીધું હોય તો તે પહેલા તમારે કેટલીક મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપવું જોઇએ.

આપણે બધા જાણીએ છીએ કે ખોરાક આપણા શરીર માટે માત્ર ઇંઘનનું કામ નથી કરતો.પરંતુ તે શરીરને  સ્વસ્થ રાખવા પણ જરૂરી છે. તેથી, જ્યારે તમે તમારી ખાવાની આદતોમાં ફેરફાર કરો છો, ત્યારે તે તમારા સ્વાસ્થ્યની સ્થિતિમાં પણ ફરક પાડે છે. ઘણી વખત લોકો પોતાનું વજન ઘટાડવા કે વધારવા અથવા અન્ય કોઈ કારણસર ડાયટિંગ કરવાનું શરૂ કરે છે.

અલબત્ત, સ્વસ્થ રહેવા માટે ડાયટિંગ કરવું આવકાર્ય છે  પરંતુ  જો તમે ખરેખર તમારા ડાયટિંગના  શ્રેષ્ઠ પરિણામ ઇચ્છો છો તો  તેને યોગ્ય રીતે શરૂ કરવું પડશે. જ્યારે તમારી શરૂઆત સારી હશે, તો તમારી સફળતા મળવાની શક્યતાઓ પણ ઘણી વધી જશે.

આ પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ પગલું છે, જેના પર ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે પણ તમે કોઈપણ પ્રકારના ડાયટિંગની શરૂઆત કરો છો. તે પહેલા એકવાર બ્લડ ટેસ્ટ કરાવો. . જ્યારે તમે રક્ત પરીક્ષણ કરાવો છો, ત્યારે તે તમને જણાવે છે કે તમારા શરીરમાં ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, વિટામિન ડી, વિટામિન બી 12 નું સ્તર કેટલું છે અને ક્યાં વિટામિનની ઉણપ છે.  શરીરનું સત્ય તમારી સામે આવી જાય, બાદ એ મુજબ જ  ડાયટ પ્લાન કરવું જોઇએ.

ઘણી વખત લોકો કોઈ બીજાના ડાયટિંગની અસર જોઇનેને ખુદ પર પણ અજમાવે છે. ખરેખર આ સ્થિતિ આદર્શન નથી કારણ કે દરેકના શરીરની પ્રકૃતિ સમાન નથી હોતી. તમારે પહેલા ડાયટિશિયનને મળવું જોઈએ. જ્યારે તમે કોઈ ડાયેટિશિયન અથવા નિષ્ણાતને મળો છો, ત્યારે તે તમારી જીવનશૈલી, ખાવાની આદતો, ખાવાની રીત અને સમસ્યાઓ વગેરેને વધુ સારી રીતે સમજીને તમારા માટે વધુ સારો ડાયેટ પ્લાન તૈયાર કરી શકે છે.

જ્યારે તમે તમારા નિયમિત દિનચર્યાની બહાર ડાયેટિંગ કરો છો ત્યારે તે સરળ નથી. તમે શરૂઆતમાં ખૂબ જ ઉત્સાહિત હશો, પરંતુ થોડા સમય પછી તમને ઘણી અલગ-અલગ વસ્તુઓ ખાવાની ઈચ્છા થાય છે. એક સમય એવો આવશે જ્યારે તમે કંઈક એવું ખાવા ઈચ્છશો જે તમારા ડાયટ પ્લાનમાં નથી.  તેથી, ડાયટિંગ  શરૂ કરતા પહેલા તમારી જાતને માનસિક રીતે તૈયાર કરો. તમારે એ સમજવાની જરૂર છે કે, ડાયટને  વળગી રહેવા માટે તમારે ઘણી માનસિક શક્તિની જરૂર પડશે.

જ્યારે તમે ડાયટ શરૂ કરો છો ત્યારે તમારે ઘણા ઉતાર-ચઢાવનો સામનો કરવો પડે છે. ઑફિસ પાર્ટીઓથી લઈને રજાઓ અથવા તહેવારો આપના ડાયેટમાં  ગડબડ કરી શકે  છે. કેટલીકવાર બહાર નીકળતી વખતે ટ્રેક પર રહેવું મુશ્કેલ હોય છે. તેથી, તમારે અગાઉથી પ્લાન B તૈયાર કરવાની જરૂર છે. ડાયેટિંગ દરમિયાન આપ આપની  જાતને રૂમમાં બંધ કરી શકતા નથી. પરંતુ તમે તમારી ખાવાની આદતોમાં સુધારો કરીને તમારી જીવનશૈલી ચોક્કસપણે સુધારી શકો છો. ઉપરાંત, ચીટ ડે  મીલ્સનું પણ બેસ્ટ પ્લાનિંગ કરશો તો લાંબા સમય સુધી ડાયટિંગને ફોલો કરી શકશો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Embed widget