શોધખોળ કરો

જો તમે ફ્રિજનું ઠંડુ પાણી પીવો છો તો થઈ શકે છે  ગંભીર સમસ્યાઓ, જાણો તેના વિશે

ગરમીથી રાહત મેળવવાનો સરળ રસ્તો ઠંડુ પાણી છે, પરંતુ તમે કદાચ નહીં જાણતા હોય કે ઠંડા પાણીથી તમારા આરોગ્યને ખૂબ જ નુકસાન થાય છે.

ગરમીથી રાહત મેળવવાનો સરળ રસ્તો ઠંડુ પાણી છે, પરંતુ તમે કદાચ નહીં જાણતા હોય કે ઠંડા પાણીથી તમારા આરોગ્યને ખૂબ જ નુકસાન થાય છે. ઠંડા  પાણીથી સૌથી વધુ નુકસાન પાચનતંત્રને થાય છે. તેથી પાચકસ્ત્રાવ છૂટા પડવામાં અવરોધ ઊભો થાય છે અને તમારા શરીરને લાંબા ગાળે નુકસાન કરે છે. ઠંડું પાણી કેમ ન પીવું જોઇએ તેના અહીં કારણો આપવામાં આવ્યા છે. 

પાચનતંત્રને અસર કરે છે

પાચનતંત્રને અસર થાય છે.  નિષ્ણાતો જણાવે છે કે ઠંડા પાણી અને ઠંડા બેવરેજિસથી તમાર રક્તવાહિની સંકોચાઈ જાય છે. તેનાથી સમગ્ર પાચનતંત્રને અસર થાય છે. પાચન દરમિયાન પોષક તત્વો મેળવવાની સમગ્ર પ્રક્રિયા સામે અવરોધ ઊભો થાય છે. તમારું શરીર પાચન પર ફોકસ કરવાની જગ્યાએ શરીરનું તાપમાન જાળવી રાખવા પર ફોકસ કરે છે. શરીરનું સામાન્ય તાપમાન 37 ડિગ્રી સેલ્સીયસ હોય છે અને તેનાથી વધુ ઠંડુ પાણી તમારા શરીરના તાપમાનમાં ઘટાડો કરે છે. તેથી રૂમના તાપમાન જેટલું હુંફાળું પાણી હિતકારક છે.

ઠંડુ પાણી પીવાથી ગળામાં સમસ્યાઓ થઈ શકે છે

ગળાની સમસ્યા ઠંડુ પાણી ન પીવાનું બીજુ કારણ ગળાની વિવિધ સમસ્યા છે. તેનાથી ગળામાં કફ જામે છે અને શરદી થઈ શકે છે. ખાસ કરીને ભોજન પછી ઠંડુ પાણી પીવાથી વધુ પડતી કફ જામે છે. જે તમારા શ્વસનતંત્રને સીધી અસર કરે છે. શ્વસનતંત્રમાં કફ જામી જવાથી વિવિધ ઇન્ફેક્શન થાય છે. ખોરાકમાંથી છૂટી પડતી ચરબીના પાચનમાં મુશ્કેલી નિષ્ણાતો જણાવે છે કે ભોજન પછી ઠંડુ પાણી પીવાથી ખોરાકમાંથી છૂટી પડતી ચરબી વધુ ઘટ્ટ બને છે. તેથી શરીરમાં તેનું પાચન મુશ્કેલ બને છે અને શરીરમાં બિનજરૂરી ચરબી જામે છે. તેથી ભોજન બાદ ઠંડુ પાણી પીવાનું હંમેશા ટાળવું જોઇએ. 

હૃદયના ધબકારાની ગતિ ઘટી શકે છે

વિવિધ અભ્યાસમાં બહાર આવ્યું છે કે ઠંડા પાણીથી હૃદયના ધબકારની ગતિ ઘટી શકે છે. આઇસ વોટરથી કપાળની નસો ઉત્તેજિત થાય છે. આ નસો ચેતાતંત્રનો મુખ્ય હિસ્સો છે અને પાચનક્રિય, શ્વસનક્રિયામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તેનાથી હાર્ટરેટમાં ઘટાડો થાય છે. શોક ફેકટર કસરત બાદ ક્યારેય ચીલ્ડ વોટર ન લેવું જોઇએ. જિમ એક્સપર્ટ જણાવે છે કે વર્કઆઉટ બાદ એક ગ્લાસ હુંફાળું પાણી વધુ આરોગ્યપ્રદ છે. તમે કસરત કરો ત્યારે શરીરમાં ઘણી ગરમી ઉત્પન્ન થાય છે. આ પછી તમે આઇસ કોલ્ડ વોટરનું સેવન કરો તો શરીરના તાપમાનમાં વિસંગતતા ઊભી થાય છે. તમારું શરીર ઠંડા પાણી સાથે સંતુલન ઊભુ કરવામાં મુશ્કેલી પડે છે. વર્કઆઉટ પછી ઠંડા પાણીથી પેટમાં દુઃખાવો ઊભો થઈ શકે છે, કારણ કે આઇસ વોટર તમારા શરીરમાં શોક ઊભો કરે છે. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget