Omicron variant: ઓમિક્રોન વેરિયન્ટ પર વેક્સિન કેટલી કારગર? જાણો, WHOએ આ મુ્દ્દે શું કરી સ્પષ્ટતા
કોરોના સંકટ:ઓમિક્રોન વેરિયન્ટથી સુરક્ષા માટે વર્તમાન વેક્સિન કેટલી અસરકારક થઇ શકે છે. તે વિશે અધ્યયન કરવામાં આવી રહ્યું છે.
કોરોના સંકટ:ઓમિક્રોન વેરિયન્ટથી સુરક્ષા માટે વર્તમાન વેક્સિન કેટલી અસરકારક થઇ શકે છે. તે વિશે અધ્યયન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ એક મોટો ખુલાસો કરતા કહ્યું છે કે, ઓમિક્રોન સામેની હાલની રસી વધુ અસરકારક ગણી શકાય નહીં. કારણ કે વેક્સિનેટ લોકો પણ સંક્રમિત થઇ રહ્યાં છે.
ઓમિક્રોન પર હાલની રસીઓની અસર
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને બુધવારે જણાવ્યું હતું કે, પ્રારંભિક પુરાવા સૂચવે છે કે, કોવિડ-19 માટેની વર્તમાન રસીઓ ઓમિક્રોન વાયરસ સાથે સંકળાયેલા ચેપ અને ટ્રાન્સમિશન સામે ઓછી અસરકારક સાબિત થઇ રહી છે. , જે લોકોને રસી આપવામાં આવી હોય તેવા લોકો પણ ઓમિક્રોનથી સંક્રમિત થાય છે. WHO, તેના સાપ્તાહિક રોગચાળાના અપડેટમાં, જણાવ્યું હતું કે, ઓમિક્રોન પર રસી, અથવા અગાઉના ચેપમાંથી મેળવેલી રોગપ્રતિકારક શક્તિ કેટલી અસરકારક છે તે વધુ સારી રીતે સમજવા માટે વધુ ડેટાની જરૂર છે, જેના માટે વૈજ્ઞાનિકો સતત પ્રયત્નશીલ છે.
કોરોનાના અન્ય ઘણા પ્રકારોથી પણ ખતરો છે
અગાઉ, WHOએ મંગળવારે ઓનલાઈન બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, ઓમિક્રોનને વેરિયન્ટ ઓફ કન્સર્નના પ્રકારમાં મુકવામાં આવ્યો છે. અત્યાર સુધીના ઉપલબ્ધ ડેટા પરથી કહી શકાય કે કે આ નવા વેરિઅન્ટને લઇને હજુ ખતરો યથાવત છે. અધિકારીઓનું કહેવું છે કે ઓમિક્રોનની સાથે ઘણા દેશોમાં કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટના કેસે પણ ચિંતા વધારી છે. જોકે છેલ્લા કેટલાક અઠવાડિયામાં ડેલ્ટા ચેપના કેસમાં ઘટાડો થયો છે.
ડેલ્ટા હજુ પણ ચિંતાનું કારણ
ડબ્લ્યુએચઓ અનુસાર, ડેલ્ટા વેરિઅન્ટ હજું પણ વિશ્વભરમાં મોટી ચિંતાનું કારણ છે, જો કે આલ્ફા, બીટા અને ગામા અને ઓમિક્રોનની સરખામણીમાં છેલ્લા 60 દિવસમાં તેના કેસમાં ઘટાડો થતો જણાય છે. ઓમિક્રોન કોરોનાના અગાઉના પ્રકારો કરતાં વધુ ચેપી હોવાનું માનવામાં આવે છે, જો કે તેની રોગની તીવ્રતા તુલનાત્મક રીતે ઓછી છે. જે રાહતની વાત છે. કોરોનાના ઓમિક્રોન પ્રકારનો સામનો કરવા માટે, લોકોએ સતત સાવચેતી રાખવાની જરૂર છે, જેથી તેના ફેલાવાને સમયસર નિયંત્રિત કરી શકાય કારણ કે તેના ફેલાવાની ગતિ તીવ્ર છે
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )