IndiGo Crisis: આખરે કેમ મોડી પડી રહી છે ઈન્ડિગો ફ્લાઇટ? પાયલોટ યુનિયનના આરોપોથી વધ્યો તણાવ
IndiGo Crisis: ઈન્ડિગોની ઘણી ફ્લાઇટ રદ થયા બાદ પાયલોટ યુનિયન, FIP એ એરલાઇન પર સ્ટાફની અછત અને નબળા આયોજનનો આરોપ લગાવ્યો છે.

IndiGo Crisis: દેશની સૌથી મોટી એરલાઇન ઈન્ડિગો આ દિવસોમાં વારંવાર ફ્લાઇટ્સ રદ કરી રહી છે, જેના કારણે મુસાફરોને કલાકો સુધી રાહ જોવી પડે છે. આ દરમિયાન પાઇલટ્સના સંગઠન, ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સ (FIP) એ ઈન્ડિગો પર ગંભીર આરોપો લગાવ્યા છે. સંગઠનનું કહેવું છે કે ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટ (FDTL) ના સંપૂર્ણ અમલીકરણ પહેલાં એરલાઇન પાસે બે વર્ષની તૈયારી હતી, છતાં કંપનીએ ભરતી અટકાવીને ખોટી યોજના બનાવી.
FIP એ DGCA પાસેથી શું માંગ કરી હતી?
FIP એ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ને એક પત્ર લખીને જણાવ્યું છે કે જ્યાં સુધી કોઈ એરલાઇન પાસે FDTL મુજબ પૂરતા પાઇલટ્સ અને સ્ટાફ ન હોય, ત્યાં સુધી તેમના સિઝનલ ફ્લાઇટ શેડ્યૂલને મંજૂરી આપવી જોઈએ નહીં.
સંસ્થાએ એમ પણ કહ્યું હતું કે જો સ્ટાફની અછતને કારણે ઇન્ડિગો ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં અસમર્થ હોય તો DGCA એ રજાઓ અને ધુમ્મસભર્યા હવામાન દરમિયાન ફ્લાઇટ્સ સરળતાથી ચલાવી શકે તેવી અન્ય એરલાઇન્સને તેના સ્લોટ ફાળવવાનું વિચારવું જોઈએ.
ઇન્ડિગોએ 150 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી
બુધવારે ઇન્ડિગોએ વિવિધ એરપોર્ટ પર 150 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી, અને સેંકડો ફ્લાઇટ્સ મોડી પડી. કંપનીના જણાવ્યા અનુસાર, નવા FDTL નિયમોનો અમલ, ક્રૂની અછત સાથે, એક મુખ્ય કારણ હતું. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના ડેટા અનુસાર, 3 ડિસેમ્બરે ઇન્ડિગોની માત્ર 19.7% ફ્લાઇટ્સ સમયસર રવાના થઈ અથવા પહોંચી.
અન્ય એરલાઇન્સ તૈયાર, ઇન્ડિગો પાછળ રહી ગઈ: FIP
FIP એ આરોપ લગાવ્યો હતો કે અન્ય બધી એરલાઇન્સે પહેલાથી જ પૂરતા પાઇલટ્સ રાખ્યા છે, જેના કારણે તેમની સેવાઓ પર કોઈ નોંધપાત્ર અસર થતી નથી.
ઇન્ડિગોની 900 ફલાઇટસ કેન્સલ
છેલ્લા ત્રણ દિવસથી સતત ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટસ કેન્સલ થઇ રહી છે. હવે આ આંકડો 900 પર પહોંચ્યો છે. છેલ્લા 2 દિવસમાં 900 ફ્લાઇટ્સ કેન્સલ થયાનું સામે આવ્યું છે. આજની વાત કરીએ તો આજે ઈંડિગોની 400થી વધુ ફ્લાઈટ રદ થઈ છે. ગઈકાલે ઈંડિગોની 500 ફ્લાઈટ થઈ હતી, 2 દિવસમાં ઈંડિગોની 900 ફ્લાઈટ થયાનું સામે આવ્યું છે.
ફ્લાઇટસ રદ થતાં અમદાવાદ, રાજકોટ એરપોર્ટ પર મુસાફરો અટવાયા હતા, પ્રવાસીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોએ જોરદાર સૂત્રોચ્ચાર કર્યો હતો.અમદાવાદ, રાજકોટ, દિલ્લી, મુંબઈ એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ફ્લાઈટો રદ થતા અનેક લોકો પ્રસંગોમાં પહોંચવાનું પણ ચૂકી ગયા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આગામી 2-3 દિવસ હજુ પણ ઈંડિગોની વધુ ઉડાનો રદ થઇ શકે છે.
IndiGo issues a statement amid the ongoing widespread flight delays and cancellations- "We confirm that all IndiGo domestic flights departing from Delhi Airport (DEL) on Dec 5, 2025 stand cancelled till 11:59 PM. We express our profound apologies to all our valued customers and… pic.twitter.com/clkdEXcvpF
— ANI (@ANI) December 5, 2025





















