shrawan fasting :શ્રાવણમાં ઉપવાસ દરમિયાન આ ડ્રિન્કને ડાયટમાં કરો સામેલ, ભૂખ ન લાગવાની સાથે એનર્જી બની રહેશે
જો આપ શ્રાવણ માસના ઉપવાસ કરી રહ્યા હો તો ડાયટમાં આ ડ્રિન્કને સામેલ અચૂક કરશો તેનાથી આપ એનર્જેટિક રહેવાથી સાથે ક્રેવિગથી પણ બચી શકશો
shrawan fasting :હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે. જેથી વ્રત અને ઉપવાસની સિઝન શરૂ થઇ ગઇ છે. ત્યારે શ્રાવણના આખા માસનાઉપવાસ દરમિયાન વીકનેસ ન આવે અને અને ઇમ્યૂનિટી પણ બની રહે તે જરૂરી છે. ડાયટ પર પ્રોપર ધ્યાન આપવામાં આવે.
મહાદેવને સમર્પિત હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો હોવાથી મહાદેવના ભક્તો આખા માસ દરમિયાન ઉપવાસ રાખે છે આ દરમિયાન નબળાઇ ન અનુભવાય અને તંદુરસ્ત રીતે વ્રત રાખી શકો માટે પ્રોપર ડાયટ લેવું જરૂરી બની જાય છે. અહીં એવા ડ્રિન્ક વિશે જણાવી રહ્યાં છીએ જેને રૂટીનમાં સામેલ કરવાથી આપ હાઇડ્રેઇટ રહેશો અને એર્નજ્રેટિક રીત દિવસ પસાર થશે.
નારિયેળ પાણી:વ્રત દરમિયાન જરૂરી છે કે, આપ શરીરને હાઇડ્રેટ રાખો. જેના માટે આપની મદદ નારિયેળ પાણી કરશે, નારિયેળ પાણી થકાવટથી દૂર રાખવાની સાથે ગરમીથી પણ બચાવે છે. નારિયેળ પાણી ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે. તો વ્રત દરમિયાન શરીરને હાઇડ્રેટ રાખવા નારિયેળ પાણી અવશ્ય પીવો.
ટામેટાં અને કાકડીનું શરબત પીવો:વ્રતમાં આપ કાકડી અને ટામેટાનું પણ શરબત પી શકો છો. તેને તૈયાર કરવા માટે આપ ટામેટા અને કાકડીના નાના-નાના પીસ કરી લો. તેમાં સિંઘા નમક નાખીને તેનું સેવન કરો. તેના આપને ફાયદો થશે. પેટ ભરેલું રહશે અને ભૂખ પણ નહીં સતાવે. ટામેટામાં મોજૂદ વિટામીન-સી અને ઇ એન્ટીઓક્સિડન્ટ, પોટેશિયમ શરીરને જરૂરી પોષણ આપે છે.
સંતરાનું જ્યુસ :સંતરાનું જ્યુસ ચહેરા પર નિખાર લાવે છે. સંતરા એન્ટીઓક્સિડન્ટ હોવાની સાથે વિટામિનથી ભરપૂર છે. આપ વ્રતમાં પણ આ જ્યુસ પી શકો છો. જે ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે તેમજ ઇમ્યૂનિટી બૂસ્ટર છે.
લસ્સી: લસ્સીનું સેવન આપ વ્રત દરમિયાન કરી શકો છો. જુદી જુદી ફ્લેવરની લસ્સી સ્વાદની સાથે આપનું સ્વાસ્થ્ય પણ જાળવશે. તેનાથી એનર્જી મળશે અને શરીરમાં તાજગી બની રહેશે. ગરમીમાં તો તે વધુ ફાયદાકારક છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )