શું પગમાં અને આંખ નીચે સોજો રહે છે? તો સાવધાન આ ગંભીર બીમારીના હોઇ શકે છે લક્ષણ
જો તમારી આંખોની આસપાસ સોજો છે, તો તેનો અર્થ એ છે કે, પેશાબમાં પ્રોટીનનું પ્રમાણ વધી ગયું છે. આનો અર્થ એ છે કે, કિડનીના ફિલ્ટર્સને નુકસાન થઈ રહ્યું છે અને પ્રોટીન બહાર નીકળી રહ્યું છે. આવી સ્થિતિમાં, તમારી કિડની શરીરમાં પ્રોટીન જાળવી શકતી નથી અને તેને પેશાબ દ્વારા બહાર કાઢે છે.
Health tips:કિડની આપણા શરીરનું મહત્વપૂર્ણ અંગ છે.કિડનીના રોગ થવાના અનેક કારણો છે. જેમાંથી કિડની સ્ટોન,મેદસ્વીતા,. ડાયાબીટિશ હાઇપરટેન્શન વગેરે છે. કિડની રોગના કેટલાક સામાન્ય લક્ષણો છે. જો શરીરમા આ લક્ષણો દેખાય તો નજર અંદાજ ન કરવા જોઇએ.
અનિંદ્રાની સમસ્યા
અનિંદ્રા કિડનીની બીમારીનું મુખ્ય લક્ષણ છે. જ્યારે કિડની સારી રીતે ફિલ્ટર નથી કરતી તો મૂત્ર દ્રારા બહાર નીકળવાની બગલે ટોક્સિન બ્લડમાં રોકાઇ જાય છે. જે સીધી જ ઊંઘને પ્રભાવિત કરે છે.
ત્વચામાં ખંજવાળ
સ્કિનની સમસ્યા પણ બીમાર કિડનીના સંકેત આપે છે. સૂકી ત્વચા, ખંજવાળ મિનરલ અને હાડકાંની બીમારીનો સંકેત આપે છે. જેનો સંબંધ કિડનીની વધતી બીમારી સાથે જોડાયેલો છે. જ્યારે કિડની બ્લડમાં મિનરલ અને પોષક તત્વોનું ઉચિત સંતુલન નથી બનાવી શકતી ત્યારે આ સમસ્યા સર્જાય છે.
પગમાં સોજો
પગના પંજા પર સોજો પણ બીમાર કિડનીના સંકેત આપે છે. જો પગમાં સોજો આવતો હોય તો નમક, તલર ફૂડસ જેવા સૂપ અને યોગાર્ટને ડાયટમાંથી સંદતર દૂર કરવા જોઇએ.
આંખની આસપાસ સોજો
જો તમારી આંખોની આસપાસ સોજો છે, તો તેનો અર્થ એ છે કે, પેશાબમાં પ્રોટીનનું પ્રમાણ વધી ગયું છે. આનો અર્થ એ છે કે, કિડનીના ફિલ્ટર્સને નુકસાન થઈ રહ્યું છે અને પ્રોટીન બહાર નીકળી રહ્યું છે. આવી સ્થિતિમાં, તમારી કિડની શરીરમાં પ્રોટીન જાળવી શકતી નથી અને તેને પેશાબ દ્વારા બહાર કાઢે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )