Health Tips: બ્લડ સુગરને કંટ્રોલ કરવાની સાથે વાયરલ ઇન્ફેકશનથી રક્ષણ આપે કલોંજી, આ રીતે કરો સેવન
ભારતીય ઘરોમાં ક્લોંજીનો પ્રયોગ મસાલા તરીકે થાય છે. તાજેતરમાં થયેલી એક શોધ મુજબ કલોંજીથી કોવિડનો ઇલાજ પણ થઇ શકે છે
Health Tips:ભારતીય ઘરોમાં ક્લોંજીનો પ્રયોગ મસાલા તરીકે થાય છે. તાજેતરમાં થયેલી એક શોધ મુજબ કલોંજીથી કોવિડનો ઇલાજ પણ થઇ શકે છે.
સિડની ટેકનોલોજી વિશ્વવિદ્યાલયના શોધકર્તાના નેતૃત્વમાં થયેલી શોધ મુજબ કલોંજી કોવિડની સારવારમાં કારગર છે. આ અધ્યન ક્લિનિકલ એન્ડ એક્સપરિમેન્ટલ ફાર્માકોલોજી એન્ડ ફિઝિયોલોજી જર્નલમાં પ્રકાશિત થઇ હતી. આ શોધનું ટાઇટલ The role of thymoquinone, a major constituent of Nigella sativa, in the treatment of inflammatory and infectious diseases' કંલોંજી નિગેલા સૈટિવા(Nigella Sativa) પ્લાન્ટથી બને છે. જે નિગેલા સૈટિવાના નામથી પણ ઓળખાય છે
કલોંજી રોકી શકે છે ફેફસામાં ઇન્ફેકશન
સિડની ટેકનોલોજી વિશ્વવિદ્યાલયના શોધકર્તા ફાતિમા શાદે કહ્યું કે, મોડલિંગ રિચર્સમાં એ વાતના પ્રમાણ વધી રહ્યાં છે કે, થાઇમોક્વિનોન, નિગેલા સૈટિવાનુ એક સક્રિય ઘટક છે. રિસર્ચનું તારણ છે કે, કલોંજીમાં મોજૂદ થાઇમોક્વિનોન નામના ઘટક આ વાયરસના સ્પાઇક પ્રોટીનથી ચોંટી જાય છે અને તે ફેફસામા ઇન્ફેકશ ફેલાવવાથી રોકે છે.
તે ‘સાઇટોકાઇન’ સ્ટોર્મને પણ રોકે છે. જે ગંભીર રીતે બીમાર કોવિડ કોવિડ રોગીને પ્રભાવિત કરે છે. છેલ્લા કેટલાક દિવસોમાં કેટલાક દર્દીઓમાં સાઇકોટાઇન સ્ટોર્મની ફરિયાદ આવી હતી.
અનેક બીમારીની ઇલાજમાં કારગર
કલોંજી માત્ર કોવિડમાં જ નહીં પરંતુ અન્ય સંક્રમણમાં અને સોજો સહિતના અનેક હેલ્થ પ્રોબ્લેમમાં કારગર છે. તે અસ્થમા, ગઠિયાના રોગમા પણ ઉપકારક છે. જો કે કલૌંજીનું અધિક માત્રામાં સેવન ગેસ્ટ્રોઇંટેસ્ટાઇનલનો જોખમ રહે છે.
કલૌંજીના અન્ય લાભ
જો આપ કોલેસ્ટ્રોલની બીમારીથી પરેશાન હો તો કલૌંજી ફુલ અને એલડીએલ ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. તે હાર્ટની હેલ્થનો પણ ખ્યાલ રાખે છે.
- કલોંજી એન્ટીબેક્ટેરિયલ છે. જે રોગજન્ય સામે લડવામાં મદદરૂપ થાય છે.
- કલૌંજીમાં એન્ટી ફ્લેમેટરી ગુણ હોય છે. જે શરીરને લાભ પહોંચાડે છે.
- કેટલાક અધ્યયના પ્રમાણ મુજબ કલૌંજી બ્લડ શુગર લેવલને કંન્ટ્રોલ કરે છે.
- કલોન્જી એન્ટીઓક્સિડન્ટનો એક સમૃદ્ધ સ્ત્રોત છે. જે શરીરના સ્વાસ્થ્યને લાભ પહોંચાડ છે.
Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )