heat-wave:ડીહાઈડ્રેશનનો શિકાર બન્યા બૉલીવુડ એક્ટર શાહરૂખ ખાન, જાણો લૂ લાગવા પર સૌથી પહેલા શું કરવું જોઈએ?
Summer Health:સમગ્ર ભારતમા હાલના દિવસોમાં ભારે ગરમી પડી રહી છે. ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી ગરમીના કારણે લોકોની હાલત ખરાબ છે.આ દિવસોમાં સમગ્ર ભારતમાં ગરમીનું મોજું ચાલી રહ્યું છે.
બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની તબિયત અચાનક લથડી છે. જેના કારણે તેમને અમદાવાદની KD હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે હીટ વેવને કારણે તેમને હીટસ્ટ્રોક થયો છે.
જેના કારણે તે ડિહાઈડ્રેશનનો શિકાર બન્યા છે. રિપોર્ટ અનુસાર શાહરૂખને બુધવારે બપોરે 2 વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સમગ્ર ભારતમા હાલના દિવસોમાં ભારે ગરમી પડી રહી છે. ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી ગરમીના કારણે લોકોની હાલત ખરાબ છે.આ દિવસોમાં ભારે ગરમીના કારણે સમગ્ર ભારતમાં ગરમીનું મોજું ચાલી રહ્યું છે. બોલિવૂડનો કિંગ ખાન શાહરૂખ પણ આનાથી બચી શક્યો નથી.
આજે અમે તમને આ લેખ દ્વારા જણાવીશું કે હીટ વેવ શું છે. અમે તમને એ પણ જણાવીશું કે આ સમયગાળા દરમિયાન જો તમને હીટસ્ટ્રોક આવે તો તમારે સૌથી પહેલા શું કરવું જોઈએ?
હિટ વેવ શું છે?
જ્યારે 3 દિવસ સુધી અથવા તો 3 કરતાં વધારે દિવસ સુધી તાપમાન 40 ડિગ્રી કરતાં વધારે રહે ત્યારે તેને હિટ વેવ કેહવામાં આવે છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)ની ચેતવણી
આ દિવસોમાં દેશના મોટાભાગના રાજ્યોમાં ભારે ગરમી પડી રહી છે.ભારતીય હવામાન વિભાગ (IMD) એ તેના ટ્વિટર પર લખ્યું છે કે તેમણે તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા અને આંધ્રપ્રદેશના વિવિધ ભાગોમાં ગરમીની લહેર અંગે ચેતવણી આપી છે.હીટ વેવ એટલે કે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ હોય છે. આટલા ઊંચા તાપમાનમાં રહેવું માનવ સ્વાસ્થ્ય માટે સારું નથી.
શરીરમાં પાણી ઓછું ન થવા દો
હીટ વેવ દરમિયાન તીવ્ર ગરમીવાળો પવન ફૂંકાય છે. આ સમયગાળા દરમિયાન નિર્જલીકરણનું(ડિહાઈડ્રેશન) જોખમ નોંધપાત્ર રીતે વધે છે. આવી સ્થિતિમાં થોડા થોડા સમયાંતરે પાણી પીતા રહો જેથી શરીર હાઇડ્રેટ રહે.આ સિઝનમાં દરરોજ ઓછામાં ઓછું 8-10 ગ્લાસ પાણી પીવાનો પ્રયાસ કરો. તમારા આહારમાં પુષ્કળ ફળો અને શાકભાજીનો સમાવેશ કરો.
જરૂરી કામ હોય તો જ બહાર નિકળવું
હીટ વેવ થી બચવા માટે કામ સિવાય ઘરની બહાર જવાનું ટાળો. ઘરની અંદર પંખા,કુલર,એસીમાં રહો. જેનાથી તમે લૂ લાગવાથી બચી સકશો.
વધારે તળકામાં જવાથી બચો.
9-4 વાગ્યાની વચ્ચે બહાર જવાનું ટાળો. જો તમારે બહાર જવું હોય તો પણ તમારી સાથે ટોપી, ચશ્મા, પાણીની બોટલ અને છત્રી રાખો. હળવા રંગના ઢીલા કપડાં પહેરો. જેથી તમારી ત્વચાને સુરક્ષિત રાખી શકાય જેથી લૂ ના લાગે.
વધુ પડતી શારીરિક પ્રવૃત્તિ ટાળો
ગરમીના સમય દરમિયાન વધુ પડતી શારીરિક પ્રવૃત્તિ ટાળવાનો પ્રયાસ કરો. કારણ કે ઉનાળાની ઋતુમાં વધારે વર્કઆઉટ કરવાથી શરીરનું તાપમાન વધી શકે છે. તેનાથી હીટ સ્ટ્રોકનું જોખમ વધી શકે છે.
ભૂખ્યા પેટે ક્યારેય તળકામાં ના નિકડશો
જો બહાર ગરમ પવન અને લૂ લાગી રહી છે તો એવામાં ભૂખ્યાં પેટે ઘરની બહાર ના નિકળવું. કારણ કે ભૂખ્યા પેટે નિકળવાથી ચક્કર આવી શકે છે, જેથી બહાર નીકળતા પેહલા ખાઈ ને જ નીકળો તેથી સમસ્યા થી બચી શકાય.
Disclaimer:સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )