Mask Rules: કોવિડના વધતા જોખમ વચ્ચે સરકારે આપી માસ્ક પહેરવાની સલાહ, જાણો શું હોઈ શકે છે ગાઈડલાઈન
India COVID 19 Situation: કહેવાય છે કે પીએમ મોદીની સાથેની બેઠક પછી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી કોરોના માટે એક નવી ગાઈડલાઈન બહાર પડી શકે છે.
India COVID 19 Situation: કહેવાય છે કે પીએમ મોદીની સાથેની બેઠક પછી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી કોરોના માટે એક નવી ગાઈડલાઈન બહાર પડી શકે છે.
Covid 19 India:દુનિયામાં અચાનક વધતા કોરોનાના કેસોને જોતા ભારતમાં પણ ઘણા પ્રકારની તૈયારીઓ શરુ થઇ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આને લઈને રિવ્યૂ મિટિંગ કરી છે. ત્યાર બાદ બધા રાજ્યો તથા દેશના લોકોને જરૂરી સાવધાની રાખવાની સલાહ પણ આપી .પરંતુ આ બધા વચ્ચે માસ્ક પહેરવાને લઈને ઘણું જ અસમંજસ જોવા મળ્યું છે. સરકારની તરફથી માસ્ક વિશે શું કહેવામાં આવ્યું છે, તેને ફરજીયાત કર્યું છે ક નહીં આ વાતને લઈને ખુબ ચર્ચાઓ થઇ રહી છે. તો અમે તમારું આ અસમંજસ દુર કરી દઈએ.
માસ્કને લઈને શું છે હાલના નિયમ?
કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ બધા જ અધિકારીઓ તથા કોરોના એક્સપર્ટ કમિટીના લોકો સાથે મળીને એક રિવ્યૂ મિટિંગ કરી. આ મિટિંગની પછી સરકારની તરફથી એક ગાઈડલાઈ બહાર પાડવામાં આવી, જેમાં માસ્ક પહેરવાની વાત કરવામાં આવી હતી. ત્યારબાદ એવી અફવાઓઉડી કે સરકારે માસ્ક પહેરવાનું ફરજીયાત કરી નાખ્યું છે. જોકે હજુ સુધી એવું થયું નથી. સરકારે ફક્ત સલાહ આપી છે કે સાર્વજનિક સ્થળો પર માસ્ક પહેરો અને સોશિયલ સામાજિક અંતરનું પાલન કરો. એટલે કે માસ્કને લઈને હજુ સુધી કોઈ નિયમ કે દંડ નક્કી નથી કરવામાં આવ્યો. પરંતુ તેનો અર્થએ નથી કે આપણે બેપરવાહ થઈને ભીડભાડ વાળી જગ્યાએ વગર માસ્કમાં ફરીએ.
શું બોલ્યા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા
આરોગ્ય મનસુખા માંડવિયાએ તમામ અધિકારીઓને બેઠકમાં સજગ રહેવાની દેખરેખ રાખવા માટેના નિર્દેશ આપ્યા. બેઠક બાદ તેમણે Tweet કર્યું કે, “અમુક દેશોમાં કોવિડ-19માં વધારાને લઈને આજે નિષ્ણાતો તથા અધિકારીઓ સાથે બેઠક કરી કોવિડ હજુ સમાપ્ત નથી થયું. મેં બધા જ સંબંધિત લોકોને સજાગ રહેવા અને દેખરેખ રાખવા માટે કહ્યું છે. અમે કોઈ પણ સ્થિતિ માટે તૈયાર છીએ."
આ બેઠક પછી ડૉ.વીકે પોલએ કહ્યુંકે ફક્ત 27-28% ભારતીયોએ જ કોવિડ - 19ની રસીની બુસ્ટર ડોઝ લીધો છે. તેમણે કહ્યું કે લોકોને રસી લઇ લેવી જોઈએ આ સાથે જ ભીડ વાળી જગ્યાઓ પર માસ્ક પહેરવું જોઈએ. આ સાથે જ તેમણે લોકોને અપીલ કરતા કહ્યું કે તેમણે ડરવાની જરૂર નથી.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )