શોધખોળ કરો

Alzheimer: ભુલવાની આ બિમારી લઈ શકે છે તમારો જીવ, વૃદ્ધાવસ્થામાં આપે છે સૌથી વધુ તકલીફ

Alzheimer: અલ્ઝાઈમર એક પ્રગતિશીલ રોગ છે, જે ધીમે ધીમે આગળ વધે છે અને દર્દીની સ્થિતિ વધુ ખરાબ કરે છે. એક સમય એવો આવે છે જ્યારે વ્યક્તિ માત્ર ખાવાનું જ નહીં, કપડાં પહેરવાનું જ નહીં પણ ટોયલેટ જવાનું પણ ભૂલી જાય છે

Alzheimer: અલ્ઝાઈમર એક એવો ખતરનાક રોગ છે જેમાં મગજના કોષો મરવા લાગે છે અને મગજનું કદ ઘટવા લાગે છે. સમગ્ર વિશ્વમાં આ રોગ ઝડપથી વધી રહ્યો છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે તેની કોઈ સારવાર નથી. વધતી જતી ઉંમર સાથે આ રોગનું જોખમ પણ વધી જાય છે.

વૃદ્ધાવસ્થામાં તેનાથી વધુ તકલીફ થાય છે. અલ્ઝાઈમરના કિસ્સામાં, નાની-નાની બાબતો મગજમાંથી ગાયબ થવા લાગે છે. ચશ્મા અને ચાવી જેવી વસ્તુઓ પણ ભુલાઈ જાય છે. ઘણી વખત રોજિંદા કાર્યો, સ્નાન અને રસ્તાઓ પણ યાદ રાખવું મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં, તમારે કોઈપણ વિલંબ કર્યા વિના ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

અલ્ઝાઈમર રોગ કેટલો ખતરનાક છે?

  • અલ્ઝાઈમર એ ડિમેન્શિયાનો એક પ્રકાર છે, જેમાં વિચારવાની અને સમજવાની ક્ષમતા પર અસર થાય છે, યાદશક્તિ નબળી પડે છે અને વર્તન બદલાય છે.
  • ડિમેન્શિયાના 60-70 ટકા કેસ અલ્ઝાઈમરના છે.
  • 65 વર્ષની ઉંમર પછી, અલ્ઝાઈમરનું જોખમ દર 5 વર્ષે બમણું થઈ જાય છે.
  • જો પરિવારમાં કોઈને અલ્ઝાઈમર હોય તો આવનારી પેઢીઓમાં તેનું જોખમ વધી જાય છે.

અલ્ઝાઈમરના 7 તબક્કા

1. પ્રથમ તબક્કામાં લક્ષણો દેખાતા નથી.

2. નાની-નાની વાતો ભૂલી જવાની શરૂઆત.

3. એકાગ્રતા અને યાદશક્તિની નબળાઈ. શારીરિક-માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે.

4. રોજિંદા કામમાં સમસ્યાઓનો સામનો કરવાનું શરૂ થવું.

5. રોગના લક્ષણોમાં વધારો અને અન્ય પર નિર્ભર બનવું.

6. ખોરાક ખાવામાં અને કપડાં પહેરવામાં પણ બીજાની મદદની જરૂર છે

7. બોલવામાં મુશ્કેલી, બોડી લેંગ્લેજ પણ વ્યક્ત કરવામાં અસમર્થતા.

અલ્ઝાઈમરના લક્ષણો કેવા દેખાય છે?

  • નબળી યાદશક્તિ અને કંઈપણ યાદ રાખવામાં મુશ્કેલી. વસ્તુઓને યોગ્ય રીતે ઓળખવામાં સક્ષમ નથી
  • લખવામાં અને બોલવામાં મુશ્કેલી અનુભવવી
  • સમય, સ્થળ અથવા દિશાની મૂંઝવણ
  • પ્રશ્નો ઉકેલવામાં મુશ્કેલી
  • વિચારવામાં કે નિર્ણય લેવામાં મુશ્કેલી
  • ખાવાનું, કપડાં પહેરવાનું, ટોયલેટ જવાનું પણ ભૂલી જવાઈ છે
  • રોજિંદા કાર્યોમાં મુશ્કેલી, પોતાની જાતને સ્વચ્છ રાખવામાં મુશ્કેલી
  • વ્યક્તિત્વ અને વર્તનમાં ફેરફાર
  • કુટુંબ, મિત્રો અને સમાજથી અલગતા

અલ્ઝાઈમરથી બચવા શું કરવું

  • વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર લીલા શાકભાજી ખાઓ.
  • વિટામિન્સ અને પોષક તત્વોથી ભરપૂર તાજા મોસમી ફળો ખાઓ.
  • આહારમાં એન્ટીઑકિસડન્ટોનો સમાવેશ કરો.
  • દારૂ અને સિગારેટથી અંતર રાખો.
  • ધ્યાન કરો, કોયડાઓ ઉકેલો,મનને સક્રિય રાખો.
  • એકલા ન રહો, લોકો સાથે ભળી જાઓ.
  • મોર્નિંગ વોક, કસરત, યોગ-ધ્યાન માટે જાઓ.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

આ પણ વાંચો:

General Knowledge: ભારતમાં કોન્ડોમનો સૌથી વધુ ઉપયોગ ક્યાં થાય છે, રાજ્યનું નામ સાંભળીને ચોંકી જશો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sanju Samson Century: સંજૂ સેમસને સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો, આ કરનાર પ્રથમ ભારતીય બન્યો
Sanju Samson Century: સંજૂ સેમસને સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો, આ કરનાર પ્રથમ ભારતીય બન્યો
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની તારીખ આવી ગઈ, દુબઈમાં આ દિવસે રમાશે મેચ
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની તારીખ આવી ગઈ, દુબઈમાં આ દિવસે રમાશે મેચ
Stock Market Holiday: ૨૦ નવેમ્બરે શેર બજાર બંધ રહેશે, આ કારણસર બુધવારે રજા રાખવામાં આવી
20 નવેમ્બરે શેર બજાર રહેશે બંધ, અચાનક એક્સચેન્જે આપી જાણકારી, જાણો શું છે કારણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ: શક્તિની દેવીના ધામમાં 'અધર્મ'Hun To Bolish: હું તો બોલીશ: મગફળી મબલખ પણ ખેડૂતોને કેટલો ટેકો?Ambaji Gang Rape Case: અંબાજીમાં સામૂહિક દુષ્કર્મની ઘટનામાં ગેનીબેને ગૃહ મંત્રીને લીધા આડેહાથAccident News:  ગુજરાતથી અયોધ્યા જતી ખાનગી બસને નડ્યો અકસ્માત, 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sanju Samson Century: સંજૂ સેમસને સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો, આ કરનાર પ્રથમ ભારતીય બન્યો
Sanju Samson Century: સંજૂ સેમસને સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો, આ કરનાર પ્રથમ ભારતીય બન્યો
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની તારીખ આવી ગઈ, દુબઈમાં આ દિવસે રમાશે મેચ
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની તારીખ આવી ગઈ, દુબઈમાં આ દિવસે રમાશે મેચ
Stock Market Holiday: ૨૦ નવેમ્બરે શેર બજાર બંધ રહેશે, આ કારણસર બુધવારે રજા રાખવામાં આવી
20 નવેમ્બરે શેર બજાર રહેશે બંધ, અચાનક એક્સચેન્જે આપી જાણકારી, જાણો શું છે કારણ
UAN નંબર વગર PF બેલેન્સ કેવી રીતે ચેક કરવું? મિસ્ડ કોલ અને મેસેજથી થઈ જશે કામ
UAN નંબર વગર PF બેલેન્સ કેવી રીતે ચેક કરવું? મિસ્ડ કોલ અને મેસેજથી થઈ જશે કામ
હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલી બસ યૂપી રોડવેઝ બસ સાથે અથડાઈ, 50 ગુજરાતી યાત્રીઓ ઘાયલ
અયોધ્યા જતી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 50 મુસાફરો ઘાયલ
ભારતના આ ગામમાં લોકો ડોનાલ્ડ ટ્રમ્પને ભગવાનની જેમ પૂજે છે, કેવી રીતે શરૂ થઈ આ પરંપરા?
ભારતના આ ગામમાં લોકો ડોનાલ્ડ ટ્રમ્પને ભગવાનની જેમ પૂજે છે, કેવી રીતે શરૂ થઈ આ પરંપરા?
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
Embed widget