Monsoon Health: નેક્સ્ટ લેવલ પર પહોંચશે આપની ફિટનેસ, મોનસૂનમાં જરૂર ખાવા જોઇએ, આ બે શાક
What to eat in Monsoon:મોનસૂનમાં કઇ –કઇ સબ્જી ખાવી હેલ્ધી રહે છે અને આ સિઝનમાં તેના સેવનથી ફાયદો થાય છે જાણીએ..
What to eat in Monsoon:મોનસૂનમાં કઇ –કઇ સબ્જી ખાવી હેલ્ધી રહે છે અને આ સિઝનમાં તેના સેવનથી ફાયદો થાય છે જાણીએ..
મોનસૂનમાં ખાવા-પીવાની બાબતમાં ખૂબ કાળજી રાખવી પડે છે. કારણ કે આ વિષયમાં કરવામાં આવેલી એક નાની બેદરકારી પણ તમને બીમાર કરી શકે છે. આ સિઝનમાં તમારે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ તે વિશે ઘણી વાર તમને ઘણી વાર્તાઓ વાંચવા મળશે. પરંતુ અમે તમને આ લેખમાં જણાવવા જઈ રહ્યા છીએ કે તમારે વરસાદની ઋતુમાં ખાસ ક્યાં શાક ખાવા જોઇએ.
મોનસૂનમાં ક્યાં શાક ખાવા જોઇએ
- ચોમાસાની સિઝનમાં આપને અરબીનું શાક અવશ્ય ખાવું જોઇએ. આ સબ્જી લસથી ભરપૂર હોય છે. જે પ્રાકૃતિક રીતે સ્નિગ્ધતા વધારે છે. વરસાદની સિઝનમાં આ શાક ત્વચાને હેલ્ધી રાખવામાં તેમજ હાડકાને મજબૂત બનાવવામાં કારગર છે.
- જો કે અરબનીના સેવનથી અપચાની સમસ્યા થઇ શકે છે,તેમજ માથામાં દુખાવા જેવી ફરિયાદ પણ થઇ શકે છે. જેથી તને હમેશા દેશી ઘી સાથે અને અજમા સાથે જ બનાવવી જોઇએ.
- ભીંડી લવર્સ માટે ખુશ ખબર એ છે કે,ચોમાસામાં ભીંડી ખાવાથી સૌથી વધુ પોષક તત્વોનો લાભ મળે છે. આયુર્વૈદ મુજબ તે અનેક ગુણોથી સભર છે અને સુપાચ્ય છે. જો કે અરબીની જેમ તેને દેશી ઘીમાં બનાવામાં નથી આવતી.
મોનસૂનમાં શું ખાવું જોઇએ?
અરબી અને ભીંડી સિવાય વરસાદની ઋતુમાં તુવેર, ગોળ અને ટીંડા ચોક્કસ ખાવું જોઈએ. આ તમામ શાકભાજી પાચન માટે સારી છે અને પૌષ્ટિક ગુણોથી ભરપૂર છે. સામાન્ય રીતે બાળકો આ શાકભાજી ખાવાનું પસંદ કરતા નથી. આવું એટલા માટે થાય છે કારણ કે તમે તેમને નાનપણથી જ આ શાકભાજી ખાવાની આદત નથી પાડતા અથવા જ્યારે પરિવારના વડીલો આ શાકભાજીને અવોઇડ કરે છે તો બાળકો પણ તેને ખાતા નથી. આમ કરવાથી બાળકોના શરીરમાં પોષણની ઉણપ રહી જાય છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )