(Source: ECI/ABP News/ABP Majha)
એકવાર જરૂર ટ્રાય કરો કાઠિયાવાડી મસાલા ખીચડી... બનાવવી ખૂબ જ સરળ! નોંધી લો રેસીપી
જો તમે ડિનર અથવા લંચમાં કંઇક હલકું અને મસાલેદાર ખાવા માંગતા હોવ તો મસાલા ખીચડી વધુ સારો વિકલ્પ છે. ત્યારે નોંધી લો કાઠિયાવાડી મસાલા ખીચડીની રેસીપી
Kathiyawadi Khichdi Recipe: ખીચડી એ ખૂબ જ પૌષ્ટિક ખોરાક છે. આજના યુગમાં લોકો જ્યારે તબિયત ખરાબ હોય ત્યારે જ ખીચડી ખાય છે. કારણ કે તે ખૂબ જ સરળ રીતે બનાવવામાં આવે છે. પરંતુ આજે અમે તમને કાઠિયાવાડી મસાલા ખીચડીની રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ. તે ખૂબ જ સ્વાદિષ્ટ અને ખાસ છે. તમે આ રેસીપી ડિનર અથવા લંચ માટે બનાવી શકો છો અથવા જો તમે કંઈક હલકું અને મસાલેદાર ખાવા માંગતા હોવ તો મસાલા ખીચડી વધુ સારો વિકલ્પ છે. તે બનાવવામાં પણ ખૂબ જ સરળ છે અને તે ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. તેમાં ઉમેરવામાં આવતા મસાલાને લીધે ખીચડીનો સ્વાદ ખૂબ જ સરસ થાય છે. તો ચાલો જાણીએ કાઠિયાવાડી ખીચડી બનાવવાની રેસીપી...
કાઠિયાવાડી મસાલા ખીચડીની સામગ્રી
- 1 વાટકી ચોખા
- 1 વાટકી ફોતરાંવાળી મગની દાળ
- 1 ડુંગળી
- 1 બટાકું
- 1 ચમચી આદુ છીણેલું
- 6 લસણની કળી
- 1 ટેબલસ્પૂન સમારેલુ લીલુ લસણ
- વટાણા ½ વાટકી
- એક સમારેલું ટામેટું
- હળદર અડધી ચમચી
- લાલ મરચું પાવડર 1 ચમચી
- ગરમ મસાલો અડધી ચમચી
- કોથમીર બારીક સમારેલી 3 ચમચી
- જરૂર મુજબ તેલ
- સ્વાદ માટે મીઠું
કાઠિયાવાડી મસાલા ખીચડી બનાવવા માટેની રેસિપી
કાઠિયાવાડી મસાલા ખીચડી બનાવવા માટે પહેલા ચોખા અને મગની દાળને સાફ કરીને ધોઈ લો. હવે બટેટા, ડુંગળી અને ટામેટાંને કાપી લો, દાળ અને ચોખાને પ્રેશર કૂકરમાં મુકવા દો. કુકરમાં ઝીણા સમારેલા બટેટા, વટાણા, હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખો અને ચોખા કરતાં 4 ગણું વધુ પાણી ઉમેરીને ખીચડી બનાવી લો. હવે એક તપેલી લો અને તેમાં તેલ નાખીને મધ્યમ આંચ પર ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, છીણેલું આદુ, ઝીણું સમારેલું લસણ અને એક ચપટી હિંગ નાખીને સાંતળો. આ પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને લીલું લસણ ઉમેરો અને લગભગ 1 મિનિટ માટે સાંતળો. તેમાં બારીક સમારેલા ટામેટાં, લીલા મરચાં, ગરમ મસાલો અને થોડી હળદર નાખીને મસાલો તેલ છોડવા માંડે ત્યાં સુધી પકાવો. થોડું પાણી નાખ્યા પછી જ્યારે તે ઉકળવા લાગે ત્યારે તેમાં ખીચડી નાખો. તેને 3 મિનિટ પકાવો, તમારી કાઠિયાવાડી ખીચડી તૈયાર છે. સર્વ કરતી વખતે ઉપર ઘી નાખીને ગરમા ગરમ ટેસ્ટી મસાલા ખિચડીની મજા માણો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )