નવરાત્રિના ઉપવાસ દરમિયાન ટ્રાય કરો આલૂ ટિક્કી, મોંઢાનો ટેસ્ટ બદલી નાંખશે આ Recipe
Navratri Vrat Falahari Aloo Tikki Recipe: આ ટિક્કી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તે પળવારમાં તૈયાર થઈ જાય છે. જો તમે પણ આ નવરાત્રિમાં તમારા મોંનો સ્વાદ બદલવા માંગતા હોવ તો એક નવી રેસિપી ટ્રાય કરો.
![નવરાત્રિના ઉપવાસ દરમિયાન ટ્રાય કરો આલૂ ટિક્કી, મોંઢાનો ટેસ્ટ બદલી નાંખશે આ Recipe Navratri vrat recipe: How to make falahari aloo tikki recipe નવરાત્રિના ઉપવાસ દરમિયાન ટ્રાય કરો આલૂ ટિક્કી, મોંઢાનો ટેસ્ટ બદલી નાંખશે આ Recipe](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/23/3777481e6282852a3528a1796546aeac167956226473476_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Navratri Vrat Falahari Aloo Tikki Recipe: નવરાત્રિના ઉપવાસ દરમિયાન બટાકાની બનેલી મોટાભાગની વસ્તુઓ ઉપવાસ માટે ખાવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે દર વર્ષે નવરાત્રિના ઉપવાસ દરમિયાન જીરા આલૂ ખાવાથી કંટાળી ગયા હોવ તો આ ટેસ્ટી ફલાહારી આલૂ ટિક્કીની રેસિપી અજમાવો. આ ટિક્કીની રેસીપી ખાવામાં તો ખૂબ જ સ્વાદિષ્ટ છે પણ તે ખૂબ જ ઝડપથી તૈયાર પણ થઈ જાય છે. જો તમે પણ આ નવરાત્રિમાં તમારા મોંનો સ્વાદ બદલવા માટે કોઈ નવી રેસીપી અજમાવવા માંગતા હોવ તો બનાવો ફલાહારી આલૂ ટિક્કી રેસીપી.
ફળાહારી આલુ ટિક્કી બનાવવા માટેની સામગ્રી-
-5 બાફેલા બટાકા
-2 સમારેલા લીલા મરચા
8 થી 10 કાળા મરીના દાણાનો પાઉડર
- બારીક સમારેલી કોથમીર
- રોક મીઠું સ્વાદ મુજબ
- બારીક સમારેલ આદુ
જરૂર મુજબ ઘી અથવા તેલ
-1 ચમચી જીરું પાઉડર
- 1 વાટકી દહીં
-1 વાટકી અનારદાણા
જરૂર મુજબ ચટણી
ફરાળી આલુ ટિક્કી બનાવવાની રીત-
ફરાળી આલૂ ટિક્કી બનાવવા માટે સૌપ્રથમ બાફેલા બટેટાને છોલીને સારી રીતે મેશ કરો. હવે આ બટાકામાં મીઠું, ધાણાજીરું, આદુ, લીલું મરચું, જીરું પાઉડર નાખીને બરાબર મિક્ષ કરી લો. હવે હથેળીની મદદથી બટેટાના મસાલાને ગોળ ટિક્કીનો આકાર આપો. આ પછી તળી પર ઘી લગાવો અને ટિક્કીને બંને બાજુ મધ્યમ તાપ પર શેકી લો. હવે તૈયાર કરેલી ટિક્કીને પ્લેટમાં કાઢીને તેના પર દહીં, દાડમના દાણા અને ચટણી ઉમેરીને ગરમા-ગરમ સર્વ કરો.
આ પણ વાંચો: Recipe: ડુંગળી-લસણ વગર આ રીતે બનાવો પનીર કાલી મિર્ચ, સ્વાદ એવો કે ચાટતા રહી જશો આંગળીઓ
જો તમે શાકાહારી છો તો ઘણીવાર મહેમાનો આવે ત્યારે તમે પનીર બનાવતા જ હશો. તમે પનીરથી અનેક પ્રકારની વાનગીઓ તૈયાર કરી શકો છો. જો કે તેની ગ્રેવીમાં ડુંગળી અને આદુ લસણની પેસ્ટ ઉમેરવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો નવરાત્રિ દરમિયાન કાંદા-લસણ ખાતા નથી. આવી સ્થિતિમાં અમે તમારા માટે લાવ્યા છીએ નવરાત્રી સ્પેશિયલ પનીર કાલી મિર્ચની અદ્ભુત રેસિપી, જેને તમે ઘરે જ બનાવીને ઝડપથી સર્વ કરી શકો છો. તો જાણી લો આ સ્વાદિષ્ટ શાક બનાવવાની રીત-
પનીર કાલી મિર્ચ બનાવવા માટેની સામગ્રી
પનીર કાલી મિર્ચ બનાવવા માટે, તમારે પનીર, ટામેટાં, લીલા મરચાં, આદુ, કાજુ, કાળા મરી પાવડર, ધાણાજીરું, મીઠું, ધાણા પાવડર, ગરમ મસાલો, પનીર મસાલો, ક્રીમ અને ગરમ મસાલાની જરૂર પડશે.
કેવી રીતે બનાવવી પનીર કાલી મિર્ચ?
તેને બનાવવા માટે પહેલા કાજુને બ્લેન્ડરમાં સારી રીતે પીસી લો. તેની સ્મૂધ પેસ્ટ તૈયાર કરવાની છે. પછી આ બ્લેન્ડરમાં ટામેટાં, લીલા મરચાં અને આદુને પીસી લો. હવે એક કડાઈમાં ઘી ગરમ કરો અને પછી તેમાં તજનો ટુકડો, તમાલપત્ર, આખા કાળા મરી, ઈલાયચી નાખીને ફ્રાય કરો અને પછી તેમાં ટામેટાની પ્યુરી ઉમેરો. ટામેટાંને સારી રીતે શેકાવા દો. જ્યારે તે શેકાઈ જાય ત્યારે તેમાં મીઠું, ધાણા પાવડર નાખો અને પછી કાજુની પેસ્ટ ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો. 2 થી 3 મિનિટ પછી તેમાં કાળા મરી ઉમેરો. જ્યારે મસાલો શેકાઈ રહ્યો હોય ત્યારે પનીરના ટુકડા કરી લો. મસાલો બરાબર તૈયાર થઈ જાય પછી તેમાં ગરમ મસાલો અને ક્રીમ ઉમેરો. પછી તેને સારી રીતે મિક્સ કરો. છેલ્લે પનીર ઉમેરો અને પછી 2 થી 3 મિનિટ પકાવ્યા પછી ગેસ બંધ કરો અને તેને કોથમીરથી ગાર્નિશ કરો. તૈયાર છે પનીર કાલી મિર્ચ.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)