Dengue Fever: ડેન્ગ્યૂમાં આ કારણે ઘટવા લાગે છે પ્લેટલેટસ, આ ઘરેલુ ઉપચારથી ઝડપથી આવી શકે છે રિકવરી
ડેન્ગ્યુ મચ્છરના કરડવાથી થાય છે. આ રોગમાં પ્લેટલેટ્સ ઘટી જવાથી દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે.
Dengue Cause:આજકાલ ડેન્ગ્યુએ દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધીમાં હજારો લોકો તેનાથી પ્રભાવિત થયા છે. આ ખતરનાક રોગને કારણે ઘણા લોકોના મોત પણ થયા છે. દેશમાં ડેન્ગ્યુને લઈને ભયનું વાતાવરણ છે, જેના કારણે અનેક પ્રકારની અફવાઓ પણ ફેલાઈ રહી છે. આને ધ્યાનમાં રાખીને, અમે તમને આ રોગ સંબંધિત સાચી માહિતી જાણવી જરૂરી છે.
ડેન્ગ્યુ શું છે અને કેવી રીતે ફેલાય છે
ડેન્ગ્યુ એક એવો રોગ છે જે મચ્છરના કરડવાથી થાય છે. આ મચ્છર એડિસ ઇજિપ્તી અથવા ટાઇગર મચ્છર તરીકે ઓળખાય છે. તેના કાળા શરીર પર સફેદ પટ્ટાઓ હોવાથી તેને ટાઈગર મચ્છર કહેવામાં આવે છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ડેન્ગ્યુના મચ્છર દિવસ દરમિયાન કરડે છે. આ મચ્છર એવી જગ્યાએ પેદા થાય છે જ્યાં સ્વચ્છ પાણીનો સંગ્રહ થાય છે., ઝાડના પોલા થડ, કુલર, પાણીની ટાંકી, તેની ઉત્પતી થાય છે.
ડેન્ગ્યુ મચ્છર આ રીતે રોગ ફેલાવે છે
એકવાર ડેન્ગ્યુનું મચ્છર બીમાર વ્યક્તિને કરડે તો ડેન્ગ્યુનો વાયરસ મચ્છરની અંદર જાય છે અને પછી જો આ મચ્છર કોઈ સ્વસ્થ વ્યક્તિને કરડે તો તે વ્યક્તિને ડેન્ગ્યુ થાય છે. સૌથી પરેશાનીની વાત એ છે કે એક વખત મચ્છર વાયરસથી સંક્રમિત થઈ જાય પછી, જ્યાં સુધી આ મચ્છર જીવિત રહે છે ત્યાં સુધી તે ફરતા રહીને લોકોને ડેન્ગ્યુ રોગનો ચેપ લગાડતો રહે છે.
ડેન્ગ્યુ તાવના ત્રણ પ્રકાર છે - ડેન્ગ્યુ, હેમરેજિક ફીવર અને ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ.
ડેન્ગ્યુ તાવમાં પ્લેટલેટ્સ કેમ ઘટવા લાગે છે?
નિષ્ણાતોના મતે, સામાન્ય માણસમાં પ્લેટલેટની સંખ્યા 150,000 થી 250,000 રક્તના માઇક્રોલિટરની વચ્ચે હોય છે. જ્યારે, ડેન્ગ્યુથી પીડિત દર્દીમાં, લગભગ 80 થી 90 ટકા દર્દીઓમાં પ્લેટલેટ્સનું સ્તર 100,000 ટકાથી ઓછું હોય છે. જ્યારે 10 થી 20 ટકા ગંભીર દર્દીઓમાં પ્લેટલેટ્સનું સ્તર 20,000 અથવા તેનાથી ઓછું હોઈ શકે છે.
પ્લેટલેટ્સ કેવી રીતે વધારવું
ગિલોયનો રસ
ડેન્ગ્યુ તાવમાં પ્લેટલેટ કાઉન્ટ વધારવા માટે ગિલોયનો રસ શ્રેષ્ઠ છે. ગિલોયનો રસ પીવાથી પ્લેટલેટ વધારી શકાય છે. ડેન્ગ્યુમાં, તે દવા કરતાં વધુ ફાયદો કરે છે અને જલ્દી રિકવરી આવે છે.
પપૈયાના પાનનો રસ
પપૈયાના પાનનો રસ પણ ડેન્ગ્યુના વાયરસમાં ખૂબ અસરકારક છે. જો તમારા ઘરમાં ડેન્ગ્યુનો દર્દી છે તો પપૈયાના પાનનો રસ બનાવીને પીવડાવો . તરત જ ફાયદો દેખાશે અને બહુ ઝડપથી રિકવરી આવે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )