શોધખોળ કરો

Poonam Pandey Death: એકટ્રેસ પૂનમ પાંડેનું સર્વાઈકલ કેન્સરથી મોત, જાણો લક્ષણો અને દર વર્ષે આ બીમારીથી કેટલા લોકોના થાય છે મોત

cervical cancer: સર્વાઈકલ કેન્સર એ મહિલાઓનું કેન્સર છે જેને ગર્ભાશયનું કેન્સર પણ કહેવામાં આવે છે.

Poonam Pandey Death: બોલિવૂડ અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડેનું સર્વાઈકલ કેન્સરથી નિધન થયું છે. પૂનમ પાંડે માત્ર 32 વર્ષની હતી અને તેના નિધનના સમાચાર તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર જાહેર કરવામાં આવ્યા છે. પૂનમ પાંડેના અવસાનથી ઈન્ડસ્ટ્રીના લોકો આઘાતમાં છે તો તેના ચાહકો પણ શોકમાં ડૂબી ગયા છે. પૂનમ પાંડેના મેનેજરના જણાવ્યા અનુસાર, અભિનેત્રી સર્વાઇકલ કેન્સરથી પીડિત હતી અને તેના કારણે તેનું મૃત્યુ થયું હતું. તમને જણાવી દઈએ કે સર્વાઈકલ કેન્સર એ મહિલાઓનું કેન્સર છે જેને ગર્ભાશયનું કેન્સર પણ કહેવામાં આવે છે. ચાલો તેના વિશે બધું જાણીએ.

સર્વાઇકલ કેન્સર શું છે?

સર્વાઇકલ કેન્સર સ્ત્રીઓના સર્વિક્સ કોષોમાં એટલે કે ગર્ભાશયના નીચેના ભાગમાં વિકસે છે. સર્વાઇકલ કેન્સરના કેસ સમગ્ર વિશ્વમાં ઝડપથી વધી રહ્યા હોવાથી, લોકોમાં આ કેન્સર વિશે માહિતી અને નિવારણની સમજનો અભાવ છે. તમને જણાવી દઈએ કે 20 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને સર્વાઇકલ કેન્સરથી બચવા માટે રસીકરણ અને નિયમિત ચેકઅપ કરાવવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ જાણકારીના અભાવે લોકો એવું કરતા નથી. તેથી, સર્વાઇકલ કેન્સરના કેસ ભારતમાં તેમજ વિશ્વભરમાં ઝડપથી વધી રહ્યા છે.

સર્વાઇકલ કેન્સરના લક્ષણો શું છે?

હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે સર્વાઈકલ કેન્સર એક ખાસ પ્રકારના એચપીવી અને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઈન્ફેક્શનને કારણે થાય છે. એચપીવી વાસ્તવમાં માનવ પેપિલોમા વાયરસનું એક જૂથ છે, જેમાં 14 થી વધુ વાયરસ વિવિધ પ્રકારના કેન્સરનું કારણ બની શકે છે. 70 ટકા સર્વાઇકલ કેન્સર માટે આ વાયરસ જૂથના બે પ્રકાર જવાબદાર હોવાનું કહી શકાય. જો કે, સર્વાઇકલ કેન્સરના લક્ષણો સામાન્ય રીતે બહુ સ્પષ્ટ હોતા નથી અને તેથી જ તેને વહેલાસર ઓળખવું મુશ્કેલ છે. તેના લક્ષણોમાં યોનિમાંથી અસામાન્ય રક્તસ્રાવ, યોનિમાંથી અસામાન્ય પ્રવાહી સ્રાવ, વજનમાં ઘટાડો, પીઠના નીચેના ભાગમાં સતત દુખાવો અને શૌચ કરવામાં મુશ્કેલીનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે મહિલાઓ આ લક્ષણો પર ધ્યાન આપતી નથી અને તે કેન્સરનું ગંભીર સ્વરૂપ બની જાય છે.

સર્વાઇકલ કેન્સર એ વિશ્વભરમાં મહિલાઓમાં ચોથું સૌથી સામાન્ય કેન્સર

WHO અનુસાર, 2020 માં અંદાજિત 6 લાખ 4000 નવા કેસ અને 3 લાખ 42 હજાર મૃત્યુ નોંધાયા હતા. તમને જણાવી દઈએ કે સર્વાઇકલ કેન્સર એ વિશ્વભરમાં મહિલાઓમાં ચોથું સૌથી સામાન્ય કેન્સર છે. ICMR ડેટા અનુસાર, ભારતમાં સર્વાઇકલ કેન્સરના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે અને અહીં લગભગ દર 8 મિનિટે એક મહિલા સર્વાઇકલ કેન્સરથી મૃત્યુ પામે છે.

View this post on Instagram
 
A post shared by Poonam Pandey (@poonampandeyreal)

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Winter update: ધાબળા-રજાઈ તૈયાર રાખો.... વરસાદ બાદ હવે નવેમ્બરમાં ઠંડી છોતરા કાઢશે! જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Winter update: ધાબળા-રજાઈ તૈયાર રાખો.... વરસાદ બાદ હવે નવેમ્બરમાં ઠંડી છોતરા કાઢશે! જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Congress Andolan: 3જી નવેમ્બરથી ખેડૂતો માટે આંદોલન શરૂ કરવાની પ્રતાપ દૂધાતની જાહેરાત, રાજકારણ ગરમાયું
Congress Andolan: 3જી નવેમ્બરથી ખેડૂતો માટે આંદોલન શરૂ કરવાની પ્રતાપ દૂધાતની જાહેરાત, રાજકારણ ગરમાયું
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
કમોસમી વરસાદની બેવડી થપાટ: ૧૦ લાખ હેક્ટરમાં નુકસાન, ઉપરથી ટેકાના ભાવે મગફળી ખરીદી મોકૂફ, ખેડૂતોની હાલત કફોડી
કમોસમી વરસાદની બેવડી થપાટ: ૧૦ લાખ હેક્ટરમાં નુકસાન, ઉપરથી ટેકાના ભાવે મગફળી ખરીદી મોકૂફ, ખેડૂતોની હાલત કફોડી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જય જય સરદાર | ABP Asmita
Ambalal Patel Rain Forecast: 2 નવેમ્બર સુધી વરસશે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, અંબાલાલની મોટી આગાહી
Girnar Lili Parikrama 2025: ગિરનારની લીલી પરિક્રમાને  લઈને પ્રશાસનનો મોટો નિર્ણય
Ahmedabad Incident: ઓઢવ સ્મશાન ગૃહમાં ન જળવાયો મોતનો મલાજો, મૃતદેહને ટાયર અને ગોદડાથી સળગાવવો પડ્યો
PM Modi Speech: રાષ્ટ્રીય એકતા દિવસ પર પીએમ મોદીનું સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Winter update: ધાબળા-રજાઈ તૈયાર રાખો.... વરસાદ બાદ હવે નવેમ્બરમાં ઠંડી છોતરા કાઢશે! જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Winter update: ધાબળા-રજાઈ તૈયાર રાખો.... વરસાદ બાદ હવે નવેમ્બરમાં ઠંડી છોતરા કાઢશે! જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Congress Andolan: 3જી નવેમ્બરથી ખેડૂતો માટે આંદોલન શરૂ કરવાની પ્રતાપ દૂધાતની જાહેરાત, રાજકારણ ગરમાયું
Congress Andolan: 3જી નવેમ્બરથી ખેડૂતો માટે આંદોલન શરૂ કરવાની પ્રતાપ દૂધાતની જાહેરાત, રાજકારણ ગરમાયું
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
કમોસમી વરસાદની બેવડી થપાટ: ૧૦ લાખ હેક્ટરમાં નુકસાન, ઉપરથી ટેકાના ભાવે મગફળી ખરીદી મોકૂફ, ખેડૂતોની હાલત કફોડી
કમોસમી વરસાદની બેવડી થપાટ: ૧૦ લાખ હેક્ટરમાં નુકસાન, ઉપરથી ટેકાના ભાવે મગફળી ખરીદી મોકૂફ, ખેડૂતોની હાલત કફોડી
Bhavnagar Rain: કમોસમી વરસાદનો કહેર, તળાજી નદી બે કાંઠે થયા કામરોળ ગામ થયું સંપર્ક વિહોણું
Bhavnagar Rain: કમોસમી વરસાદનો કહેર, તળાજી નદી બે કાંઠે થયા કામરોળ ગામ થયું સંપર્ક વિહોણું
Gujarat Rain: છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં બરબાદીનો વરસાદ, રાજુલા-ખાંભામાં ત્રણ ઇંચથી વધુ ખાબક્યો
Gujarat Rain: છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં બરબાદીનો વરસાદ, રાજુલા-ખાંભામાં ત્રણ ઇંચથી વધુ ખાબક્યો
આજથી રાજ્યની 17 હજાર સસ્તા અનાજની દુકાનોને તાળા: રેશન ડીલરો હડતાળ પર, જાણો લોકોને અનાજ ક્યારે મળશે?
આજથી રાજ્યની 17 હજાર સસ્તા અનાજની દુકાનોને તાળા: રેશન ડીલરો હડતાળ પર, જાણો લોકોને અનાજ ક્યારે મળશે?
LPG price cut: સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં આપી રાહત, જાણો કિંતમાં કેટલો ઘટાડો કર્યો
LPG price cut: સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં આપી રાહત, જાણો કિંતમાં કેટલો ઘટાડો કર્યો
Embed widget