(Source: ECI/ABP News/ABP Majha)
Rice Myths : ડાયટિંગ દરમિયાન ભાત ખાવા જોઇએ કે નહીં ? જાણો, ન્યુટ્રિનિસ્ટ શું આપે છે સલાહ
કેટલાક લોકોને લાગે છે કે, ચોખા ખાવાથી વજન વધે પરંતુ આ ધારણામાં કેટલું સત્ય છે. જાણીએ. ભાતને લઇને દરેક લોકોના મનમાં અલગ- અલગ ભ્રાંતિઓ છે. જેના કારણે તે થાળીમાંથી ભાતને હટાવી દે છે. તો જાણીએ ચોખાના સેવન માટે ન્યુટ્રિનિસ્ટ શું કહે છે
Rice Myths: કેટલાક લોકોને લાગે છે કે, ચોખા ખાવાથી વજન વધે પરંતુ આ ધારણામાં કેટલું સત્ય છે. જાણીએ. ભાતને લઇને દરેક લોકોના મનમાં અલગ- અલગ ભ્રાંતિઓ છે. જેના કારણે તે થાળીમાંથી ભાતને હટાવી દે છે. તો જાણીએ ચોખાના સેવન માટે ન્યુટ્રિનિસ્ટ શું કહે છે.
ન્યુટ્રિનિસ્ટનો મત છે કે હદથી વધુ કંઇ પણ ખાવ તો તે વજન વધારવા માટે કારણભૂત બને છે. તેથી હેલ્થી રહેવા માટે દરેક વસ્તુનું સીમિત સેવન કરવું જોઇએ.
ન્યુટ્રિનિસ્ટનો મત છે કે ભાત ખાવાથી વજન વધતું નથી કારણ કે તેમાં વધુ માત્રામાં કેલેરી નથી હોતી. રાંઘેલા અડધા કપ ભાતમાં લગભગ 120 કેલેરી હોય છે.
એક એવી પણ માન્યતા છે કે, જેમનું જીવન બેઠાડુ હોય તેને ભાત ન ખાવા જોઇએ,. પરંતુ આ ધારણા પણ ગલત છે. આપનું જીવન બેઠાડુ છે તો પણ આપને ભાત ખાવા જોઇએ પરંતુ શરત એ છે કે તેની માત્રા વઘુ ન હોવી જોઇએ.
ભાત ખાવાથી ગેસની સમસ્યા પણ થઇ શકે છે. આ ધારણાને પણ નિષ્ણાત ગલત જ માને છે. ચોખા સરળતાથી પચી જતો ખોરાક છે. તેમજ તે ગ્લૂટેન ફ્રી હોય છે.તેથી એ કહેવું ખોટું છે કે, ભાતથી ગેસની સમસ્યા ઉત્પન થાય છે.
એક સૌથી મોટી મિથક છે કે, વ્હાઇટ રાઇસ હેલ્ધી નથી હોતા. ચોખા હેલ્ઘી કાર્બોહાઇડ્રેઇટનો ઉત્તમ સ્ત્રોત છે.જે આપને દિવસભર ઊર્જાવાન રાખે છે. ભાતને આપ કોઇ પણ દાળ, બીન્સ સાથે ખાઇ શકો છો. જેનાથી તે વધુ હેલ્ધી થઇ જાય છે
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )