જંક ફૂડથી ઓછી ઉંમરમાં મોતનો ખતરો!, હાવર્ડ રિસર્ચમાં થયો ડરામણો ખુલાસો
હાર્વર્ડ યુનિવર્સિટીના નવા રિસર્ચે જંક ફૂડના શોખીન લોકો માટે ખતરાની ઘંટડી વગાડી છે
હાર્વર્ડ યુનિવર્સિટીના નવા રિસર્ચે જંક ફૂડના શોખીન લોકો માટે ખતરાની ઘંટડી વગાડી છે. રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે જે લોકો નિયમિતપણે બહારથી તૈયાર કરવામાં આવેલ અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ ખાય છે તેમને અકાળ મૃત્યુનું જોખમ વધારે છે. આનો અર્થ એ છે કે તેઓ સરેરાશ ઉંમર પહેલા મૃત્યુ પામી શકે છે. આ એક નાનો અભ્યાસ નથી. આ રિપોર્ટ 30 વર્ષથી વધુ સમયથી 1 લાખ 14 હજાર લોકોની ખાવાની આદતો અને જીવનશૈલી પર નજર રાખ્યા બાદ તૈયાર કરવામાં આવ્યો છે.
ચાલો પહેલા સમજીએ કે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ શું છે?
અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડની કોઈ એક વ્યાખ્યા નથી, પરંતુ સામાન્ય રીતે તેમાં એવા ઘટકો હોય છે જેનો ઉપયોગ ઘરની રસોઈમાં થતો નથી. અને આ તત્વો પોતે જ સ્વાસ્થ્યને ભારે નુકસાન પહોંચાડે છે. જેમ કે પ્રિઝર્વેટિવ્સ, કલર અને આર્ટિફિશિયલ સ્વીટનર્સ. એવો ખોરાક જેમાં ચરબીનું પ્રમાણ વધુ હોય અને પોષક તત્વો અને ફાઈબરનો અભાવ હોય છે.
અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડને કોસ્મેટિક ફૂડ પણ કહેવાય છે. આમાં ખોરાકના કુદરતી તત્વોને દૂર કરીને કૃત્રિમ તત્વો સાથે બદલવામાં આવે છે. જેના કારણે તેના પોષક તત્વો નાશ પામે છે. પ્રોસેસ્ડ ફૂડ્સમાં કેક, પેસ્ટ્રી, નૂડલ્સ, કેન્ડી, ચિપ્સ, રેડી ટુ ઇટ ખોરાક, વધુ ખાંડવાળા પીણાં વગેરેનો સમાવેશ થાય છે.
રિસર્ચમાં શું મળ્યું?
આ અભ્યાસ મેડિકલ જર્નલ BMJ માં પ્રકાશિત કરવામાં આવ્યો છે અને અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડના વપરાશ સાથે સંકળાયેલા જોખમો વિશે જણાવે છે. અતિશય અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી મૃત્યુનું જોખમ વધી જાય છે. જે લોકો નિયમિતપણે અલ્ટ્રા-પ્રોસેસ્ડ માંસનું સેવન કરે છે તેમના અકાળે મૃત્યુ થવાની શક્યતા 13 ટકા વધુ હોય છે. જેઓ વધુ પડતી મીઠાઇ અને કૃત્રિમ ખાંડ (ઠંડા પીણાં) નું સેવન કરે છે તેમને વહેલા મૃત્યુનું જોખમ 9 ટકા વધારે છે.
લગભગ 34 વર્ષ ચાલેલા અભ્યાસ દરમિયાન સંશોધકોએ 48,193 મૃત્યુની તપાસ કરી જેમાં કેન્સરથી 13,557 મૃત્યુ, કાર્ડિયોવેસ્ક્યુલર રોગોથી 11,416 મૃત્યુ, શ્વસન રોગોથી 3,926 મૃત્યુ અને ન્યુરોડિજનરેટિવ રોગોથી 6,343 મૃત્યુનો સમાવેશ થાય છે.
એવું તારણ કાઢવામાં આવ્યું છે કે લાંબા આયુષ્ય માટે અમુક પ્રકારના અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડના સેવનને મર્યાદિત કરવું મહત્વપૂર્ણ છે. અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડના વર્ગીકરણમાં પણ સુધારો કરવાની જરૂર છે.
અગાઉ પ્રકાશિત થયેલા અન્ય કેટલાક અભ્યાસોમાં અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સ અને કેન્સર, માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ, ટાઇપ 2 ડાયાબિટીસ અને અકાળ મૃત્યુ વચ્ચેની કડીઓ પણ જોવા મળી છે. અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ હવે સામાન્ય માણસના આહારનો આવશ્યક ભાગ બની ગયો છે, ખાસ કરીને પશ્ચિમી દેશોમાં. ત્યાંના લોકોના રોજિંદા ખોરાકનો અડધો ભાગ અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ છે. યુવાનો અને ઓછી આવક ધરાવતા લોકોમાં આ પ્રમાણ 80 ટકા સુધી વધી શકે છે.
એકંદરે નિષ્કર્ષ એ છે કે જો તમારે સ્વસ્થ રહેવું હોય અને લાંબુ જીવન જીવવું હોય તો અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )