Skin care: શું મોનસૂનમાં લગાવવું જોઇએ સનસ્ક્રિન, સાવધાન આ ભૂલ સ્કિનને પહોંચાડી શકે છે નુકસાન
Skin care: સૂર્યના ખતરનાક યુવી કિરણો દરેક ઋતુમાં શરીરની ત્વચા સુધી પહોંચી શકે છે. વરસાદના દિવસોમાં પણ 80 ટકા યુવી કિરણો ત્વચા સુધી પહોંચે છે. આવી સ્થિતિમાં, દરેક ઋતુમાં સનસ્ક્રીનનો ઉપયોગ કરી શકાય છે.

Skin care:સૂર્યના ખતરનાક યુવી કિરણોથી ત્વચાને બચાવવા માટે આપણે સનસ્ક્રીન ક્રીમનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ તેના ઉપયોગને લઈને હંમેશા મનમાં એક પ્રશ્ન રહે છે કે શું તેનો ઉપયોગ ફક્ત ઉનાળામાં જ કરવો યોગ્ય છે? શું શિયાળા અને વરસાદની ઋતુમાં આ ક્રીમની કોઈ જરૂર નથી? ચાલો આનો જવાબ શોધીએ...
દરેક ઋતુમાં યુવી કિરણો નુકસાન કરે છે
સૂર્યના ખતરનાક યુવી કિરણો દરેક ઋતુમાં શરીરની ત્વચા સુધી પહોંચી શકે છે. એક અહેવાલ મુજબ, વરસાદના દિવસોમાં પણ 80 ટકા યુવી કિરણો ત્વચા સુધી પહોંચે છે. આવી સ્થિતિમાં, દરેક ઋતુમાં સનસ્ક્રીનનો ઉપયોગ કરી શકાય છે. ઉનાળો હોય કે શિયાળો, આ ક્રીમ ત્વચાને સૂર્યના ખતરનાક કિરણોથી બચાવે છે.
ઘરની અંદર સનસ્ક્રીનની જરૂર છે?
ઘર કે ઓફિસમાં કાચની બારીઓ, કારના કાચ વગેરેમાંથી યુવી કિરણો પ્રવેશ કરે છે. આવી સ્થિતિમાં, સનસ્ક્રીનનો ઉપયોગ આ સમય દરમિયાન યુવી કિરણોથી ત્વચાને થતા નુકસાનનું જોખમ ઘટાડે છે. જો તમે બારી પાસે લાંબો સમય વિતાવો છો, તો ચહેરા, ગરદન અને હાથ પર સનસ્ક્રીન લગાવવી જોઈએ.
જો ત્વચા નોશ્યામવર્ણ હોય, તો સનસ્ક્રીનની કોઈ જરૂર નથી?
લોકોને લાગે છે કે, જેમની ત્વચાનો રંગ શ્યામવર્ણ હોય તેમને સનસ્ક્રીનની જરૂર નથી. આવું નથી. યુવી કિરણો દરેક ટોનની સ્કિને નુકસાન જ પહોંચાડે છે.
એસપીએફ સાથે મેકઅપ કેટલો સલામત છે?
મેકઅપ પ્રોડક્ટ્સમાં રહેલ SPF (સન પ્રોટેક્શન ફેક્ટર) ત્વચાને સૂર્યના ખતરનાક કિરણોથી બચાવવામાં અમુક હદ સુધી મદદ કરી શકે છે, પરંતુ સનસ્ક્રીનનું ઓપ્શન ન હોઇ શકે યોગ્ય રીતે સૂર્યના કિરણોથી સુરક્ષા માટે સનસ્ક્રીન જરૂરી છે.
દરરોજ સનસ્ક્રીન લગાવવું કેટલું યોગ્ય છે?
દરરોજ સનસ્ક્રીન લગાવવાથી ચહેરાની ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ઘણા સંશોધનોમાં કહેવામાં આવ્યું છે કે સનસ્ક્રીન સીધા સૂર્ય કિરણોને ચહેરા પર આવતા અટકાવે છે. સનસ્ક્રીન ત્વચાને હાઇડ્રેટેડ તેમજ નરમ રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત, સનસ્ક્રીન ત્વચાને ટેન થવાથી અટકાવે છે. હાફ સ્પૂન જેટલું સનસ્ક્રિન લગાવવું જોઇએ.
આ રીતે સનસ્ક્રીનનો ઉપયોગ કરો
ઘરથી બહાર નીકળવાના 20 મિનિટ પહેલા સનસ્ક્રીન લગાવવું સારું છે. જેથી તે ત્વચામાં સારી રીતે ઓગળી જાય. જો તમે સતત તડકામાં બહાર રહો છો, તો દર બે કલાકે તમારા ચહેરા પર સનસ્ક્રીન લગાવવું યોગ્ય છે. એટલું જ નહીં, ચોમાસાની ઋતુમાં પણ સનસ્ક્રીન ત્વચાનું રક્ષણ કરે છે. ચહેરા પર તેમજ ગરદન, કાન, હોઠ અને પોપચા પર સનસ્ક્રીન લગાવી શકાય છે. આનાથી તમારા આખા ચહેરો તાપથી પ્રોટેક્ટ થશે. દરરોજ સનસ્ક્રીન લગાવીને તમે ત્વચાને સુરક્ષિત રાખી શકો છો. જો તમે તડકામાં સનસ્ક્રીન ન લગાવો તો તેનાથી ચહેરા પર કરચલીઓ અને કાળા ડાઘ થવાનું જોખમ વધી જાય છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )




















