શોધખોળ કરો

Skin Cancerના સંકેત આપે છે સ્કિનમાં થનારા આ ફેરફારો, નજરઅંદાજ કરશો તો પડશે ભારે

Skin Cancer:સ્કિનના કેન્સરના પ્રારંભિક લક્ષણો જોઈને આ સમસ્યાનું અનુમાન લગાવવું ખૂબ જ મુશ્કેલ છે.

Skin Cancer: સ્કિનના કેન્સરના પ્રારંભિક લક્ષણો જોઈને આ સમસ્યાનું અનુમાન લગાવવું ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે તેઓ સામાન્ય દેખાય છે. બેદરકારી અને માહિતીના અભાવને કારણે તેઓ સમય જતાં ગંભીર બની જાય છે અને જો તમને લાગતું હોય કે સ્કિન કેન્સર માત્ર બહારની ત્વચા પર જ હુમલો કરે છે તો તમને જણાવી દઈએ કે આંખો અને કાન પણ તેનાથી પ્રભાવિત થઈ શકે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર ચામડીના કેન્સરનું મુખ્ય કારણ સૂર્યના હાનિકારક કિરણો છે. અન્ય કારણોમાં વધુ પડતા રસાયણ અને પ્રદૂષણવાળા સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ સામેલ છે. મેલેનોમા સ્કિનનું કેન્સરનું સૌથી ખતરનાક સ્વરૂપ છે, તેથી આજે આપણે સ્કિનના કેન્સરના લક્ષણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જો તમને આમાંના કોઈપણ લક્ષણો દેખાય, તો તરત જ ડૉક્ટરની સલાહ લો.

સ્કિનના રંગમાં ફેરફાર

આ સૌથી સામાન્ય લક્ષણ છે, ખાસ કરીને મેલેનોમા સ્કિન કેન્સરમાં. મેલેનોમામાં સ્કિન પર ઘેરા રંગનો ગઠ્ઠો દેખાય છે. આ ગઠ્ઠોનો રંગ બદલાતો રહે છે. આનો અર્થ એ છે કે ક્યારેક તે સંપૂર્ણપણે ડાર્ક દેખાય છે, અને ક્યારેક તે લાઇટ દેખાય છે. આ સિવાય મેલેનોમા કેન્સરમાં સ્કિનના રંગમાં ફેરફાર પણ જોવા મળે છે.

ઘા ઝડપથી રૂઝાતા નથી

જો ઘા ઝડપથી રૂઝાઈ રહ્યા નથી તો તેને હળવાશથી ન લો, કારણ કે આ ચામડીના કેન્સરની નિશાની પણ હોઈ શકે છે. બાસલ સેલ કાર્સિનોમા અને સ્ક્વેમસ સેલ કાર્સિનોમા જેવા ચામડીના કેન્સર ખૂબ જ ઝડપથી ફેલાય છે અને જો કાળજી લેવામાં ન આવે તો તે ટૂંકા સમયમાં ગંભીર બની શકે છે, તેથી ઘા રૂઝાતા નથી.

ખંજવાળ, દુખાવો અથવા બર્નિંગ

બાસલ સેલ કાર્સિનોમા, સ્ક્વેમસ સેલ કાર્સિનોમા અને મેલેનોમા જેવા કેન્સરમાં બર્નિંગ અને પીડા સાથે હંમેશા ખંજવાળ આવી શકે છે. આ લક્ષણો વધુ ગંભીર હોય છે, ખાસ કરીને જો ત્વચા પર ક્યાંક ફોલ્લીઓ અથવા ઘા હોય છે.

લાલ તલ

મર્કેલ સેલ કાર્સિનોમા કેન્સરમાં લાલ રંગના મસાઓ વધવા લાગે છે. જે ઉભરતા હોય તેવા લાગે છે પરંતુ તેનાથી કોઇ ખાસ સમસ્યા ઉભી કરતી નથી. આ ચામડીના એવા વિસ્તારોમાં થવાની શક્યતા વધારે છે જ્યાં સીધો સૂર્યપ્રકાશ અડતો હોય છે.

સ્કિન કેન્સરથી બચવાના ઉપાયો

  1. લાંબા સમય સુધી તડકામાં ન રહો. સવારે 10 થી બપોરના 2 વાગ્યા સુધીનો સૂર્યપ્રકાશ સૌથી ખતરનાક છે, તેથી તેનાથી દૂર રહો.
  2. તડકામાં બહાર જતા પહેલા તમારા ચહેરા, હાથ અને પગને બરાબર ઢાંકી લો. યુવી પ્રોટેક્શનવાળા ચશ્મા પહેરો.
  1. સીઝન ગમે તે હોય સનસ્ક્રીન લગાવો. દર બે થી ત્રણ કલાકે સનસ્ક્રીન લગાવતા રહો.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનાને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

HMPV: અમદાવાદમાં 4 વર્ષના બાળકમાં જોવા મળ્યો HMPV વાયરસ, વધુ એક કેસ નોંધાતા રાજ્યમાં હડકંપ
HMPV: અમદાવાદમાં 4 વર્ષના બાળકમાં જોવા મળ્યો HMPV વાયરસ, વધુ એક કેસ નોંધાતા રાજ્યમાં હડકંપ
Saif Ali Khan News: કોણે બચાવ્યો સૈફ અલી ખાનનો જીવ, કોણ દેવદૂત બનીને લઈ ગયો હોસ્પિટલ
Saif Ali Khan News: કોણે બચાવ્યો સૈફ અલી ખાનનો જીવ, કોણ દેવદૂત બનીને લઈ ગયો હોસ્પિટલ
Mahakumbh 2025: BSNLએ શ્રદ્ધાળુઓને આપી મોટી ભેટ, મફતમાં મળશે ડેટા અને કોલિંગની સુવિધા
Mahakumbh 2025: BSNLએ શ્રદ્ધાળુઓને આપી મોટી ભેટ, મફતમાં મળશે ડેટા અને કોલિંગની સુવિધા
ભારતે સ્પેસમાં રચ્યો ઇતિહાસ, ઇસરોના SpaDeX એ પૂર્ણ કરી ડૉકિંગ પ્રોસેસ
ભારતે સ્પેસમાં રચ્યો ઇતિહાસ, ઇસરોના SpaDeX એ પૂર્ણ કરી ડૉકિંગ પ્રોસેસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Canada News: ટ્રુડોના રાજીનામા બાદ કેનેડાએ ફેમેલિ વર્કપરમિટમાં કર્યો મોટો સુધારો, ભારતીયોને થશે ફાયદોISRO Mission :ભારતે અંતરિક્ષમાં રચ્યો ઈતિહાસ, ISROનું Spadex મિશન સફળ Watch VideoAttack On Saif ali Khan: અભિનેતાનું સફળ ઓપરેશન, ત્રણ લોકોની પૂછપરછ; જાણો કેવી રીતે બની આખી ઘટના?Vadodara Group Clash : લાકડી અને હથિયારો વડે બે જુથ વચ્ચે થઈ ભયંકર મારમારી, જુઓ CCTV ફુટેજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
HMPV: અમદાવાદમાં 4 વર્ષના બાળકમાં જોવા મળ્યો HMPV વાયરસ, વધુ એક કેસ નોંધાતા રાજ્યમાં હડકંપ
HMPV: અમદાવાદમાં 4 વર્ષના બાળકમાં જોવા મળ્યો HMPV વાયરસ, વધુ એક કેસ નોંધાતા રાજ્યમાં હડકંપ
Saif Ali Khan News: કોણે બચાવ્યો સૈફ અલી ખાનનો જીવ, કોણ દેવદૂત બનીને લઈ ગયો હોસ્પિટલ
Saif Ali Khan News: કોણે બચાવ્યો સૈફ અલી ખાનનો જીવ, કોણ દેવદૂત બનીને લઈ ગયો હોસ્પિટલ
Mahakumbh 2025: BSNLએ શ્રદ્ધાળુઓને આપી મોટી ભેટ, મફતમાં મળશે ડેટા અને કોલિંગની સુવિધા
Mahakumbh 2025: BSNLએ શ્રદ્ધાળુઓને આપી મોટી ભેટ, મફતમાં મળશે ડેટા અને કોલિંગની સુવિધા
ભારતે સ્પેસમાં રચ્યો ઇતિહાસ, ઇસરોના SpaDeX એ પૂર્ણ કરી ડૉકિંગ પ્રોસેસ
ભારતે સ્પેસમાં રચ્યો ઇતિહાસ, ઇસરોના SpaDeX એ પૂર્ણ કરી ડૉકિંગ પ્રોસેસ
Saif Ali Khan Attacked: સૈફ અલી ખાન પર હુમલા અગાઉ શું થયું હતું? પોલીસે કરી દીધો મોટો ખુલાસો
Saif Ali Khan Attacked: સૈફ અલી ખાન પર હુમલા અગાઉ શું થયું હતું? પોલીસે કરી દીધો મોટો ખુલાસો
Saif Ali Khan: એક્ટર સૈફ અલી ખાન પર ચાકૂથી હુમલો, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
Saif Ali Khan: એક્ટર સૈફ અલી ખાન પર ચાકૂથી હુમલો, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
પાકિસ્તાને બોલિવૂડ ફિલ્મ કરતા પણ ઓછી રાખી ચેમ્પિયન ટ્રોફી 2025ની ટિકિટોની કિંમત
પાકિસ્તાને બોલિવૂડ ફિલ્મ કરતા પણ ઓછી રાખી ચેમ્પિયન ટ્રોફી 2025ની ટિકિટોની કિંમત
Gaza war: 15 મહિના બાદ આવશે ગાઝા યુદ્ધનો અંત, ઇઝરાયલ-હમાસ સીઝફાયર માટે થયા સહમત
Gaza war: 15 મહિના બાદ આવશે ગાઝા યુદ્ધનો અંત, ઇઝરાયલ-હમાસ સીઝફાયર માટે થયા સહમત
Embed widget