સાવધાન! રાત્રે મોબાઈલ માથા પાસે રાખી સુવાથી થઈ શકે છે આ ગંભીર બીમારીઓ
રાત્રે સૂતી વખતે મોટા ભાગના લોકો પોતાનો મોબાઈલ ફોન ઓશીકા નીચે અથવા માથાની નજીક રાખે છે. વાસ્તવમાં એક રીતે જોઈએ તો આ વાત હવે લોકોની આદત બની ગઈ છે.
![સાવધાન! રાત્રે મોબાઈલ માથા પાસે રાખી સુવાથી થઈ શકે છે આ ગંભીર બીમારીઓ sleeping with the mobile near your head at night can cause these serious diseases સાવધાન! રાત્રે મોબાઈલ માથા પાસે રાખી સુવાથી થઈ શકે છે આ ગંભીર બીમારીઓ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/31/f46415c56cec47e39c7dd28e718d406c172510394005878_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાત્રે સૂતી વખતે મોટા ભાગના લોકો પોતાનો મોબાઈલ ફોન ઓશીકા નીચે અથવા માથાની નજીક રાખે છે. વાસ્તવમાં એક રીતે જોઈએ તો આ વાત હવે લોકોની આદત બની ગઈ છે. ઘણા લોકો રાત્રે તેમના ફોનનો ઉપયોગ કરે છે અને પછી ફોનને તેમની પાસે રાખીને સૂઈ જાય છે. જ્યારે પણ લોકો જાગે છે તો તરત જ પોતાનો મોબાઈલ ઉપાડીને તેને જોવા લાગે છે, કેટલાક લોકો એલાર્મના કારણે ફોન બંધ રાખે છે, પરંતુ શું તમે જાણો છો કે મોબાઈલ ફોનની અસર સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે. આજે અમે તમને જણાવીશું કે જો તમે ફોનને માથાની નજીક રાખીને સૂતા હોય તો શું નુકસાન થઈ શકે છે.
મોબાઇલ ફોન કેટલો ખતરનાક છે
મોબાઈલ ફોનમાં રહેલા રેડિએશન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. મોબાઇલ ફોનનું રેડિયેશન ઇરેક્ટાઇલ ડિસફંક્શન સાથે જોડાયેલું છે. મોબાઈલ ફોનમાંથી જે વાદળી પ્રકાશ નિકળે છે તે ઊંઘના હોર્મોન્સને નુકસાન પહોંચાડે છે.
આ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ આવી શકે છે
મોબાઈલ ફોનને માથા નીચે રાખીને સૂવાથી મગજ પર વિપરીત અસર થાય છે જેમ કે માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો. આટલું જ નહીં, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)નું કહેવું છે કે ફોનમાંથી નીકળતા RF રેડિએશનથી ઘણા લોકોને સવારે માથાનો દુખાવો થાય છે અને આંખોમાં દુખાવો રહે છે. માથાની નજીકમાં મોબાઈલ લઈને સૂવાથી અનેક બીમારીઓનું જોખમ રહેલુ છે.
મોબાઈલ કેટલા દૂર રાખીને સૂવું જોઈએ
મોબાઈલ ફોનને તમારા બેડથી ઓછામાં ઓછા ત્રણ ફૂટ દૂર રાખીને ખતરનાક રેડિયેશનથી બચી શકાય છે. જો તમારે મોબાઈલ ફોનની લતમાંથી મુક્તિ મેળવવી હોય તો રાત્રે ફોનને સાઈલેન્ટ કરી દો. ફોનને બદલે પુસ્તક વાંચવાનું શરૂ કરો. તમારા મોબાઈલ ફોનને બેડરુમની બહાર ચાર્જ કરવાનું રાખો. એલાર્મ માટે ફોનના બદલે ઘડિયાળનો ઉપયોગ કરો. રાત્રે ફોનમાં નાઈટ મોડનો ઉપયોગ કરો.
ડિસ્ક્લેમર: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
આ પણ વાંચો...
Health Tips: નસોમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને સાફ કરશે આ જ્યુસ, રોજ પીવાથી ઓછો થશે હાર્ટ એટેકનો ખતરો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)