(Source: ECI/ABP News/ABP Majha)
Health Care: , તંદૂરી રોટી ખાવાના નુકસાન જાણો છો? સ્વાસ્થ્ય માટે આ કારણે હાનિકારક છે
Tandoor Roti:કઢાઇ પનીર હોય કે ચિકન આ બધાની મજા તો ત્યારે જ આવે છે જ્યારે તેની સાથે તંદુરી રોટી હોય પરંતુ શું તે આપના સ્વાસ્થ્ય માટે પણ આટલી સારી છે. ચાલો જાણીએ કારણો
Tandoor Roti:કઢાઇ પનીર હોય કે ચિકન આ બધાની મજા તો ત્યારે જ આવે છે જ્યારે તેની સાથે તંદુરી રોટી હોય પરંતુ શું તે આપના સ્વાસ્થ્ય માટે પણ આટલી સારી છે. ચાલો જાણીએ કારણો
કઢાઇ પનીર કે ચિકન આ બધાની તંદુરી રોટી સાથે જ આવે છે. પરંતુ સવાલ એ છે કે, શું તંદુરી રોટી જેટલી સ્વાદમાં સારી છે, તેટલી જ સ્વાસ્થ્ય માટે પણ શ્રેષ્ઠ છે? તો જાણીએ તંદુરી રોટી સ્વાસ્થ્ય માટે કેટલી નુકસાનકારક છે કે પછી ફાયદાકારક
કેવી રીતે બને છે તંદુરી રોટી
તંદુરી રોટીમાં 110થી 150 કેલેરી હોય છે. જેમાં કાર્બોહાઇડ્રેઇટ અને કેલેરી સૌથી વધુ હોય છે. આ તંદુરી રોટી મેદાથી બનાવવાં આવે છે. મેદાને પચવામાં ખૂબ સમય લાગે છે. જેના કારણે અનેક બીમારી પણ થઇ શકે છે.
ડાયાબિટિસનું જોખમ
તંદુરી રોટી મેદાની બને છે. મેદામાં શુગરની માત્રા વધુ હોય છે. તેમાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ હોય છે એટલા માટે આપ મેંદાનું વધુ સેવન કરો તો ડાયાબિટીશ થઇ શકે છે.
હૃદય રોગનું જોખમ વધી શકે છે
મેંદાથી બનેલ તંદૂરીની રોટી ખાવાથી હૃદય રોગનું જોખમ વધી શકે છે..એવામાં કોશિશ કરો કે, તંદુરી રોટીનું સેવન ઓછામાં ઓછું કરો, જો આપ તંદુરી રોટી ખાવાના શોખીન હો તો. રોટી બનાવવા માટે મેંદાની જગ્યાએ અન્ય લોટનો ઉપયોગ કરી શકો છો. ઉપરાંત તેને બનાવવા માટે આપ ઓવનનો પણ ઉપયોગ કરે છે. મેંદાનો લોટની વસ્તુઓ સુપાચ્ય નથી. તેને પચતા ખાસ્સો સમય લાગે છે. એક્સપર્ટ મુજબ મેંદાની આઇટમનું પાચન જમ્યાના 11 કલાક બાદ શરૂ થાય છે. મેંદા સુપાચ્ય ન હોવાથી તે પાચન સંબંધિત અનેક સમસ્યા ઉત્પન કરે છે,.
Disclaimer:આ આર્ટિકલમાં જણાવેલ વિધિ, રીત તેમજ દાવાની એબીપી ન્યુઝ પુષ્ટી નથી કરતું.તેને માત્ર સૂચનના રૂપે લો.આ પ્રકારના કોઇ ઉપચાર દવા, ડાયટ,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )