શોધખોળ કરો
Advertisement
Coronavirus: આ છે સૌથી ઘાતક લક્ષણો, પીડિતોને થાય છે આ મુશ્કેલીઓ, જાણો વિગત
દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. અત્યાર સુધી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 944 થઈ છે. કોરોના વાયરસના કારણે દેશમાં અત્યાર સુધી 20 લોકોના મોત થયા છે અને 83 દર્દીઓ સાજા થયા છે.
નવી દિલ્હીઃ હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં 6 લાખ લોકો તેની ઝપેટમાં આવી ગયા છે. WHO દ્વારા દર્શાવવામાં આવેલા લક્ષણોથી આ જીવલેણ વાયરસને સરળતથી ઓળખી શકાય છે.
-કોરોનાની ઝપેટમાં આવ્યાના પહેલા પાંચ દિવસમાં વ્યક્તિને સૂકી ખાંસી આવે છે અને ફેફસામાં ઝડપથી કફ જામવાનો શરૂ થઈ જાય છે.
-દર્દીને તાવ આવે છે અને શરીરનું તાપમાન ઘણું વધી જાય છે. અનેક હેલ્થ એક્સપર્ટ કોરોના વાયરસમાં તાવ વધી જતો હોવાનો દાવો કરી ચુક્યા છે.
-કોરોના વાયરસનો શિકાર બન્યા બાદ પ્રથમ 5 દિવસમાં દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ઉંમરલાયક રોગીઓમાં આ સમસ્યા વધારે જોવા મળે છે.
-અનેક મામલામાં કોરોનાથી પીડિત વ્યક્તિને શરીરમાં દુઃખાવો થાય છે. માંસપેશીમાં દર્દની સાથે શરીર તૂટતું હોય તેમ લાગે છે. ઉપરાંત થાક પણ ખૂબ લાગે છે.
-ઘણા દર્દીઓના જણાવ્યા પ્રમાણે આ બીમારીમાં તેમના ગળામાં ખૂબ દર્દ થાય છે. આ દર્દ એટલું વધારે હોય છે કે તેમના ગળામાં સોજો પણ આવી જાય છે.
-કોરોના વાયરસની રોગીઓના નાકમાંથી હંમેશા પાણી વહેતું રહે છે. જે સામાન્ય શરદી હોય તેવું જ લક્ષણ છે.
-કોરોના વાયરસના રોગીઓએ એવો પણ દાવો કર્યો છે કે આ બીમારીની ઝપેટમાં આવ્યા બાદ જીભથી સ્વાદનો ચટકો લેવાની શક્તિ ગુમાવી બેસે છે.
- અમેરિકા, ચીનમાં સામે આવેલા ઘણા રોગીઓએ કાનમાં દબાણ રહેતું હોવાની વાત પણ સ્વીકારી હતી.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement