Avocado smoothie: બ્યુટી અને હેલ્થ બંને જાળવવા માટે કારગર છે આ સ્મૂધી, બનાવવાની રીત જાણો
એવોકાડોમાં પ્રોટીનની ભરપુર માત્રા હોય છે, તેનાથી હાડકા મજબુત થાય છે અને હાર્ટ પ્રોબલેમ દુર થાય છે. તેથી રોજ એક એવોકાડો જરુર ખાવ છો. તેમાં રહેલુ ફાઇબર પેટને સાફ કરે છે. તેથી કબજિયાત, અપચો અને એસિડીટીની સમસ્યા દુર થાય છે.
Avocado smoothie:એવોકાડોમાં પ્રોટીનની ભરપુર માત્રા હોય છે, તેનાથી હાડકા મજબુત થાય છે અને હાર્ટ પ્રોબલેમ દુર થાય છે. તેથી રોજ એક એવોકાડો જરુર ખાવ છો. તેમાં રહેલુ ફાઇબર પેટને સાફ કરે છે. તેથી કબજિયાત, અપચો અને એસિડીટીની સમસ્યા દુર થાય છે. એવોકાડો બ્યુટી અને હેલ્ધ બંને જાળવે છે.
મીનીએ રેસિપીની અને તેમાં ઉમેરવામાં આવતી ઇન્ગ્રીડિઅન્ટસનો ઉલ્લેખ કર્યો છે અને અંતે એમ પણ કહ્યું છે કે, તમારે તેના ટેક્સચર અને રંગ પર ન જવું જોઈએ. તે ટેસ્ટમાં ખૂબ જ અદ્ભુત છે.
બોલિવૂડની ફિટનેસ ક્વીન કેટરીના કૈફે વિકી કૌશલ સાથે લગ્ન કરીને તમામ ચાહકોને દંગ કરી દીધા હતા. ત્યારથી, તેની અને વિકી કૌશલની ઘણી સારી જોડીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. હાલમાં જ તેના વિશે એવી વાતો બહાર આવી રહી છે કે કેટરીના કૈફ પ્રેગ્નન્ટ છે. હવે આ સાચું છે કે નહીં તે તો આ કપલ જ કહી શકે છે. વેલ, મામલો ગમે તે હોય, દરેક વ્યક્તિ જાણે છે કે કેટરીનાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે રીતે પોતાને ફિટ અને મેઇન્ટેન કરી છે.તે લાજવાબ છે.
કેટરીનાના ચાહકો તેના ફિટ બોડી, સુંદર અને દોષરહિત ત્વચાનું રહસ્ય જાણવા માટે હંમેશા ઉત્સુક હોય છે. ચાહકોની ઉત્તેજના થોડી વધુ વધારવા માટે આજે અમે કેટરિનાનો સોશિયલ મીડિયા પર ચાલી રહેલો વીડિયો શેર કરી રહ્યાં છીએ. જેને મિની માથુરે યુટ્યુબ પર શેર કર્યો છે. મીની તેની સારી મિત્ર પણ છે. મીનીએ જણાવ્યું કે, રેસિપીની સાથે સ્મૂધીના ઘટકોનો પણ ઉલ્લેખ કર્યો છે અને અંતે એમ પણ કહ્યું છે કે તમારે તેના ટેક્સચર અને કલર પર ન જવું જોઈએ. તે માત્ર ટેસ્ટમાં જ અદ્ભુત નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ચાલો જાણીએ કેટરીના કૈફની સિક્રેટ સ્મૂધીની રેસિપી.
ગ્રીન સ્મૂધી માટેની સામગ્રી
- અડધો એવોકાડો
- 1 ટીસ્પૂન ચિયા સીડ્સ
- 5 ફુદીનાના પાન
- 5 પાન
- 1 બનાના
- 1 ચમચી કોકો પાવડર
- કેટલાક બરફના ટુકડા
- લીંબુ સરબત
- પાણી
- ગ્રીન સ્મૂધી કેવી રીતે બનાવવી
સૌપ્રથમ એવોકાડોનો પલ્પ કાઢીને બ્લેન્ડરમાં નાખો. હવે તેમાં ફુદીનો અને પાલકના પાન ઉમેરો. હવે કેળાને કાપીને તેમાં નાખો. હવે બરફ સિવાયની બાકીની સામગ્રી ઉમેરો અને તેને સારી રીતે બ્લેન્ડ કરો. અંતે બરફ નાખ્યા પછી એક ગ્લાસમાં લીંબુ નાખી સર્વ કરો. કેટરીના કૈફની સિક્રેટ સ્મૂધી રેસિપી તૈયાર છે.
Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )