શોધખોળ કરો

Weight Loss Tips: આ હર્બલ ટી વેઇટ લોસમાં છે કારગર, જાણો કેવી રીતે સેવનથી ઉતરશે વજન

Weight Loss Tips: અજમાનો ઉપયોગ  ઉપયોગ વિવિધ વાનગીઓનો સ્વાદ વધારવા માટે થાય છે, પરંતુ આ મસાલો સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ફાયદાકારક છે.

Weight Loss Tips:અજમા એક એવો મસાલો છે જેનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે થાય છે પરંતુ તેના ઘણા ફાયદા પણ છે. અજમાની તાસીર ગરમ હોય છે. જે પાચન સંબંધિત સમસ્યાઓને દૂર કરે છે. સવારે તેનો ઉકાળો પીવાથી શરદી અને ઉધરસની સમસ્યામાં રાહત મળે છે. આ સિવાય અમુક રીતે અજમાનું સેવન વજન  ઘટાડવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે.

અજમાનો ઉપયોગ  ઉપયોગ વિવિધ વાનગીઓનો સ્વાદ વધારવા માટે થાય છે, પરંતુ આ મસાલો સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. તેમાં ફાઈબર, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ જેવા પોષક તત્વો હોય છે, જે પાચનને સ્વસ્થ રાખવામાં અને હાડકાંને મજબૂત રાખવામાં મદદ કરે છે. તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે. આજના આર્ટિકલમાં આપણે જાણીશું કે  અજમાનો  ઉપયોગ કરીને વધતા વજનને કઈ રીતે નિયંત્રિત કરી શકાય છે.

અજમાનું પાણી

ગરમ પાણીમાં લગભગ એક ચમચી અજમા  ઉમેરો અને તેને 3 થી 4 મિનિટ સુધી સારી રીતે ઉકાળો. પછી તેને ઠંડુ થવા દો. આ પછી તેને એક બોટલમાં ભરી લો. સામાન્ય પાણીને બદલે આ પાણી પીવાનું રાખો. આ પાણી પીવાથી પાચન સુધરે છે, ચયાપચયની ક્રિયા ઝડપી બને છે, જેનાથી વજન ઓછું થાય છે.

અજમાની ચા

 અજમાની  ચાનો એક કપ  પણ  વજન ઘટાડવાની પ્રક્રિયામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે. ચા બનાવવા માટે એક ચમચી અજમા  પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ આ પાણીને સવારે બેથી ત્રણ મિનિટ ઉકાળો. તેની સાથે તમે તેમાં હળવું મીઠું, આદુ અને કાળા મરી પણ મિક્સ કરી શકો છો. તેનાથી તેના ફાયદામાં પણ વધારો થાય છે. તેને એક કપમાં ગાળીને તેમાં લીંબુનો રસ નાખીને પીવો.

કાચા અજમા

જો તમને ચા કે પાણી બનાવવાનો સમય ન હોય તો તો કાચા અજમા પણ મુખવાસની જેમ ચાવીને ખાઇ શકો છો. જો કે તેના  સ્વાદને કારણે તેને કાચા ખાવા સરળ નથી પરંતુ તેના ફાયદા પુષ્કળ છે. ખાસ કરીને ખાલી પેટ તેનું સેવન વેઇટ લોસ માટે કારગર છે.    

અજમાનો મસાલો

તમે પાચનને ઝડપી બનાવવા અને વજન ઘટાડવા માટે મસાલા તરીકે  અજમાનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે  વરિયાળી, નિજેલા અને તજ સમાન માત્રામાં લો. બધી વસ્તુઓને પીસીને પાવડર બનાવી લો અને તેને એક ડબ્બામાં રાખો. આ પાવડરને ગરમ પાણીમાં ભેળવીને જમ્યાના અડધા કલાક પછી પીવો

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

Weight Loss Diet: વજન ઘટાડવા માટે કઈ દાળ છે સૌથી બેસ્ટ? અહીં જાણીલો રેસિપી
Weight Loss Diet: વજન ઘટાડવા માટે કઈ દાળ છે સૌથી બેસ્ટ? અહીં જાણીલો રેસિપી
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Embed widget