શોધખોળ કરો

શું વાળ ખરેખર પાછા ઉગે છે? જાણો વિજ્ઞાન શું કહે છે

જો તમે સોશિયલ મીડિયા પર આનો જવાબ શોધવા જશો તો લોકો તમને ઘણી પ્રકારની વાતો કહેશે. પરંતુ આજે અમે તમને તે કારણો વિશે જણાવીશું જેના વિશે વિજ્ઞાન વાત કરે છે.

આજકાલ સોશિયલ મીડિયા આ પ્રકારની જાહેરાતોથી ભરેલું છે, જેમાં લોકો તેમના તેલ અને શેમ્પૂથી ખરી ગયેલા વાળને પાછા લાવવાનો દાવો કરે છે. ટાલનો શિકાર બનેલા લોકો આ છેતરપિંડીમાં આવી જાય છે અને તેમના હજારો રૂપિયા આ નકલી ઉત્પાદનો પર ખર્ચ કરે છે. ચાલો આજે અમે તમને વિજ્ઞાનના આધારે જણાવીએ કે શું ખરી ગયેલા વાળને પાછા લાવી શકાય છે. આ ઉપરાંત અમે તમને જણાવીશું કે આખરે વાળ ખરવા પાછળના મુખ્ય કારણો શું છે.

વાળ કેમ ખરે છે?

જો તમે સોશિયલ મીડિયા પર આનો જવાબ શોધવા જશો તો લોકો તમને ઘણી પ્રકારની વાતો કહેશે. પરંતુ આજે અમે તમને તે કારણો વિશે જણાવીશું જેના વિશે વિજ્ઞાન વાત કરે છે. વિજ્ઞાન અનુસાર, વાળ ખરવાનું સૌથી સામાન્ય કારણ તમારા જીન્સ સાથે સંકળાયેલું હોય છે. વિજ્ઞાનની ભાષામાં આને એન્ડ્રોજેનેટિક એલોપેશિયા કહેવામાં આવે છે. 50 ટકાથી વધુ પુરુષો અને મહિલાઓમાં વાળ ખરવાનું મુખ્ય કારણ આ જ હોય છે.

જીન્સ વિશે વિજ્ઞાન શું કહે છે?

હવે પ્રશ્ન ઉદ્ભવે છે કે વાળ ખરવા પાછળ કયા જીન્સનો હાથ છે. શું પિતાના વાળ ખર્યા છે તો પુત્રના પણ ખરશે? ખરેખર, એવું નથી. વિજ્ઞાન કહે છે કે ટાલ માટે X ક્રોમોઝોમ જવાબદાર હોય છે અને તે માણસમાં તેની માતા તરફથી આવે છે. વિજ્ઞાનની ભાષામાં આને AR જીન કહેવાય છે. પરંતુ ટાલ માટે માત્ર આ જીન જ જવાબદાર નથી. બલ્કે આના માટે લગભગ 200 જીન્સ જવાબદાર હોય છે. આ માણસને માતા અને પિતા બંને પાસેથી પ્રાપ્ત થાય છે.

શું વાળ ક્યારેય પાછા ઉગે છે?

જર્મન ન્યૂઝ વેબસાઇટ DW અનુસાર, 2020માં વાળ ખરવાની સમસ્યાનો ઇલાજ કરતા ઉત્પાદનોનું કુલ બજાર કદ લગભગ 300 કરોડ ડોલર હતું. ભારતીય રૂપિયામાં આ 2,51,61,94,50,000 રૂપિયા થશે. અંદાજ છે કે 2030 સુધીમાં તે બમણું થઈ જશે. હવે આવી સ્થિતિમાં આ પ્રશ્ન ઉઠવો સ્વાભાવિક છે કે શું ખરી ગયેલા વાળ પાછા ઉગી શકે છે?

વૈજ્ઞાનિકો માને છે કે હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી અને લેઝર હેર થેરાપી અમુક હદ સુધી કામ કરે છે. આ સિવાય તેલ અને શેમ્પૂથી આવું કરી શકાતું નથી. હા, કેટલીક દવાઓ જરૂર છે જે વાળને મજબૂત બનાવે છે અને તેમને ખરતા અટકાવે છે. પરંતુ વાળને પાછા ઉગાડવામાં તે સંપૂર્ણપણે સક્ષમ નથી. આ દવાઓ કોઈએ પણ ડૉક્ટરની સલાહ વગર લેવી જોઈએ નહીં. આમાંની એક દવા છે ફિનાસ્ટેરાઇડ. ફિનાસ્ટેરાઇડ DHT હોર્મોનને રોકવાનું કામ કરે છે, જેથી તે હેર ફોલિકલ્સને અસર ન કરે. બીજી દવા છે મિનોક્સિડિલ. મિનોક્સિડિલ રક્તવાહિનીઓને ખોલે છે. જો કે, આજે પણ સંપૂર્ણપણે સમજાયું નથી કે તે હેર ગ્રોથને કેવી રીતે વધારે છે.

એક નવી શોધ પર કામ ચાલી રહ્યું છે

તાજેતરમાં કેટલાક વૈજ્ઞાનિકોએ લેબમાં ઉંદરો પર કુદરતી રીતે મળતી 2 ડિઓક્સી ડી રાઇબોઝ શુગરનું પરીક્ષણ કર્યું. આમ તો આ સંશોધન ઘા રુઝાવવામાં મદદ કરવાની ક્ષમતાનું પરીક્ષણ કરવાનું હતું, પરંતુ ડૉક્ટરોએ નોંધ્યું કે આ શુગર આપ્યા પછી ઘાની આસપાસ વાળની વૃદ્ધિ પહેલાં કરતાં વધી ગઈ હતી. આ જોયા પછી ડૉક્ટરોએ આ શુગરનો ઉપયોગ વાળની વૃદ્ધિ માટે કર્યો. આ સંશોધનમાં જાણવા મળ્યું કે 21 દિવસ સુધી આ શુગરને જેલની જેમ લગાવવાથી હેર ફોલિકલ્સ ઝડપથી વધે છે. પરંતુ આ સંશોધન હજુ માત્ર ઉંદરો પર થયું છે. માનવો સુધી આ દવા પહોંચતા કદાચ ઘણાં વર્ષો લાગશે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ranji Trophy: ટીમ ઇન્ડિયાના આ સ્ટાર ખેલાડીઓ રમી શકે છે ડોમેસ્ટિક ક્રિકેટ, જાણો કોહલી રમશે કે નહીં?
Ranji Trophy: ટીમ ઇન્ડિયાના આ સ્ટાર ખેલાડીઓ રમી શકે છે ડોમેસ્ટિક ક્રિકેટ, જાણો કોહલી રમશે કે નહીં?
PM Kisan Scheme: ...તો આ ખેડૂતોને નહી મળે પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો, લિસ્ટમાં તમારુ નામ તો નથી ને
PM Kisan Scheme: ...તો આ ખેડૂતોને નહી મળે પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો, લિસ્ટમાં તમારુ નામ તો નથી ને
Kumbh Mela 2025: કુંભ મેળાની ક્યારથી થઇ હતી શરૂઆત? જાણો પ્રાચીન ઇતિહાસની  શું છે ગાથા
Kumbh Mela 2025: કુંભ મેળાની ક્યારથી થઇ હતી શરૂઆત? જાણો પ્રાચીન ઇતિહાસની શું છે ગાથા
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિની ધરપકડ, માર્શલ લૉ લાગુ કરવાના આરોપમાં કાર્યવાહી
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિની ધરપકડ, માર્શલ લૉ લાગુ કરવાના આરોપમાં કાર્યવાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Uttarayan Scuffle : ગાંધીનગરમાં પતંગ લૂંટવા મુદ્દે ધીંગાણું? જુઓ શું છે આખો મામલો?Ahmedabad Murder Case: અમદાવાદમાં લૂંટ બાદ વૃદ્ધની હત્યાથી ખળભળાટ, પોલીસ તપાસનો ધમધમાટ શરૂUttarayan 2025 : ભાવનગરમાં પતંગ કપાતા મહિલા સહિત 4 લોકો પર હુમલોUttarayan 2025 : ઉત્તરાયણે ધીંગાણું , પતંગ ચગાવવા-લૂંટવા મામલે મારામારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ranji Trophy: ટીમ ઇન્ડિયાના આ સ્ટાર ખેલાડીઓ રમી શકે છે ડોમેસ્ટિક ક્રિકેટ, જાણો કોહલી રમશે કે નહીં?
Ranji Trophy: ટીમ ઇન્ડિયાના આ સ્ટાર ખેલાડીઓ રમી શકે છે ડોમેસ્ટિક ક્રિકેટ, જાણો કોહલી રમશે કે નહીં?
PM Kisan Scheme: ...તો આ ખેડૂતોને નહી મળે પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો, લિસ્ટમાં તમારુ નામ તો નથી ને
PM Kisan Scheme: ...તો આ ખેડૂતોને નહી મળે પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો, લિસ્ટમાં તમારુ નામ તો નથી ને
Kumbh Mela 2025: કુંભ મેળાની ક્યારથી થઇ હતી શરૂઆત? જાણો પ્રાચીન ઇતિહાસની  શું છે ગાથા
Kumbh Mela 2025: કુંભ મેળાની ક્યારથી થઇ હતી શરૂઆત? જાણો પ્રાચીન ઇતિહાસની શું છે ગાથા
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિની ધરપકડ, માર્શલ લૉ લાગુ કરવાના આરોપમાં કાર્યવાહી
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિની ધરપકડ, માર્શલ લૉ લાગુ કરવાના આરોપમાં કાર્યવાહી
શું HMPV બાદ પણ શરીરમાં થાય છે સાઇડ ઇફેક્ટ્સ, જાણો શું કહે છે ડોક્ટર્સ?
શું HMPV બાદ પણ શરીરમાં થાય છે સાઇડ ઇફેક્ટ્સ, જાણો શું કહે છે ડોક્ટર્સ?
Mahakumbh 2025:  મહાકુંભમાં IITian બાબાએ શેર કરી તેમના જીવનનું ડિપ્રેશનનું દર્દ, કહ્યું  આ રીતે મળ્યું નવજીવન
Mahakumbh 2025: મહાકુંભમાં IITian બાબાએ શેર કરી તેમના જીવનનું ડિપ્રેશનનું દર્દ, કહ્યું આ રીતે મળ્યું નવજીવન
Congress: દિલ્હીમાં કોંગ્રેસની ત્રીજી યાદી જાહેર,એક બેઠક પર બદલવામાં આવ્યો ઉમેદવાર
Congress: દિલ્હીમાં કોંગ્રેસની ત્રીજી યાદી જાહેર,એક બેઠક પર બદલવામાં આવ્યો ઉમેદવાર
Manu Bhaker Medals: શૂટર મનુ ભાકરને પાંચ મહિના પછી મળશે નવા મેડલ, જાણો કારણ?
Manu Bhaker Medals: શૂટર મનુ ભાકરને પાંચ મહિના પછી મળશે નવા મેડલ, જાણો કારણ?
Embed widget