શોધખોળ કરો

પુુરુષો માટે ખતરનાક છે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ, ઘટી જાય છે સ્પર્મ કાઉન્ટ, અભ્યાસમાં ખુલાસો

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે તમે જે ખાઓ છો તે તમારા જાતીય સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરે છે. આ અભ્યાસ સેલ મેટાબોલિઝમ જર્નલમાં પ્રકાશિત થયો છે.

બાળપણથી જ આપણને બધાને કહેવામાં આવ્યું છે કે સ્વસ્થ રહેવા માટે સ્વસ્થ આહાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ આજના ઝડપી જીવનમાં લોકો અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખોરાકને વધુ મહત્વ આપી રહ્યા છે. ભલે આ ઓછા સમયમાં તૈયાર થાય છે અને સ્વાદિષ્ટ લાગે છે, તે આપણા સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડે છે.

હવે એક નવા અભ્યાસમાં એવું પણ બહાર આવ્યું છે કે તે પુરુષોના sexual health  માટે પણ હાનિકારક હોઈ શકે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે તમે જે ખાઓ છો તે તમારા જાતીય સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરે છે. આ અભ્યાસ સેલ મેટાબોલિઝમ જર્નલમાં પ્રકાશિત થયો છે. અભ્યાસ મુજબ, વધુ અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખોરાક ખાવાથી પુરુષોની પ્રજનન ક્ષમતા અને મેટાબોલિક સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે.

43 સ્વસ્થ પુરુષો પર કરવામાં આવેલ સર્વે

જે પુરુષોએ તેમની ઉંમર, વજન, ઊંચાઈ અને એક્ટિવિટી લેવલ અનુસાર અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખોરાક ખાધો હતો તેમના વજન અને શરીરની ચરબી સ્વસ્થ ખોરાક ખાતા લોકો કરતા વધુ વધી હતી. તેમના મેટાબોલિક રેટ પર પણ અસર પડી હતી. આ અભ્યાસ માટે 20 થી 35 વર્ષની વયના 43 સ્વસ્થ પુરુષોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

પુરુષોની પ્રજનન ક્ષમતા પર પ્રતિકૂળ અસર પડી હતી

તેમને બે જૂથોમાં વહેંચવામાં આવ્યા હતા. એક જૂથને ત્રણ અઠવાડિયા માટે વધુ અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખોરાક અને ત્રણ અઠવાડિયા માટે અનપ્રોસેસ્ડ ખોરાક આપવામાં આવ્યો. બીજા જૂથને જરૂર કરતાં 500 કેલરી વધુ હાઈ-કેલરી ફૂડ ખાવાનું કહેવામાં આવ્યું. આ દરમિયાન એવું જોવા મળ્યું કે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ પુરુષોની પ્રજનન ક્ષમતા પર અસર કરે છે.

સ્પર્મ કાઉન્ટ ઘટવાની શક્યતા વધારે છે

અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે વધુ અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સ ખાવાથી પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ ઘટી શકે છે. આ તેમની પ્રજનન ક્ષમતાને પણ અસર કરે છે. બીજી બાજુ હાઈ કેલેરી, અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સ ખાતા પુરુષોમાં ફોલિકલ-સ્ટિમ્યુલેટિંગ હોર્મોન (FSH) નું સ્તર ઓછું જોવા મળ્યું, જે શુક્રાણુઓની રચના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

સેક્સ હોર્મોન્સને પણ અસર કરે છે

આ ઉપરાંત, આ પુરુષોમાં સ્પર્મ મોટિલિટી (sperm motility) માં પણ ઘટાડો થયો. એવું માનવામાં આવે છે કે આનું કારણ એક રાસાયણિક cxMINP હોઈ શકે છે. આ એન્ડોક્રાઈન ડિસરપ્ટર્સ (endocrine-disruptors) હોર્મોન સ્તરમાં મોટા ફેરફારો લાવી શકે છે. આને કારણે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સ માત્ર વજનમાં વધારો જ નહીં પરંતુ સેક્સ હોર્મોન્સ પર પણ ખરાબ અસર કરે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget