Health Tips: રિસર્ચનો દાવો: સપ્તાહમાં બે વખત ખાવ આ ફળ, હાર્ટ સંબંધિત બીમારીથી મળશે છૂટકારો
અમેરિકન હાર્ટ એસોશિએશન દ્રારા એક રિસર્ચ કરવામાં આવ્યો હતું. રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ ફળમાં કાર્બોહાઇડ્રેઇટની માત્રા ખૂબ જ ઓછી હોય છે. રિસર્ચ અનુસાર તેમાં લગભગ ત્રણ ગ્રામ ફાઇબર હોય છે. જેથી તેને ખાવાથી અનેક પ્રકારની બીમારીનું જોખમ ટળી શકે છે.
![Health Tips: રિસર્ચનો દાવો: સપ્તાહમાં બે વખત ખાવ આ ફળ, હાર્ટ સંબંધિત બીમારીથી મળશે છૂટકારો Us study eating avocado at twice a week lower your risk of heart disease Health Tips: રિસર્ચનો દાવો: સપ્તાહમાં બે વખત ખાવ આ ફળ, હાર્ટ સંબંધિત બીમારીથી મળશે છૂટકારો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/06/54fa87055ad50d94c30ccae605513b86_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમેરિકન હાર્ટ એસોશિએશન દ્રારા એક રિસર્ચ કરવામાં આવ્યો હતું. રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ ફળમાં કાર્બોહાઇડ્રેઇટની માત્રા ખૂબ જ ઓછી હોય છે. રિસર્ચ અનુસાર તેમાં લગભગ ત્રણ ગ્રામ ફાઇબર હોય છે. જેથી તેને ખાવાથી અનેક પ્રકારની બીમારીનું જોખમ ટળી શકે છે.
જો આપ સપ્તાહમાં બે વખત અવોકૈડો ખાવ છો તો હાર્ટ ડીસીઝનું જોખમ ઓછું થઇ જાય છે. આ જાણકારી એક રિસર્ચમાં સામે આવી છે. અમેરિકન હાર્ટ એસોશિએશન દ્રારા એક રિસર્ચ કરવામાં આવ્યો હતું. આ રિસર્ચ 30 વર્ષ સુધી 110,000 પર કરવામાં આવ્યું હતું. રિસર્ચનું તારણ છે કે, ન ખાનારની તુલનામાં જે લોકોએ અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર એવોકાડો ખાધો છે તેમને હૃદયરોગનું જોખમ ઓછું છે.
સંશોધન મુજબ, જે લોકોએ ફેટીયુક્ત એવોકાડો ખાધો છે તેઓ લાંબા સમય સુધી સંતુષ્ટી અનુભવે છે. આ સંશોધન 1 એપ્રિલના રોજ અમેરિકન હાર્ટ એસોસિએશનના જર્નલમાં પ્રકાશિત થયું હતું.
એવોકાડો સ્વાસ્થ્ય માટે શા માટે ફાયદાકારક છે?
એવોકાડો ફાઇબર, ચરબી, ખાસ કરીને મોનોઅનસેચ્યુરેટેડ ચરબી અને અન્ય અનુકૂળ ઘટકોથી સમૃદ્ધ છે. જે સ્વસ્થ હૃદય માટે જરૂરી છે. ક્લિનિકલ ટ્રાયલ્સમાં જાણવા મળ્યું છે કે એવોકાડો ઉચ્ચ કોલેસ્ટ્રોલ સહિત હૃદય સંબંધિત જોખમી પરિબળો પર હકારાત્મક અસર કરે છે. સંશોધકોના મતે, આ સંશોધન હૃદય રોગ અને સ્ટ્રોક વચ્ચેની પોઝિટિવ હેલ્પને સમર્થન આપે છે.
સંશોધનના મુખ્ય લેખક, લોરેના એસ. પેચેકોના જણાવ્યા અનુસાર, સંશોધન એ વાત પર ભાર મૂકે છે કે અસંતૃપ્ત ચરબીનું સેવન ખોરાકની ગુણવત્તામાં સુધારો કરે છે અને હૃદયની સમસ્યાઓથી બચવામાં ફાયદાકારક છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ ડેટા અનુસાર છેલ્લા 20 વર્ષોમાં યુ.એસ.માં એવોકાડોનો વપરાશ વધ્યો છે.
કેવી રીતે કરાયું રિસર્ચ
આ સંશોધન 30 વર્ષ સુધી ચાલ્યું. સંશોધન માટે, 30 થી 55 વર્ષની વયની 68,780 થી વધુ મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.આ સંશોધનમાં 40 થી 75 વર્ષની વયના 41,700 થી વધુ પુરુષોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.સંશોધન સમયે કેન્સર, હૃદય રોગ અને સ્ટ્રોક જેવી બીમારીઓથી મુક્ત એવા અમેરિકી નાગરિકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)