(Source: Poll of Polls)
Weight Loss: તહેવારોની સીઝનમાં થોડું પણ નહી વધે વજન, આટલી ટિપ્સને કરો ફોલો
તહેવારોમાં ઘરોમાં અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે અને મીઠાઈઓ પણ ભરપૂર ખાવામાં આવે છે
તહેવારોની સીઝન શરૂ થવા જઈ રહી છે. આ તે સમય છે જ્યારે પરિવારના બધા સભ્યો એકસાથે મળે છે અને ખૂબ જ પાર્ટી કરે છે. તહેવારોમાં ઘરોમાં અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે અને મીઠાઈઓ પણ ભરપૂર ખાવામાં આવે છે. આવા પ્રસંગોએ વ્યક્તિ મીઠી અને તેલયુક્ત વસ્તુઓ ખાવાથી પોતાને રોકી શકતો નથી. વજન ઘટાડતા લોકો માટે આ પ્રસંગોએ પોતાની જાતને કાબૂમાં રાખવી ઘણી વાર મુશ્કેલ બની જાય છે. તેથી, જો તમે પણ તહેવારોની સીઝનમાં મીઠાઇઓની મજા માણવા માંગતા હોવ પરંતુ તમારું વજન પણ ના વધે તેવું કરવા ઇચ્છતા હોવ તો અમે તમારી સાથે કેટલીક ટિપ્સ શેર કરવા જઈ રહ્યા છીએ. આ ટિપ્સ ફોલો કરવાથી તમારું વજન બિલકુલ વધશે નહીં.
તહેવારોમાં વજનને નિયંત્રિત કરવા માટે આ ટિપ્સને ફોલો કરો
ફિઝિકલ એક્ટિવિટી જરૂરી છે
રજાઓ અને તહેવારોની સીઝનમાં કસરત અને વર્કઆઉટ કરવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ તમારે તેમાં સંકોચ ન કરવો જોઈએ. જો તમને જિમમાં જવાનું મન ન થાય તો તમે પરિવાર સાથે ફૂટબોલ અથવા કોઈપણ આઉટડોર ગેમ્સ રમી શકો છો. આનાથી તમે એક્ટિવ રહેશો અને પરિવાર સાથે એન્જોય પણ કરી શકશો. ઉપરાંત તમારે રસોડાના કામમાં અથવા ઘરની સજાવટમાં મદદ કરવી જોઈએ. આ થોડી મદદ સાથે તમારા શરીરની વધારાની કેલરી બેલેન્સ રહેશે.
પોર્શન કંટ્રોલ
આપણે જાણીએ છીએ કે તહેવારોની સીઝનમાં વિવિધ પ્રકારની વાનગીઓ અને મીઠાઈઓ ખાવાથી પોતાને રોકવું ખૂબ મુશ્કેલ છે. પરંતુ એ મહત્વનું છે કે તમે સમજી-વિચારીને ખાવ. એક સાથે ઘણું ખાવાને બદલે ઓછી માત્રામાં ખાવું જોઇએ. એક સાથે વધુ ખાવાથી તમને ઓવરઇટિંગની સમસ્યા થઇ શકે છે. આ ઉપરાંત મીઠું અને તેલયુક્ત વસ્તુઓ ખાવાની સાથે તમારા આહારમાં શાકભાજી, પ્રોટીન અને અનાજનો સમાવેશ કરો. એક વાતનું ધ્યાન રાખો કે તમે બધું ખાઈ શકો છો પણ પોર્શન સાઈઝનું ધ્યાન રાખો.
હાઇડ્રેટેડ રહો
દિવાળીથી શિયાળાની શરૂઆત થવા લાગે છે. જેના કારણે હવામાન ઠંડુ થવા લાગે છે. શિયાળામાં પાણીની તરસ ઘણી ઓછી લાગે છે. તે મહત્વનું છે કે તમે મહત્તમ માત્રામાં પાણી પીવો અને હાઇડ્રેટેડ રહો. તેનાથી તમારી મીઠાઈ ખાવાની લાલસા ઓછી થઈ જશે. જ્યારે તમે મીઠાઈઓ નહીં ખાવ તો તમારું વજન વધશે નહીં.
બને તો વધુમાં વધુ ચાલો
જો તહેવારને કારણે તમે કસરત કરી શકતા નથી, તો તમારે બને તેટલું ચાલવું જરૂરી છે. દર 2 કલાકે 15 મિનિટ ચાલો. લિફ્ટને બદલે સીડીનો ઉપયોગ કરો. અને સામાન ખરીદવા માટે કારને બદલે ચાલતા જાવ.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )