COVID New Variant: કોરોનાનો નવો JN.1 વેરિઅન્ટ, જાણો તેના વિશે તમામ માહિતી
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ હજુ પણ સંપૂર્ણ રીતે ખતમ થયો નથી. વર્ષો પસાર થવાની સાથે સાથે તેના નવા વેરિઅન્ટ વિશ્વની સામે આવતા રહે છે.
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ હજુ પણ સંપૂર્ણ રીતે ખતમ થયો નથી. વર્ષો પસાર થવાની સાથે સાથે તેના નવા વેરિઅન્ટ વિશ્વની સામે આવતા રહે છે. દરરોજ આપણે તેના નવા-નવા વેરિઅન્ટ વિશે વાંચીએ છીએ. આ દિવસોમાં ફરી એકવાર કોવિડનો નવો વેરિઅન્ટ JN.1 વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે તે વૈજ્ઞાનિકો માટે ચિંતાનો વિષય બની ગયો છે કે શું તેનો ક્યારેય અંત આવશે કે સમયાંતરે તેનું સ્વરૂપ બદલાશે. વૈજ્ઞાનિકો કોરોના JN.1 ના નવા પ્રકારને લઈને ખૂબ જ ચિંતિત છે કારણ કે તેઓ કહે છે કે આ પ્રકાર અન્ય પ્રકારો કરતા વધુ ચેપી છે. એટલું જ નહીં, તે આપણી રોગપ્રતિકારક શક્તિ માટે ખૂબ જ ખતરનાક છે.
JN.1 વેરિઅન્ટ શું છે ?
JN.1 એ કોરોનાનું નવું વેરિઅન્ટ છે. જે એક્સબીબી.1.5 અને એચવી.1 ના વેરિયન્ટ્સ કરતાં અનેક ગણું વધુ ખતરનાક છે. સાર્સ-કોવ-2 વેરિઅન્ટ જેએન.1 (JN.1) ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, આઈસલેન્ડ અને અમેરિકા જેવા દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. કોરોનાનું નવું વેરિઅન્ટ સૌપ્રથમ 25 ઓગસ્ટના રોજ લક્ઝમબર્ગમાં જોવા મળ્યું હતું. જે બાદ તેના સ્ટ્રેન અન્ય દેશોમાં જોવા મળ્યા હતા. સૌથી ચિંતાજનક બાબત એ છે કે જે લોકો નવા પ્રકારનો ભોગ બની રહ્યા છે તેઓ પર કોવિડ રસીથી કોઈ અસર થઈ રહી નથી. અત્યાર સુધી ભારતમાં આ વેરિઅન્ટના એક પણ કેસની પુષ્ટિ થઈ નથી.
JN.1 પ્રકાર વધુ ચેપી છે
JN.1 વેરિઅન્ટને વધુ ચેપી હોવાનું કહેવાય છે. નવો કોવિડ વેરિઅન્ટ BA.2.86 ના ફેમિલીમાંથી નિકળ્યો છે. JN.1 વેરિઅન્ટના સ્પાઇક પ્રોટીનમાં 41 મ્યુટેશન થયા છે. અત્યાર સુધી જેટલા પણ વેરિઅન્ટ મળ્યા છે તેમાં એટલો વધારે બદલાવ નથી જોવા મળ્યો જેટલો આ વેરિઅન્ટમાં જોવા મળ્યો છે.
JN.1 વેરિઅન્ટના લક્ષણો
JN. 1 વેરિઅન્ટના લક્ષણો જૂના વેરિઅન્ટને મળે છે.
જેમ કે ઠંડી લાગવી અને તાવ આવવો
છાતીમાં દુખાવો થાય છે
શ્વાસની સમસ્યા
ગળામાં ખરાશ અન દુખાવો થવો
શરીરમાં દુખાવો
માથાનો દુખાવો અને નાક બંધ થવુ
ઉલટી અને ઉબકા
સ્વાદ અથવા સ્મેલ ન આવવી
Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિ, પદ્ધતિઓ અને સૂચનો લાગુ કરતાં પહેલાં, કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )