(Source: ECI/ABP News/ABP Majha)
બાળકોને ઠંડીથી બચાવવા માટે રૂમમાં રાખ્યું છે હીટર? જાણો કેટલું છે સલામત
Room Heaters Safe For Babies: શિયાળાની ઋતુ આવતાની સાથે જ રૂમની સજાવટમાં બદલાવ આવે છે. રૂમમાં એસી બંધ કરી હીટર શરુ કરવામાં આવે છે પરંતુ શું હીટરને બાળકના રૂમમાં રાખવું યોગ્ય છે?
Room Heaters Safe For Babies: શિયાળાની ઋતુ આવતા જ દરેક ઘરમાં ગરમ વસ્ત્રો આવી જાય છે. એસી બંધ કરીને હીટર અને બ્લોઅરનો ઉપયોગ થવા લાગે છે. આ દરમિયાન બાળકોના રૂમમાં હીટર પણ લગાવવામાં આવે છે. જેથી તેમને ઠંડીથી બચાવી શકાય. પરંતુ શું બાળકોના રૂમમાં હીટર લગાવવું કેટલું યોગ્ય છે? કેટલાક પ્રકારના હીટર અને બ્લોઅર્સ બાળકોની આસપાસ રાખવા જોખમી સાબિત થઇ શકે છે. અહીં કેટલીક બાબતો છે જે તમારે જાણવાની જરૂર છે.
ત્વચામાં ખંજવાળ અને નાકમાંથી લોહી નીકળવું
હીટર હવામાંથી ભેજ શોષી લે છે અને રૂમમાં શુષ્કતા વધારે છે. જેના કારણે બાળકોના નાકનો માર્ગ સુકાઈ જાય છે અને તેથી રક્તસ્રાવની સમસ્યા થઈ શકે છે. આ સિવાય તેઓને શરીર પર ખંજવાળની સમસ્યા શરુ થાય છે.
ગૂંગળામણ અનુભવી શકે છે
હીટર રૂમને ગરમ કરે છે અને જો તમારા બાળકને ગરમ વસ્ત્રો પહેરવામાં આવે તો તે વધુ પડતી ગરમી લાગી શકે છે અને તેથી બાળકને ગૂંગળામણ થઈ શકે છે. આમ બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે
SIDSથી જોખમ
જો રિપોર્ટ્સનું માનીએ તો જો તમારા બાળકના રૂમનું તાપમાન ખૂબ ગરમ થાય છે. તો તે તેને SIDS અથવા સડન ઇન્ફન્ટ ડેથ સિન્ડ્રોમના જોખમમાં મૂકી શકે છે.
ઠંડી અને ગરમીના કારણે મુશ્કેલી
હીટરના થર્મોસ્ટેટને બદલવા અથવા ઝડપી ગરમી અને ઠંડકને કારણે થતી વધઘટ બાળકો સહિત દરેકના સ્વાસ્થ્ય માટે ખરાબ સાબિત થઈ શકે છે.
આ પદ્ધતિઓથી બચી શકાય છે
- હીટર કે બ્લોઅર ચાલુ હોય ત્યારે બાળકના રૂમમાં પાણીનો બાઉલ રાખો.
- શુષ્કતા અને ખંજવાળ ટાળવા માટે ત્વચા પર નેચરલ તેલ લગાવો.
- જો બાળકના રૂમમાં હીટર ચાલુ હોય, તો બાળકને ખૂબ ગરમ કપડાં પહેરાવશો નહીં.
- વધુ ગરમ થવાથી બચવા માટે તેને થોડીવાર માટે બંધ રાખો.
- હીટરનું તાપમાન સેટિંગ ખૂબ વધારે ન હોવું જોઈએ અને તેને મધ્યમ સ્તર પર સેટ કરવું જોઈએ.
- બાળકને રૂમમાં લઈ જતા પહેલા તમે રૂમને ગરમ કરી શકો છો.
- જ્યારે રૂમમાં હીટર ચાલુ હોય ત્યારે કેટલીક બારીઓ અથવા દરવાજા ખુલ્લા રાખો.
નોધ: એ વાત સાચી છે કે હીટર બાળકો માટે બહુ સલામત નથી, પરંતુ અમુક પ્રકારના હીટર જો યોગ્ય રીતે હેન્ડલ કરવામાં આવે તો તે કામ કરી શકે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )