કોરોનામાંથી સાજા થયેલા પુરૂષોની સેક્સ લાઈફ પર કોરોના વાયરસ શું કરે છે ખરાબ અસર ?
હાલમાં જ બેલ્જિયમમાં થયેલા એક નવા અભ્યાસનાં તારણો પ્રમાણે, કોરોના વાયરસ પુરૂષોના સ્પર્મ કાઉન્ટ ઘટાડી શકે છે. ફર્ટિલિટી એન્ડ સ્ટર્લિટી જર્નલમાં પ્રકાશિત આ સ્ટડીમાં બેલ્જિયમના 120 પુરૂષોનાં સેમ્પલ લેવામાં આવ્યાં હતા
અમદાવાદઃ કોરોના વાયરસનો ચેપ લાગે તો પુરૂષની સેક્સ લાઈફ પર તેની વિપરીત અસર પડે છે અને પ્રજનન શક્તિ ઘટી શકે છે એવો એક અભ્યાસમા દાવો કરાયો છે. આ અભ્યાસ પ્રમાણે કોરોના સંક્રમિત પુરૂષોમાં સ્પર્મ કાઉન્ટમાં પણ ઘટાડો થાય છે અને તેમની સ્પર્મ મોટિલિટી પણ પ્રભાવિત થઈ હતી.
એટલે સુધી કે જે પુરૂષોને કોરોનાથી સ્વસ્થ થયાના બે મહિનાથી પણ વધુ સમય થયો, તેમના સ્પર્મ પર પણ આની અસર દેખાઈ. પુરૂષના પિતા બનવામાં સ્પર્મ જ સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. એવામાં કન્સિવ કરવાનું આયોજન કરી રહેલા યુગલ માટે પુરૂષ પાર્ટનરના સ્પર્મ સ્વસ્થ હોવા સૌથી જરૂરી છે.
હાલમાં જ બેલ્જિયમમાં થયેલા એક નવા અભ્યાસનાં તારણો પ્રમાણે, કોરોના વાયરસ પુરૂષોના સ્પર્મ કાઉન્ટ ઘટાડી શકે છે. ફર્ટિલિટી એન્ડ સ્ટર્લિટી જર્નલમાં પ્રકાશિત આ સ્ટડીમાં બેલ્જિયમના 120 પુરૂષોનાં સેમ્પલ લેવામાં આવ્યાં હતા. સરેરાશ 35 વર્ષની વય ધરાવતા આ યુવકોને કોરોનાથી સ્વસ્થ થયાને ઓછામાં ઓછું એક સપ્તાહ થયું હોય પછી આ અભ્યાસ હાખ ધરાયો હતો. યુવકોની કોરોનાથી મુક્ત થયાની સરેકાશ સમયમર્યાદા 53 દિવસ હતી.
આ અભ્યાસનાં કારણો પ્રમાણે, જે પુરૂષોને કોવિડ-19થી સંક્રમિત થયાને એક મહિનાથી ઓછો સમય થયો હતો, તેમના સ્પર્મ કાઉન્ટ 37% ઘટી ગયા હતા. જે પુરૂષોને કોરોના સંક્રમણના એકથી બે મહિના થયા હતા તેમના સ્પર્મ કાઉન્ટમાં 29% ઘટાડો જોવામાં આવ્યો. કોરોના થયાના બે મહિના પછી સ્પર્મ કાઉન્ટમાં 6% ઘટાડો જોવા મળ્યો.
આ અભ્યાસમાં સામેલ પુરૂષોમાં કોરોનાના કારણે માત્ર તેમના સ્પર્મ કાઉન્ટ જ નહીં પરંતુ સ્પર્મ મોટિલિટી (શુક્રાણુ ગતિશીલતા) પર પણ વિપરિત અસર પડી હતી. જે પુરૂષોને કોરોના સંક્રમિત થયાને એક મહિનાથી ઓછો સમય થયો હતો તેમની સ્પર્મ મોટિલિટી 60% સુધી ઘટી ગઈ હતી. જે પુરૂષોને કોવિડથી સંક્રમિત થયાને એકથી બે મહિના થયા હતા તેમની સ્પર્મ મોટિલિટી 37% અને કોવિડના ચેપમાંથી મુક્ત થઊને સ્વસ્થ થયાના બે મહિના પછી સ્પર્મ મોટિલિટીમાં 28%નો ઘટાડો જોવા મળ્યો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )