શોધખોળ કરો

Heart attack: કેમ વધી રહ્યા છે હાર્ટએટેકના બનાવો? આટલી બાબતોનું અવશ્ય રાખો ધ્યાન

ઘણા સમયથી હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ વધુ બની રહ્યા છે. તો તાજેતરમાં જ હાર્ટ એટેકની 4 એવી ઘટનાઓ સામે આવી, જેમાં યુવાનોનું હસતાં-રમતાં-ડાન્સ કરતા મૃત્યુ નિપજ્યું હોય.

Heart attack: કોરોના મહામારી બાદ હાર્ટએટેકની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તેને જોતા આજે કોઈ પણ ઉંમરના વ્યક્તિને પોતાના હ્રદયની ચિંતા થાય તે સ્વાભાવિક છે. ત્યારે આવા સમયે હ્રદયની સંભાળ કેવી રીતે રાખવી તે બાબતે જાણકારી જરૂરી છે. જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ હૃદય સહિતના મહત્વના અંગોની સંભાળ વધુ રાખવી પડે છે. કારણ કે ઉંમર વધવાની સાથે આ બધા અંગ પણ નબળા પડવા લાગે છે.

ખાસ કરીને જો હાર્ટ સંબંધિત કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો નાની ઉંમરમાં હૃદય સંબંધિત ગંભીર સમસ્યા થઈ શકે છે. આપણે જે પણ વસ્તુ ખાઈએ છીએ તેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. તેવામાં જો તમારે હાર્ટને સ્વસ્થ રાખવું હોય તો તમે કેટલાક સુપરફૂડનું સેવન કરવું જોઈએ.

આખા અનાજ
ખાસ કરીને ચાર વસ્તુઓ એવી છે જેને ખાવાથી આપણા શરીરને ખાસ કરીને હૃદયને ખૂબ જ ફાયદો થાય છે. આ ચાર વસ્તુઓનું સેવન કરવામાં આવે તો 40 ની ઉંમર પછી હાર્ટ ડીસીઝ થતા નથી.

આખા અનાજ આપણા શરીર અને ખાસ કરીને હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે. પ્રોસેસ કરેલા ખાદ્ય પદાર્થો હૃદય રોગનું જોખમ વધારે છે. તેના બદલે આખું અનાજ ખાવાથી હૃદયનું સ્વાસ્થ્ય સારું રહે છે.

જેમાં ખાસ કરીને રાગી, બાજરી, જુવાર સહિતના આખા અનાજનો સમાવેશ થાય છે.

ડાર્ક ચોકલેટ
સામાન્ય રીતે ચોકલેટ તો તમે પણ ખાધી જ હશે પરંતુ હૃદયને સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો ડાર્ક ચોકલેટ ખાવી જોઈએ. ડાર્ક ચોકલેટ એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે અને તે આપણા શરીરમાં રહેલા ઝેરી પદાર્થોથી હૃદયને સુરક્ષિત રાખે છે. ડાર્ક ચોકલેટ માં એવા ખનીજ હોય છે જે હાર્ટ ફંક્શનને સ્વસ્થ રાખે છે.

ઓલિવ ઓઈલ
ઓલિવ ઓઈલ પણ હાર્ટના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં ભરપૂર પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે. અન્ય કુકિંગ ઓઇલ કોરનરી ડીસીઝને વધારવાનું જોખમ વધારે છે જ્યારે ઓલિવ ઓઇલ તેને ઘટાડે છે. જો તમે ભોજનમાં ઓલીવ ઓઇલનો ઉપયોગ કરો છો તો હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે.

Heart Attack: રાજ્યમાં ચાલુ વર્ષે હૃદયરોગના હુમલામાં થયો નોંધપાત્ર પધારો, આંકડો જાણીને ચોંકી જશો

Heart Attack: રાજ્યમાં ચાલુ વર્ષે હૃદયરોગના હુમલામાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2022ની સરખામણીએ વર્ષ 2023માં 27 ટકાનો વધારો થયો છે. વર્ષ 2022માં 108 ને રાજ્યમાંથી 4549 કોલ મળ્યા હતા. જ્યારે વર્ષ 2023માં 108 ને હૃદયરોગના હુમલા સબંધિત 5787 કોલ મળ્યા છે.

કયા શહેરમાં કેટલા કોલ મળ્યાં

અમદાવાદ શહેરમાં વર્ષ 2022માં 1341 કોલ  મળ્યા હતા. જ્યારે વર્ષ 2023 માં અત્યાર સુધીમાં જ 1826 કોલ મળ્યા છે. સુરતમાં વર્ષ 2022માં 308 તો વર્ષ 2023માં 386 કોલ મળ્યા છે. રાજકોટમાં વર્ષ 2022માં 289 તો વર્ષ 2023માં 357 કોલ મળ્યા છે. વડોદરામાં વર્ષ 2022માં 228 તો વર્ષ 2023માં 286 કોલ મળ્યા છે.

ફેબ્રુઆરી મહિનો ઘાતક

વર્ષ 2022 કરતા વર્ષ 2023ના ફેબ્રુઆરી મહિનામાં હૃદયરોગના હુમલા સબંધિત કોલમાં ઉછાળો આવ્યો છે. વર્ષ 2023માં હૃદયરોગના હુમલા સબંધિત 45.48 ટકા કોલ વધ્યા. વર્ષ 2022 માં ફેબ્રુઆરી મહિનામાં 108ને 4019 કોલ મળ્યા હતા, જયારે વર્ષ 2023ના ફેબ્રુઆરી મહિનામાં 108 ને 5847 કોલ મળ્યા છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rape and Murder Case : વલસાડમાં યુવતીની બળાત્કાર બાદ હત્યાના કેસમાં સૌથી મોટો ખુલાસોShare Market News : ભારતીય શેરબજારમાં શાનદાર તેજી, સેન્સેક્સમાં 1700 પોઇન્ટનો ઉછાળોKarjan Farmers :  ડિજિટલ કાર્ડ માટે આધાર કાર્ડ રજિસ્ટ્રશન કરાવવામાં સર્વર વિલન, ખેડૂતોએ શું કરી માંગ?Chintan Shibir Gujarat 2024 : સોમનાથમાં ગુજરાત સરકારની ચિંતન શિબિરનો બીજો દિવસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
Maharashtra: ચૂંટણી પરિણામ બાદ કોને સમર્થન આપશે VBA, પ્રકાશ આંબેડકરે કર્યો ખુલાસો 
Maharashtra: ચૂંટણી પરિણામ બાદ કોને સમર્થન આપશે VBA, પ્રકાશ આંબેડકરે કર્યો ખુલાસો 
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે, જાણો વિગતો
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે
Embed widget