શોધખોળ કરો

Heart Care: હિડન હાર્ટ અટેક કેમ છે ખતરનાક, જાણો ક્યાં લક્ષણો આપે છે તેના સંકેત

Heart Care: સાયલન્ટ હાર્ટ એટેકના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે.પહેલા તે વધતી ઉંમર સાથે થતું હતું, પરંતુ હવે નાની વયના લોકો આનો વધુ ભોગ બને છે. જાણીએ હિડન હાર્ટ અટેક વિશે

Heart Care:છેલ્લા કેટલાક વર્ષોમાં હાર્ટ એટેકના કેસોમાં ઝડપથી વધારો થયો છે. હાર્ટ એટેક અથવા મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન (MI) ત્યારે થાય છે જ્યારે હૃદયના સ્નાયુઓમાં લોહીનો પ્રવાહ ઓછો થઈ જાય છે અથવા સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. આ સ્થિતિ ગંભીર છે કારણ કે ઓક્સિજનના અભાવે હૃદયના કોષોને નુકસાન થવા લાગે છે. સામાન્ય રીતે આ સમસ્યા કોરોનરી ધમનીમાં અવરોધને કારણે થાય છે.

કેટલીકવાર હાર્ટ એટેક કોઈ મોટા લક્ષણો વિના પણ થઈ શકે છે, જેને સાયલન્ટ હાર્ટ એટેક કહેવામાં આવે છે. તે એટલું ખતરનાક છે કે લોકોને ઘણીવાર તેના વિશે ત્યારે જ ખબર પડે છે જ્યારે તેઓ ECG અથવા સ્ટ્રેસ ટેસ્ટ કરાવે છે અને ડૉક્ટરને હાર્ટમાં થયેલા ડેમેજના સંકેતો દેખાય છે.

સાયલન્ટ હાર્ટ એટેક કેવી રીતે ઓળખવો?

સાયલન્ટ હાર્ટ એટેકમાં હંમેશા પરંપરાગત લક્ષણો હોતા નથી, જેમ કે છાતીમાં તીવ્ર દુખાવો. તેના બદલે, હળવો થાક, અપચો અથવા થોડા સમય માટે શ્વાસ લેવામાં તકલીફ જેવા સામાન્ય ચિહ્નો દેખાઈ શકે છે. લોકો ઘણીવાર આને નાની સમસ્યાઓ તરીકે અવગણે છે, જ્યારે તે ગંભીર હોઈ શકે છે.

કોને સૌથી વધુ જોખમ છે?

2023 માં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, સ્ત્રીઓને સાયલન્ટ હાર્ટ એટેકનું જોખમ વધારે હોય છે, આ સ્થિતિમાં  લક્ષણો અનુભવાતા નથી.  વય-સંબંધિત રોગોથી પીડાતા વૃદ્ધ લોકો પણ રિસ્ક એરિયામાં  હોય છે. આ ઉપરાંત, ડાયાબિટીસના દર્દીઓને પહેલાથી જ તેમની નસોમાં સમસ્યાઓ હોય છે, જે તેમને જોખમમાં મૂકે છે. હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોને પણ નબળી રક્ત ધમનીઓને કારણે ઝડપથી સમસ્યાઓ થઈ શકે છે.

કેવી રીતે કરશો બચાવ

હાર્ટ એટેકથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે સમયસર તમારી જીવનશૈલીમાં ફેરફાર કરો.

કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરો: લાંબા સમય સુધી ઉચ્ચ કોલેસ્ટ્રોલ ધમનીઓને અવરોધિત કરી શકે છે, જેનાથી હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે.

સંતુલિત આહાર લો: વધુ ફાઇબર અને ઓછી ટ્રાન્સ ચરબીવાળો ખોરાક લો. તમારા આહારમાં તાજા શાકભાજી, ફળો અને પ્રોટીનનો સમાવેશ કરો.

શારીરિક રીતે સક્રિય રહો: દરરોજ કસરત કરો, તમારું વજન નિયંત્રિત કરો અને ધૂમ્રપાન ટાળો.

દારૂ ઓછો કરો: વધુ પડતો દારૂ બ્લડ પ્રેશર અને ટ્રાઇગ્લિસરાઇડ્સ વધારે છે, જે હાર્ટ એટેક માટે જોખમી પરિબળો છે.

નિયમિત આરોગ્ય તપાસ: તમારે સમયાંતરે  બ્લડ પ્રેશર, સુગર અને કોલેસ્ટ્રોલની તપાસ કરાવતા રહેવું જોઇએ.

સાયલન્ટ હાર્ટ એટેકના આંકડા ચોંકાવનારા છે

નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન અનુસાર, કોરોનરી ધમની બિમારી ધરાવતા લોકોમાં 70 થી 80 ટકા ઇસ્કેમિક ઘટનાઓ લક્ષણો વિનાની હોય છે. ટ્રેડમિલ ટેસ્ટ દરમિયાન મધ્યમ વય જૂથના 2 થી 4 ટકા પુરુષોમાં સાયલન્ટ ઇસ્કેમિયા જોવા મળ્યું છે. મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શનના કુલ કેસોમાં 20 થી 30 ટકા સાયલન્ટ હાર્ટ એટેક છે. યાદ રાખો કે હાર્ટ એટેક હંમેશા અચાનક આવતા નથી, તે શરીરને ધીમે ધીમે નુકસાન પહોંચાડે છે, તેથી શરીરના સંકેતોને અવગણશો નહીં અને નિયમિત ચેકઅપ કરાવતા રહો. આજથી જ સ્વસ્થ જીવનશૈલી અપનાવો, કારણ કે સાવધાની એ સલામતી છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
Embed widget